Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

સમગ્ર દેશમાં નોકરીઓનું ઘોડાપૂર ! જલ્દી લેવા માંડો

કેન્દ્ર-રાજ્ય સરકારના વિવિધ વિભાગો, GPSC (નાયબ મામલતદાર, નાયબ સેકસન ઓફિસર વિગેરે), ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (સિનિયર કલાર્ક વિગેરે), રેલ્વે, પોસ્ટ, GSRTC, ટેલિકોમ ક્ષેત્ર, કોલેજ-યુનિવર્સિટી, હાઇકોર્ટ, બેન્ક, શિક્ષણ, મેડીકલ સહિત સમગ્ર ભારતમાંં વિવિધ ક્ષેત્રોમાં ચિક્કાર ભરતીઓ

રાજકોટ તા. ર૦ : ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મેઘરાજાની અસીમ કૃપા વરસી છે અને મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે ત્યારે હાલમાં ગુજરાત સહિત  સમગ્ર દેશમાં નોકરીઓના પણ ઘોડાપૂર આવ્યા છે તેમ કહી શકાય.

ભારત સહિત સમગ્ર વિશ્વના બજારોમાં 'મંદી-મંદી'નો ભય સતાવી રહ્યો છે ત્યારે સતા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો  અમૂલ્ય મોકો આપતી નોકરીઓની બજારમાં 'તેજી-તેજી' સંભળાઇ રહ્યું છે. 'હેન્ડસમ સેલેરી' સાથેની નોકરી મેળવીને ભવિષ્યને ઉજળું બનાવવાનો ચાન્સ જવા દેવા જેવો નથી લાગતો.

કેન્દ્ર-રાજ્ય સરકારના વિવિધ સરકારી તથા અર્ધસરકારી વિભાગો, પબ્લિક સર્વિસ કમિશન, નિગમો, કંપનીઓ, સંગઠનો, કોલેજ-યુનિવર્સિટીઓ, બેન્ક, પોસ્ટ, મેડીકલ ક્ષેત્ર વિગેરેમાં ચાલતી ભરતીઓ ઉપર નજર કરીએ તો...

* ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ૩૧/૮/ર૦૧૯ (બપોરે ૧ વાગ્યા સુધી)ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે વર્ગ-૧, ર અને ૩  ની કુલ ૧૮૧ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. આ જગ્યાઓમાં હોમીયોપેથી વિભાગમાં રીડર/એસોસીએટ પ્રોફેસર વર્ગ-૧ (સર્જરી, ઓબ્સ્ટ્રેક એન્ડ ગાયનેકોલોજી અને પ્રેકટીસ ઓફ મેડીસીન), પુરાતત્વ અને સંગ્રહાલય ખાતામાં નિયામક વર્ગ-૧ તથા અધિક્ષક પુરાતત્વવિદ્દ વર્ગ-ર, મદદનીશ બાગાયત નિયામક (વિષય નિષ્ણાંત) વર્ગ-ર, ડીઝીગ્નેટેડ અધિકારી વર્ગ-૧ (ગુજરાત ઔષધ સેવા), નાયબ સેકશન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ-૩, સરકારી મુદ્રણ અને લેખન સામગ્રીમાં મદદનિશ નિયામક વર્ગ-ર અને મિકેનિકલ એન્જીનીયર વર્ગ-રનો સમાવેશ થાય છે.

નાયબ સેકશન ઓફિસર તથા નાયબ મામલતદાર વર્ગ-૩ ની કુલ ૧પ૪ જગ્યાઓ છે જેમાં સ્નાતક થયેલ ઉમેદવારો  અરજીપાત્ર છે.તમામ જગ્યાઓની મુખ્ય અને  અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ,  ઉમર, પગાર ધોરણ, ઉંમરમાં છૂટછાટ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત,  જાહેરાતની સામાન્ય જોગવાઇઓ તથા અન્ય  વિગતો આયોેગના નોટીસ બોર્ડ ઉપર અથવા તો https://gpsc. gujarat .gov.in  અને  https:// gpsc-ojas. gujarat.gov.in વેબસાઇટસ ઉપર જોઇ શકાય છે.

* ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કીંગ પર્સોનલ સિલેકશન (IBPS) દ્વારા ર૮/૮/૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોબેશનરી ઓફીસર્સ-મેનેજમેન્ટ ટ્રેઇનીની કુલ ૪૩૩૬ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છ.ેwww. ibps.in

* NLC ઇન્ડિયા લી. દ્વારા ર૧/૮/૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રેડ એપ્રેન્ટીસ ટ્રેઇનીની કુલ ૮૭પ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www. nlcindia.com

*  એઇમ્સ હોસ્પિટલ, નવી દિલ્હી દ્વારા ર૧/૮/૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે નર્સિંગ ઓફીસરની કુલ પ૦૩ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www. aiims. edu

* CSIR -SERC દ્વારા ૯-૯-ર૦૧૯ ની છેેલ્લી અરજી તારીખ સાથે સાયન્ટીસ્ટ અને સિનિયર સાયન્ટીસ્ટની કુલ ૧૯ જગ્યાઓ માટે ભરતી  પ્રક્રિયા ચાલી રહી છ.ે

* https://serc.res.in

* NHDC   લીમીટેડ  દ્વારા ૨૧-૮-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની કુલ ૨૧ જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે.

http://nhdcindia.com

* સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે દ્વારા ૨૯-૮-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે એપ્રેન્ટીસની કુલ ૩૧૩ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.  

secr.indianrailways.gov.in

*HSSC  દ્વારા ૨૫-૮-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે જૂનિયર સિસ્ટમ મેનેજર વિગેરેની કુલ ૨૯૭૮ જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.hssc.gov.in

* કેરલ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૨૯ - ૮ - ૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે ફોટોગ્રાફર , ટાઇમકીપર વિગેરેની કુલ ૧૭૮ જગ્યાઓ માટે ભરતી થઇ રહી છે.

www.keralapsc.gov.in

* MPPGCL(મધ્યપ્રદેશ) દ્વારા ૩૦-૮-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે પ્લાન્ટ આસીસ્ટન્ટની ૧૦૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

http://mppgcl.mp.gov.in

* ઓડિસા પબ્લિક સર્વિસ કમિશન (OPSC) દ્વારા ૧૮-૯-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ ફીશરીઝ ઓફિસરની કુલ ૬૫ જગ્યાઓ માટે ભરતી થઇ રહી છે.

http://opsc.gov.in

* તેલંગણા હાઇકોર્ટ દ્વારા ૪-૯-૨૦૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર આસીસ્ટન્ટ વિગેરેની કુલ ૧૫૩૯ જગ્યાઓ માટે ભરતી થઇ રહી છે.

http://hc.tc.nic.in

* ઉતરાખંડ સબઓર્ડિનેટ સર્વિસ સિલેકશન કમિશન (UKSSSC)  દ્વારા ૨૫-૮-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર  એન્જીનીયર (સિવિલ)ની કુલ ૧૦૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

http:// sssc.uk.gov.in

* શિક્ષક બનવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)  દ્વારા લેવાતી CTET (સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) ૮ ડીસેમ્બરે યોજાશે. જેમાં ૧૮-૯-૧૯  સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાય છે. આ પરિક્ષા સમગ્ર દેશમાં ૧૧૦ શહેરોમાં ૨૦ ભાષામાં લેવાશે.

* ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)  દ્વારા ૨૨-૮-૧૯ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે સંબંધિત ટ્રેડમાં ITI કરેલ તથા ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા ઉમેદવાર માટે વિવિધ ટેકનિકલ જગ્યાઓ ઉપર ભરતી ચાલે છ.ે આ જગ્યાઓમાં પેઇન્ટર, હેલ્પર, વલ્કેનાઇઝર, ઈલેકટ્રીશીયન, બોડી ફીટર, મિકેનીક, બેન્ચ ફીટર, બ્લેક સ્મિથ, ટીન સ્મિથ/ વેલ્ડર, ટાયર ફીટર, મિકેનીક, હેડ આર્ટ/લીડીંગ હેન્ડ મિકેનીક વિગેરેનો સમાવેશ થાય છે.

https://ojas.gujarat.gov.in

* બ્રોડકાસ્ટ એન્જીનીયરીંગ કન્સલટન્ટ ઈન્ડિયા લી. નોઇડા (ઉતરપ્રદેશ)  દ્વારા ૨૧-૮-૧૯ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે સ્ટેશન કન્ટ્રોલર / ટ્રેન ઓપરેટર, કસ્ટમર રીલેશન આસીસ્ટન્ટ, જુનિયર એન્જીનીયર (ઈલેકટ્રીક તથા મિકેનીકલ), જુનિયર એન્જીનીયર (ઈલેકટ્રોનિકસ), મેઇન્ટેનર ફીટર, ઈલેકટ્રીશીયન તથા ઈલેકટ્રોનિક મિકેનીકની જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે. ૧૮ થી ૩૨ વર્ષની વયના ઉમેદવારો અરજી પાત્ર છે. www.becil.com અથવા www.nmrcnoida.com

