Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

સાતમ-આઠમ આવીઃ ફરવાના શોખીનો, થઇ જાવ તૈયાર

ગોવા- કેરાલા- દાર્જીલિંગ- ગંગટોક- લાચુંગ- પેલીંગ- યુમ્થાંગ-ઇમેજિકા- લોનાવાલા- મહાબળેશ્વર- કુલુમનાલી- સોમનાથ- દ્વારકા- સાસણગીર- સ્ટેચ્યુ ઓફ યુનિટી- દિવ- કેદારનાથ- નૈનિતાલ- માઉન્ટ આબુ- બેંગ્લોર- મૈસૂર- કૂર્ગ- કબિની- ડેલહાઉસી- કુંબલગઢ- એસેલવર્લ્ડ- શીરડી વિગેરે સ્થળોની સહેલગાહે ઉપડવા લોકો આતુર: ફોરેન ટૂરમાં સહેલાણીઓની પહેલી પસંદ 'દુબઇ': સિંગાપુર-મલેશીયા-થાઇલેન્ડ વીથ ડ્રીમ ક્રુઝ પણ ડીમાન

હાલના સમયમાં દિવસે-દિવસે નવી-નવી જગ્યાએ ફરવા જવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યારે વર્લ્ડ ટ્રેડ એન્ડ ટુરીઝમ કાઉન્સીલે પોતાના એક અહેવાલમાં દાવોે કર્યો છે કે આગામી ૧૦ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ટુરીઝમ ઈકોનોમી બની શકે છે. ટુરીઝમ ક્ષેત્રે ભારતમાં જોરદાર તેજી દેખાઈ રહી છે. સાથે સાથે ઈ.સ. ૨૦૨૮ સુધીમાં રોજગારીની તકનો આંકડો પણ ૫.૨ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

ભારતમાં ટુરીઝમ ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારના ભાગરૂપે હાલમાં દેશમાં ૩૫૦ જેટલા વિમાની મથકો અને હવાઈ પટ્ટીને વિકસીત કરવાનું કામ ચાલી રહ્યુ છે. મુંબઈમાં એક નવુ ક્રુઝ પોર્ટ તૈયાર કરવાની પણ ગતિવિધિ સંભળાઈ રહી છે. ૧૬૩ દેશો માટે ઈ-વિઝાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. ટુરીઝમ સંદર્ભે ઈનક્રેડીબલ ઈન્ડીયા-૨ ઝુંબેશને પણ માર્કેટીંગ સાથે આગળ વધારવાની તૈયારી સરકાર દ્વારા ચાલી રહી છે.

સહેલાણીઓ માટેના ઘણા બધા ફેવરીટ ડેસ્ટીનેશન્સ તો ટુરીસ્ટસના ઓવરક્રાઉડને કારણે રીતસરના ઉભરાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

 ફરવા જવાના આવા જબ્બરદસ્ત ક્રેઝ વચ્ચે નજીકના ભવિષ્યમાં આવતી સાતમ-આઠમ (જન્માષ્ટમી)ના તહેવારમાં યાદગાર પ્રવાસ કરવા માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટના શોખીનો ગાંડાતૂર બની ગયા છે. નવા નવા ડેસ્ટીનેશન્સ શોધીને ટીકીટ તથા હોટલ બુકીંગ માટે રોમાંચિત થઈને દોડા દોડી કરી રહ્યા છે. જો કે ટ્રેઈનમાં ચાર મહિના પહેલા બુકીંગ થતુ હોય, આવતી જન્માષ્ટમીના દિવસોમાં લાંબુ વેઈટીંગ લીસ્ટ બની ગયાનું જાણવા મળે છે.

છતાં પણ લોકો બસ, ટ્રેન, ફલાઈટ સહિતના સગવડતાવાળા વાહનો દ્વારા અનુકુળતા મુજબ ધડાધડ બુકીંગ કરાવી રહ્યાનું ફેવરીટ ટૂર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. રાજકોટના ડાયરેકટર દિલીપભાઈ મસરાણી (મો. ૯૮૭૯૫ ૪૦૬૩૩) તથા દર્શિતભાઈ મસરાણીનું કહેવુ છે.