* પશ્ચિમ રેલ્વે ભરતી સેલ દ્વારા ૧૩-૯-૧૯ (રાત્રે ૧૦ વાગ્યા સુધી) ની છેલ્લી અરજી તારીખ સાથે સ્પોર્ટસ કવોટામાં ગ્રેડ-સી પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. વિવિધ ડીસીપ્લીનમાં એથ્લેટીકસ, ક્રિકેટ, રેસલીંગ, કબડ્ડી, પાવર  લિફટીંગ, ખો - ખો , વોટરપોલો, બોલ બેડમિન્ટન વિગેરેનો સમાવેશ થાય છે.

https://www.rrc-wr.com

* ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજયુકેશન, ગુજરાત દ્વારા રર-૮-૧૯ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે રજીસ્ટ્રાર, પ્રોફેસર (એજયુકેશન), એસોસીએટ પ્રોફેસર (એજયુકેશન, ફીઝીકસ, લાઇફ સાયન્સ, કેમેસ્ટ્રી) તથા આસીસ્ટન્ટ પ્રોફેસર (એજયુકેશન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, ગણિત, ફીઝીકસ, કેમેસ્ટ્રી) ની ભરતી ચાલી રહી છે.

www.iite.ac.in

*  ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ૬-૯-૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે જનરલ મેનેજર (એડમીનીસ્ટ્રેશન, ફેઝ-૧અને ર) તથા સિનીયર કયુરેટરની ભરતી ચાલી રહી છે.

www.scity.gujarat.gov.in

ફોન નં. ૦૭૯ ર૯૭૦૩૧રર

* ગુજરાત  ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તા. ર૪-૮-૧૯ ની છેલ્લી  ઓનલાઇન અરજી તારીખ સાથે અધિક મદદનીશ ઇજનેર (સિવિલ તથ ઇલેકટ્રીકલ), એગ્રીકલ્ચર ઓવરશીયર, સીનીયર ફાર્માસીસ્ટ, આસીસ્ટન્ટ ફાર્માસીસ્ટ (આયુર્વેદ), ગ્રંથપાલ, ફીઝીયોથેરાપીસ્ટ/ ટયુટર કમ ફીઝીયોથેરાપીસ્ટ, લેબ આસીસ્ટન્ટ, મિકેનીક, સર્વેયર, આસીસ્ટન્ટ બાઇન્ડર, આસીસ્ટન્ટ મશીનમેન, ઇકોનોમિક ઇન્વેસ્ટીગેટર, સબ ઓવરશીયર (પેટા સર્વેક્ષક)  તથા ટેકિનકલ આસીસ્ટન્ટની ભરતી ચાલી રહી છે.

ઉપરાંત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ તા. ૩૦-૮-ર૦૧૯ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે હિસાબનીશ/ ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષક તથા સિનીયર કલાર્કની ભરતી ચાલી રહી છે. કુલ ૮૬૯ માંથી ૪૩૧ જગ્યાઓ સિનિયર કલાર્ક માટેની છે.

* ભારતીય કોસ્ટગાર્ડ માં નાવિક તરીકે (જનરલ ડયુટી) ૧૦ + ર પ્રવેશ બેચમાં જોડાવા માટે ર૬-૮-૧૯ થી ૧-૯-ર૦૧૯ સુધી (સાંજે પ વાગ્યા સુધી) ઓનલાઇન અરજી કરી શકાય છે.

www.joinindiancoastguard. gov.in 

* જામનગર મહાનગરપાલિકા દ્વારા રર-૮-૧૯ (સવારે ૧૧ થી બપોરે ર) ના રોજ ઇલેકટ્રીકલ લાઇનમેનની ભરતીના ભરેલા અરજીપત્રક મુખ્ય કચેરી, લાલ બંગલા, જયુબેલી ગાર્ડન સામે કચેરીના નવા બનેલ અર્બન ટ્રાન્સ્પોર્ટ ટર્મિનલ (ભોયતળિયે) ફાયર શાખા ખાતે સ્વિકારવામાં આવશે.

www.mcjamnagar. com

*  ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કરાર આધારીત આસીસ્ટન્ટ પ્રોફેસર્સ (મનોવિજ્ઞાન, અંગ્રેજી, હોમ સાયન્સ, સમાજ કાર્ય), ના સીધા ઇન્ટરવ્યુ તા. ર૬-૮-૧૯ થી ર૮-૮-૧૯ દરમ્યાન રાખેલ છે. વિષય પ્રમાણે ઇન્ટરવ્યુ પ્રોગ્રામ વેબસાઇટ ઉપર આપેલ છે. ફોન નં. ૦૭૯ ર૩ર૪૪પ૬૯

www.cugujarat.ac. in

* હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા તા. ૧-૯-૧૯ થી ૩૦-૯-ર૦૧૯ દરમ્યાન ૬૮ સિવિલ જજ (રેગ્યુલર) માટેની ભરતીની ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.

https://www. gujarathighcourt. nic.in.

અથવા

https://hc-ojas.guj.nic.in

* દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ (પૂર્વે કંડલા પોર્ટ ટ્રસ્ટ) દ્વારા પ-૯-૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે પુરૂષ નર્સની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.deendayalport.gov.in

* આર. ડી. ગાર્ડી બી. ફાર્મસી કોલેજ (ન્યારા) રાજકોટ (મો. નં. ૯૦૯૯૦ ૬૩૧૬૩) દ્વારા પ-૯-૧૯ ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રિન્સીપાલ, પ્રોફેસર, એસોસીએટ તથા આસીસ્ટન્ટ પ્રોફેસર, લેબ આસીસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

* વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કીટેકચર ફોર વિમેન સુરત (ફોન નં. ૦ર૬૧ રર૧૮૩૦૩) દ્વારા રપ-૮-૧૯ની છેલ્લી અરજી તારીખ સાથે એસોસીએટ તથા આસીસ્ટન્ટ પ્રોફેસર્સ અને એકાઉન્ટસ કલાર્કની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

www.vmca.org.in

* ઇન્ડીયન પોસ્ટ (પોસ્ટ ઓફીસ) દ્વારા વિવિધ પદો માટેની ભરતી પ્રક્રીયા ચાલી રહી છે. ભરતી વિશેની સંપુર્ણ વિગતો વેબસાઇટ ઉપર જોઇ શકાય છે.

indianpostrecruitment2019

* નેશનલ ડીજીટલ કોમ્યુનીકેશન પોલીસી અંતર્ગત તથા આગામી વર્ષમાં મોબાઇલ/ઇન્ટરનેટમાં પ-જી ટેકનોલોજી લોન્ચ થતા ટેલીકોમ ક્ષેત્રમાં આગામી પાંચ વર્ષમાં આશરે એક કરોડથી વધુ નોકરીઓ સર્જાવાની શકયતાઓ છે. ભારતમાં સતત નેટ યુઝર્સ વધતા જ જાય છે.

આ ઉપરાંત વિવિધ સેગમેન્ટમાં રોજગારીની તકો જોઇએ તો ટ્રાન્સવીર  સ્ટેશન એન્જીનીયર, નેટવર્ક એન્જીનીયર, પ્રોડકટ ડીઝાઇનર, સર્કીટ ડીઝાઇનર, સ્ટ્રેટેજીક માસ ડેવલોપર, ડેટા  બેઝડ ડેવલોપર, ડ્રાઇવ ટેસ્ટ તથા મેઇન્ટેનન્સ એન્જીનીયર, આઇ.ટી., એજયુકેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર વિગેરે પ્રોફેશન્સમાં નોકરીની પુષ્કળ તકોદેખાઇ રહી છે.

આટઆટલી ચિક્કાર હજારો નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, આત્મવિશ્વાસ, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, સમાજ તથા પોતાના પરીવાર માટે કંઇક કરી છુટવાની તમન્ના અને ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તુટી પડો- મંડી પડો. લાખેણી નોકરીરૂપી સોનેરી ભવિષ્ય આપ સૌની રાહ જોઇ રહયું છે. સાચી નીતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇ પણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહીતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા,  રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન (અપડેટ) મળી શકે. ભરતી જાહેરાતમાં ઘણી વખત ફેરફાર થઇ શકે છે અથવા તો ભરતી જાહેરાત અમુક સંજોગોને આધીન રદ પણ થઇ શકે છે)

-: આલેખન :-

ડૅા. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(12:45 pm IST)