જો કે મંદી, મોંઘવારી, હજુ સુધી જોવા મળતી નોટબંધીની અસર, જીએસટી, વરસાદની ખેંચ વિગેરેને કારણે સાતમ-આઠમમાં ફરવા જનારાઓનો ધસારો પ્રમાણમાં ઓછો જોવા મળી રહ્યાનું જાણવા મળે છે.

 ભારતના કેટલાક રૂટસ ઉપર તો ટ્રેઈન કરતા ફલાઈટ સસ્તી પડે છે. દેશમાં આશરે ૧૭ જેટલા રૂટસ એવા છે કે જ્યાં ટ્રેઈનના એ.સી. કોચ કરતા ફલાઈટના રેઈટસમાં ફરક જોવા મળે છે.

ફાઈવ સ્ટાર હોટલોના પેકેજીસ મોંઘા થયા છે અને પ્રમાણમાં ઓછા ચાલે છે. કારણ કે ૭૫૦૦ રૂ. સુધીના હોટલ ભાડા ઉપર ૧૮ ટકા જીએસટી લાગે છે અને ૭૫૦૦ ઉપરના હોટલ રેન્ટ ઉપર ૨૮ ટકા જીએસટી લાગે છે.

 પસંદગીના સ્થળોએ ઘણી જગ્યાએ હોટલ્સમાં રૂમ્સની અ વેલેબિલીટી ન હોય, લોકોએ કોઈપણ કેટેગરીની હોટલ (સ્ટાન્ડર્ડથી માંડી સેવન સ્ટાર)માં જ્યાં પણ કન્ફર્મ બુકીંગ મળે ત્યાં જવા માટે નિકળવાની તૈયારી કરી લીધી છે અથવા તો કરી રહ્યા છે. જો કે રાજકોટના ઘણા ટ્રાવેલ એજન્ટસ પાસે પસંદગીના ડેસ્ટીનેશન્સના બુકીંગ અવેલેબલ હોવાનું પણ જાણ વા મળે છે.

 દિવસે-દિવસે ઘણા નવા નવા ડેસ્ટીનેશન્સ ખુલવા માંડતા લોકોને પણ પોતાના બજેટમાં અને પોતાને જોઇતી ફેસેલીટીઝ પ્રમાણે જુદા  જુદા સ્થળે ફરવાનો અમુલ્ય મોકો હવે મળી રહ્યાનું સનરાઇઝ ટુર્સ રાજકોટના સમીરભાઇ કારીયા (મો. ૯૮૨૫૩ ૭૭૭૦૪) તથા છબીલભાઇ કારીયા અને જીરાવાલા  ટુરીઝમ રાજકોટના બિરેનભાઇ ધ્રુવ (મો. ૯૩૭૫૬ ૪૮૫૦૦) સહિતના અગ્રણી ટ્રાવેલ એજન્ટસનું કહેવું છે.

 આ જન્માષ્ટમીમાં લોકો ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, કેરાલા ઇમેજિકા, શીરડી, શનિદેવ, પંચમઢી, દિવ, માઉન્ટ આબુ, ઉજ્જૈન, ગોકુલ, મથુરા, સીમલા,કુલુમનાલી, ડેલહાઉસી, આગ્રા, પંચગીની, એસલવર્લ્ડ, અંબાજી, શ્રીનાથજી, ઉદેપુર, કંુબલગઢ, સાપુતારા, મધુબન (આણંદ) ઇલોરા, નાસિક, ત્રંબકેશ્વર, ઘુષ્મેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, દત આશ્રમ, દાર્જીલિંગ, ગંગટોક, લાવાસા, હરીદ્વારા, ઓરંગાબાદ, સાસણગીર, જુનાગઢ, તુલસીશ્યામ , સોમનાથ, બગદાણા, વિરપુર, દ્વારકા, નાગેશ્વર, પરબ, વૈથ્રી, બેકલ, કુર્ગ, કબિની, અમદાવાદ, રાજકોટ, અને તેની આજુબાજુના સ્થળો (આજી-ન્યારી - ભાદરડેમ, રીસોર્ટસ, હનુમાનધારા, ઈશ્વરીયા, વોટર્સપાર્કસ વિગેરે) ખોડલધામ, સત્તાધાર, ચોટીલા, સાળંગપુર, (કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ), કેરાલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બેંગ્લોર , મૈસૂર, ઉંટી, કોડાઇકેનાલ,  સહિતના મનગમતા સ્થળોએ પોત-પોતાના પરિવાર તથા ગ્રૃપ સર્કલ સાથે રજાની મોજ માણવા થનગની રહ્યા છે.

સાતમ-આઠમમાં લોકો રાજસ્થાનમાં આવેલ કુંબલગઢ અને ઉદયપુર જઇ રહ્યા છે. ઉદયપુરથી  કુંબલગઢ આશરે ૮૦ કી.મી. છે. અહીં સહેલાણીઓ પોતાના વાહનમાં રાજકોટથી  પણ જઇ શકે છે. અમદાવાદથી જોધપુર અથવા તો ઉદયપુર ટ્રેઇનમાં પણ જઇ શકાય છે.

આ ડેસ્ટીનેશન પ્રીફર થવાના કારણોમાં નજીકમાં શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર , બસ-ટ્રેન-પ્લેનમાં રીઝર્વેશનની પળોજણમાં પડ્યા વિના ગ્રૃપ સર્કલ સાથે સેલ્ફ ડ્રાઇવીંગથી જઇ શકાય, નજીક પડે, પ્રમાણમાં ઓછો ખર્ચ વિગેરે  ગણી શકાય.

આ ઉપરાંત મુંબઇ- લોનાવાલા- ખંડાલા- મહાબળેશ્વર- ઈમેજિકા પાર્કના પેકેજીસ પણ લોકો પસંદ કરી રહ્યા છે. મુંબઇ થી મુંબઇ ૨ રાત્રી ૩ દિવસનો નોવોટેલ હોટલનો બ્રેકફાસ્ટ અને ડીનર સાથેનો લકઝુરીયસ પેકેજ પ્રતિ વ્યકિત ૨૦ હજાર આસપાસ સેલ થઇ રહ્યો છે. જેમાં વોટરપાર્ક અને થીમ પાર્કની  એન્ટ્રી ફ્રી મળે છે.

આ ઉપરાંત મુંબઇ- લોનાવાલા -ઈમેજિકા પાર્ક - મુંબઇનો ૩ રાત્રી ૪ દિવસનો પેકેજ પ્રતિ વ્યકિત ૧૪ હજાર આસપાસ બોલાઇ રહ્યો છે.

અમદાવાદથી પુના રોજ ફલાઇટ મળે છે. ત્યાંથી ઈમેજિકા જઇ લોનાવાલા  લઇ શકાય છે.મુંબઇથી ઇમેજિકા જવા માટે દરરોજ સવારે એ.સી.  કોચ પણ ફ્રી લી અવેલેબલ હોય છે. બજેટને અનુરૂપ ઈમેજિકા જવાનો રૂટ અને પેકેજ પસંદ કરી શકાય છે. ઈમેજિકાને કારણે લોનાવાલામાં હોટલ બુકીંગ મેળવવામાં તકલીફ પડે તો મહાબળેશ્વર ખાતે પણ હોટલ બુકીંગ કરાવી શકાય છે.

વરસાદના શોખીન સહેલાણીઓ તો થ્રી સ્ટારથી ફાઇવ સ્ટાર હોટલના ૨ રાત્રી  ૩ દિવસના એકસ મહાબળેશ્વર લકઝુરીયસ પેકેજીસ કપલદીઠ ૮ હજારથી ૪૫ હજાર સુધી બુક કરાવી રહ્યા છે. આ પેકેજ પ્રખ્યાત લી-મેરીડીયન હોટલના પણ મળી શકે છે.

આ વખતે લાવાસા પ્રમાણમાં ઓછુ ચાલતુ દેખાઇ રહ્યુ છે.

 કેરાલા માટે આ વખતે ઘણો ટ્રાફિક જોવાઇ રહ્યો છે. ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ ફોર સ્ટાર લકઝુરીયસ પેકેજ (બાય એર) પ્રતિ વ્યકિત ૨૯ હજાર આસપાસ ચપોચપ ઉપડી રહ્યા છે. જેમાં કોચીન, મુન્નાર, ઠેકડી, હાઉસબોટ સહિતની જગ્યાઓ ઉપર  રાત્રી રોકાણ અપાયેલ છે. કેરાલાના આ સિવાયના પેકેજીસ પણ વિવિધ રેઇટસમાં ઉપલબ્ધ છે.

નોર્થ કેરાલામાં આવેલ વૈનાડ, બેકલ(કાલીકટ્ટ-મેંગ્લોર)ના એકસ અમદાવાદ પેકેજીસ પણ પસંદ થઇ રહ્યા છે.

 ગણપતીફુલે અને અલીબાગના પેકેજની પણ ઈન્કવાયરી ટ્રાવેલ એજન્ટસ પાસે આવી રહી છે. મુંબઇથી રત્નાગીરી  અને રત્નાગીરીથી આગળ જઇ શકાય છે. ગણપતિફુલેનો બીચ રમણીય અને આહલાદક છે. આવા પેકેજીસ મોટાભાગે FIT (ફ્રીકવન્ટ ઈન્ડિીપેન્ડન્ટ ટ્રાવેલર) પેકેજ તરીકે બુક થઇ રહ્યાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે.

 દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીમાં ફરવા માટે ગોવા 'હોટ પ્લેસ' બન્યુ છે. જો કે દર વર્ષ કરતા ગોવાના પેકેજીસ પ્રમાણમાં થોડા કેાસ્ટલી બન્યા છે. છતા પણ લકોને પોતપોતાના બજેટને અનુરૂપ તથા વિવિધ ફેસેલીટીઝ પ્રમાણે ગોવાના પેકેજીસ મળી જ રહેતા હોય છે.

કારણ કે સહેલાણીઓ અને ટ્રાવેલ એજન્ટસ, બંને માટે ગોવા હરહંમેશ આકર્ષણનુ  કેન્દ્ર રહેતુ હોય છે. ૨ સ્ટારથી માંડી ૫ સ્ટાર સુધીની  હોટલ કેટેગરી પ્રમાણે ગોવાના ૪ રાત્રી ૫ દિવસના એકસ ગોવા પેકેજીસ ૯ હજાર થી માંડી ૩૬ હજાર સુધી પ્રતિ વ્યકિત બુક થઇ રહ્યા છે. ઘણા ટ્રાવેલ એજન્ટસ ૫૫૦૦ રૂપિયાથી પણ બુક કરી રહ્યા છે.

રાજકોટ અને અમદાવાદ થી ગોવાની ટ્ર્ેઇન ફુલ જોવા મળે છે. જેથી વાયા મુંબઇ બસ-ટ્રેન-ફલાઇટ લઇ શકાય છે. અમદાવાદ - ગોવા રીટર્ન એર ટીકીટ મેળવવી મુશ્કેલ અને પ્રમાણમાં કોસ્ટલી પડતી હોય છે. ઘણા ટ્રાવેલ એજન્ટસ  તો  એ.સી. નોન એ.સી લકઝરી બસ દ્વારા  પણ ગોવાના પેકેજીસ ઉપાડી રહ્યા છે.

આ ઉપરાંત સાતમ - આઠમ  માટે નોર્થ ઈસ્ટના દાર્જીલીંગ- ગંગટોક- લાચુંગ-પેલીંગ-યુમ્થાંગ ના ૮ રાત્રી  ૯ દિવસના બાય એર એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિવ્યકિત ૩૮ હજાર આસપાસ મળી રહ્યા છે.

 હિમાચલ પ્રદેશના સિમલા - કુલુમનાલી- ચંડીગઢ સાથેનો ૬ રાત્રી ૭ દિવસનો બાય એર એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૨૫ હજાર  આસપાસ મળે છે. તો સિમલા-મનાલી - ધરમશાલા-ડેલહાઉસી- અમૃતસર સાથેનો ૯ રાત્રીનો  પેકેજ  પ્રતિ  વ્યકિત ૩૪ હજાર આસપાસ પસંદ થઇ રહ્યો છે.

 આ વખતે ઉતરાંચલ - ઉતરાખંડ (નૈનિતાલ- રાનીખેત- કોર્બેટ વિગેરે) થોડુ ઓછુ ડીમાન્ડેેબલ  છે. કારણ કે કોર્બેટના જંગલ ઘેઘુર થઇ ગયા છે. અને ચોમાસામાં પ્રાણીઓ પાણી પીવા બહાર નથી આવતા. તેના ૮ ગેઇટમાંથી  એકજ ગેઇટ ખુલ્લો હોય છે. અહી ચારધામ  યાત્રાને કારણે પણ બહુ ભીડ રહે છે. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી  નરેન્દ્રભાઇ મોદી ગત લોકસભાની ચુંટણી પ્રક્રિયા દરમ્યાન કેદારનાથના દર્શને ગયા તે પછીથી પણ સહેલાણીઓનો ઘસારો વધ્યો હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે.

સાઉથ ઈન્ડિયાની વાત કરીએ તો જન્માષ્ટમી દરમ્યાન બેંગ્લોર - મૈસૂર -કૂર્ગ- કબિનીના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ બાય એર  પેકેજીસ પ્રતિ વ્યકિત ૩૫ હજાર આસપાસ ડીમાન્ડેબલ છે. આ વખતે પ્રમાણમાં ઉંટી-કોડાઇકેનાલની ઓછી ઈન્કવાયરી જોવા મળે છે.

માઉન્ટ આબુ પણ સારૂ ચાલતુ હોય છે. પરંતુ ત્યાં જવા માટે ઘણા કિસ્સાઓમાં ઓનલાઇન બુકીંગ સસ્તુ પડે છે. દિવ પણ ચાલી રહ્યુ છે.

છેલ્લા વર્ષમાં ગુજરાતમાં નર્મદા ડેમ ખાતે બનેલ લોખંડી પુરૂષ  સરદાર વલ્લભભાઇ પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'' પણ વિશ્વના પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.   જેની મુલાકાત લેવા માટે વેબસાઇટ ઉપર ઓન લાઇન બુકીંગ થઇ શકે છે.

લોકો સાપુતારા, કેવડીયા (નર્મદા- સરદાર સરોવર ડેમ) વિગેરેનો લાભ ત્યાંના આહ્લાદક વરસાદી વાતાવરણ અને કુદરતી સોૈંદર્ય સાથેના નઝારાને કારણે ઉઠાવતા થયા છે.

 સોૈરાષ્ટ્રની વાત કરીએ તો લોકો જુનાગઢ-ગીરનાર જઇને ત્યાં આવેલા પ્રસિધ્ધ પે્રરણાધામ ખાતે એક-બે દિવસનું રોકાણ કરીને વિશ્વ પ્રસિધ્ધ જયોતિલીંર્ગ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. દ્વારકા પણ જગપ્રસિધ્ધ કૃષ્ણમંદિર તથા નાગેશ્વર જયોતિર્લિંગના દર્શનનો લાભ લેવા પુષ્કળ લોકો ઉમટી પડે છે.

સાથે સાથે વિરપુર (પ.પૂ. જલારામ બાપા), પરબ, સતાધાર, બગદાણા, ચોટીલા, ખોડલધામ, રાજકોટ સહિતના ગામમાં લોકમેળા, ડેમ, મોલ, મલ્ટીપ્લેક્ષ થીયેટર, તુલસીશ્યામ સહિતના સ્થળોએ લોકો જન્માષ્ટમીની રજાઓ દરમ્યાન ઉમટી પડશે.

 સાસણગીરમાં પણ પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. ત્યાંના નાસ્તા-ડીનર સાથેના ર-રાત્રી ૩ દિવસના ૩ સ્ટાર થી ૫  સ્ટાર હોટલના પેકેજીસ કપલ દીઠ ૮ હજાર થી માંડી ૩૩ હજાર સુધી મળી રહયાનું જાણવા મળે છે. જોકે સાસણગીરમાં તો પ્રાઇવેટ ફાર્મ હાઉસ કે  ખાનગી માલીકીની જગ્યામાં પણ સસ્તી અને સારી હોસ્પિટાલીટી મળતી હોય છે, જેને કારણે સહેલાણીઓને હેરાનગતિ થતી નથી. ત્યાંના લોકો પણ સરળ સ્વભાવના અને સહકારી ભાવના વાળા હોય છે.

 ગુજરાતમાં નર્મદા જિલ્લામાં પોઇચા ખાતે આવેલ સ્વામીનારાયણ સંપ્રદાયનું નિલકંઠધામ પણ ફરવા લાયક અને જોવા-માણવા લાયક છે. ભકતોનો અવિરત પ્રવાહ આ અલોૈકિક સ્થળે જોવા મળે છે. રાજપીપળાથી ૧૨ કી.મી. તથા વડોદરાથી ૫૦ કી.ેમી. જેટલું અંતર છે. www.nilkanthdham.org

 રાજકોટ ખાતે ચારેબાજુ લીલીછમ ધરતીના ખોળે ન્યારી ડેમ રોડ, કાલાવડ રોડ ઉપર આવેલ લકઝુરીયસ રીસોર્ટ રીજન્સી લગુનના પેકેજીસ પણ  ચાલતા હોય છે. અહીં સમગ્ર ગુજરાતનો સોૈથી મોટો કહેવાતો રજવાડી બેન્કવેટ હોલ પણ અસ્તિત્વ ધરાવે છે.

યુરોપીયન કન્ટ્રીઝની લાઇફ સ્ટાઇલનો અનુભવ  કરાવતો રીજન્સી લગૂન રીસોર્ટ કવોલીટી ઓફ ફુડઝ, બેસ્ટ હોસ્પિટાલીટી તથા એટ્રેકટીવ એમિનીટીઝ માટે જાણીતો છે. અહીં યાદગાર રજાઓ ગાળી શકાય છે. (મો. ૭૦૬૯૦ ૫૩૬૧૪-૧૩-૧૨)

 ઇન્ડિયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા ભારતદર્શન વિશેષ  પ્રવાસી ટ્રેન રાજકોટ સહિતના સ્થળોએથી ઉપડતી હોય છે. LTC માન્ય પ્રવાસો પણ હોય છેwww. irctctourism.co (મો. ૯૮૨૫૧ ૧૩૫૬૩ તથા ફોન નં. ૦૭૯ ૨૬૫૮૨૬૭૪)

 ટ્રેન-પ્લેન સિવાય રાજકોટ તથા અન્ય જગ્યાએથી લકઝરી બસ દ્વારા પણ ભારતભરમાં વ્િવિધ જગ્યાઓ માટેના જન્માષ્ટમી પેકેજ ઉપડતા હોય છે. જેમાં જીરાવાલા ટુરીઝમ (મો. ૯૩૭૫૬ ૪૮૫૦૦), સુરજ ટુરીઝમ (૯૫૫૮૪ ૪૭૩૮૮), સંજય યાત્રા સંધ (મો. ૯૪૨૬૭ ૮૮૧૯૬), કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૮૩૪૭૯ ૯૪૯૯૯), ૈઉમીયાજી યાત્રા પ્રવાસ (કિશોરભાઇ પટેલ મો. ૯૪૨૯૩ ૬૩૦૪૦, ૯૮૨૫૦ ૯૩૪૯૫) વિગેરે અગ્રણી ટ્રાવેલ્સ એજન્ટસનો સમાવેશ  થાય છે.

ફોરેન ટુરના વિવિધ પેકેજીસ

સાતમ આઠમમાં અબ્રોડ ફલાઇ કરવાવાળાની વાત કરીએ તો આ વર્ષે પણ દુબઇ હોટકેક રહ્યું છે. દુબઇના પેકેજીસ વિશે સોૈથી વધુ ઇન્કવાયરી અને બુકીંગ હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે.

વિવિધ ફેસેલિટીઝ, હોટલની કેટેગરી,દિવસો  ફલાઇટની કવોલીટી, હોસ્પિટાલીટી અને સાઇટ સીન્સના આધારે દુબઇના એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્યકિત ૫૦ હજારથી ૮૫ હજાર સુધી ટ્રાવેલ માર્કેટમાં ટ્રેડ થઇ રહ્યા છે. દુબઇના ૫ રાત્રી તથા ૬ રાત્રી (૧ રાત્રી લાપીતા) ના પેકેજીસ સહેલાણીઓ દ્વારા પ્રીફર થઇ રહ્યા છે.

 ભારતના લોકોમાં ફોરેન ફરવા જવાનો ટ્રેન્ડ સમગ્ર વિશ્વમાં સોૈથી ઝડપથી વધી રહ્યાનું સામે આવ્યું છે. છેલ્લા ૧૦ વર્ષોમાં વિદેશ ફરવા જનારા પ્રવાસીઓમાં ત્રણ ગણો વધારો થયો હોવાનું જાણવા મળે છે.

સંયુકત રાષ્ટ્રના વિશ્વ પર્યટન સંગઠનના અહેવાલ મુજબ છેલ્લા ૭ વર્ષમાં વિદેશ જતા ભારતીય પર્યટકોની સંખ્યા દર વર્ષે ૧૦ થી૧૨ ટકા જેટલી વધી રહી છે. ફોર્બ્સના જણાવ્યાનુસાર સરેરાશ ભારતીય પ્રવાસી બ્રિટન તથા અમેરિકાના પ્રવાસીઓથી પણ વધુ ખર્ચ કરી રહ્યા છે. ઓર્બિસ રીસર્ચના રીપોર્ટ મુજબ સિંગાપુર અને થાઇલેન્ડમાં ભારતીય પ્રવાસી વધુ હોય છે. જો કે ભારતીયો ટીકીટ મોડી બુક કરાવતા હોવાનુ પણ સામે આવ્યુ છે.

જે દેશોમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થતો જાય છે તેમાં સ્વિટ્ઝરલેન્ડ, મોરેશીયસ, સેસલ્સ, માલદિવ, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલીયા, કેનેડા વિગેરેનો સમાવેશ થાય છે.

પ્રવાસીઓના મનપંસંદ દેશોની વાત કરીએ તો તેમાં કુવૈત , સાઉદી અરેબિયા, યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા , થાઇલેન્ડ, સિંગાપુર, દુબઇ વિગેરેનો સમાવેશ થાય છે.

 જન્માષ્ટમી માટેના સિંગાપુર- મલેશીયા - થાઇલેન્ડ વીથ ડ્રીમ ક્રુઝ(બાલ્કની)ના ૧૩ રાત્રી ૧૪ દિવસના એકસ રાજકોટ પેકેજીસ ૧ લાખ ૩૧ હજાર આસપાસ પ્રતિ વ્યકિત કન્ફર્મ થઇ રહ્યા છે.

ઉપરાંત સિંગાપુર-મલેશીયા વીથ ક્રુઝ ૮ રાત્રી ૯ દિવસના એકસ રાજકોટ પેકેજીસ પ્રતિ વ્યકિત ૧ લાખ ૧૧ હજાર આસપાસ છે.

 થાઇલેન્ડના ફુકેત-પટ્ટાયા - બેંગકોકના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્યકિત ૫૬ હજાર આસપાસ ફીકસ થઇ રહ્યા છે. તો ફુકેત-ક્રાબી - બેંગકોક ના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્યકિત  ૬૫ હજાર આસપાસ ફેવર થઇ રહ્યા છે. થાઇલેન્ડના આ પેકેજીસમાં ફેમીલી ટ્રાફિક જોવા મળે છે.

 તાજેતરમાં ભારતીય પ્રવાસીઓ માટે શ્રીલંકાના વિઝા ફ્રી એન્ડ ઓન એરાઇવલ થતા ટ્રાફિક વધ્યો છે. શ્રીલંકાના ૫ રાત્રી ૬ દિવસના એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્યકિત ૪૦ થી ૪૫ હજાર આસપાસ સેલ થઇ રહ્યા છે.

હોંગકોંગ- મકાઉ- સેન્ઝેનના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિવ્યકિત ૧ લાખ ૧૫ હજાર આસપાસ જન્માષ્ટમી અંતર્ગત મળી રહ્યા છે.

 ટર્કી જવા માટે પણ ટ્રાવેલ્સ એજન્ટસ પાસે ઈન્કવાયરી આવી રહી છે. ટર્કીના ૮ રાત્રી ૯ દિવસના એકસ મુંબઇ પેકેજીસ પ્રતિ વ્યકિત ૧ લાખ ૭૦ હજાર  આસપાસ મળી રહ્યા છે.

 અઝરબાયજાન (બાકુ) કે જે જૂના USSR નું એક કન્ટ્રી છે ત્યાંના ૪ રાત્રી ૫ દિવસના એકસ દિલ્હી પેકેજીસ ૫૫ થી ૬૦ હજાર રૂપિયા આસપાસ પસંદ થઇ રહ્યા છે. જો કે બાકુ અને અલ્માટી (કઝાકીસ્તાન)માટે ફેમિલી ટ્રાફીક નહીવત જોવા મળે છે. સિંગલ ડેસ્ટીનેશન્સ છે. બાકુ મિનિ યુરોપ કહેવાય છે. અહીની નાઇટ લાઇફ ચર્ચામાં રહેતી હોય છે.

કોમનવેલ્થ ઓફ ઈન્ડીપેન્ડન્ટ સ્ટેટસ કન્ટ્રીઝ (સીઆઇએસ) નું બિસ્કેક  (કિર્ગીસ્તાન) પણ ફેમીલી સાથે આઉટ ઓફ ઈન્ડિયા જવા માટે પસંદ થઇ રહયુ છે. યુરોપ પ્રમાણમાં ઓછુ ચાલ્યુ છે.

 ઈન્ડોનેશીયા (બાલી) માટેના ૫ રાત્રી ૬ દિવસના એકસ મુંબઇ પેકેજીસ પ્રતિ વ્યકિત ૬૫ હજાર આસપાસ કિલક થઇ રહ્યા છે.

 તાશ્કંદ, જાપાન, મોરેશીયસ, ચેક રીપબ્લિક વિશે પણ સહેલાણીઓ પુછપરછ કરી રહ્યા છે.

ક્રોએશિયાના તટ વિસ્તારમાં આવેલ ડુબરોવનિક શહેર પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું જાય છે. ક્રોએશિયાનું બુકીંગ પણ અમુક ટ્રાવેલ એજન્ટસ કરી રહ્યા છે. ડુબરોવનિક શહેર સમુદ્ર વેપાર માટે જાણીતું છે.

 ડોમેસ્ટીક તેમજ ઈન્ટરનેશનલ તમામ પેકેજીસમાં કમ્પેરેટીવ  રેઇટસ મળી શકે છે. વિવિધ ઈન્ટરનેશનલ ફ્રેન્ચાઈઝી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે. જેમાં થોમસકુક , કોક્ષ  એન્ડ કિંગ્સ, SOTC, કેસરી, વિણા વર્લ્ડ, ફલેમિંગો, ACE ટુર્સ, ઝેનિથ હોલીડેઝ વિગેરે છે. ઈન્ટરનેટ તથા ઓનલાઇન બુકીંગના જમાનામાં મેક માય ટ્રીપ, GOIBIBO, કલીયર ટ્રીપ વેબ પોર્ટલ તથાOYO રૂમ્સ વિગેરેનો પણ લાભ લઇ શકાય છે. વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ઓનલાઇન  બુકીંગ પણ કરી શકાય છે. ડીસ્કાઉન્ટ અને બેસ્ટ પ્રાઇસ પણ મળી શકે છે.

ઘણા ટ્રાવેલ્સ એજન્ટસ પાસે અગાઉ લીધેલા ટીકીટોના બ્લોક પડ્યા હોવાનુ જાણવા મળે છે. હોટલ બુકીંંગ પણ પડ્યા હોવાનુ સંભળાઇ રહ્યુ છે. જે હજુ વેચવાના  બાકી છે. તો આવી રીતે પડેલા બ્લોક કે હોટલ બુકીંગ ફાયદો કરાવી આપતા હોય છે.

(કોઇ પણ જગ્યા માટેના પેકેજ લેતા પહેલા કે બુકીંગ કરાવતા પહેલા ટુર પેકેજ કે હોટલ પેકેજ વિષેની સંપુર્ણ માહિતીની ચોખવટ જે તે જવાબદાર વ્યકિત સાથે કરી લેવી હિતાવહ છે. જેથી ટુર દરમ્યાન કોઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે તો લેખિતમાં લેવાનો આગ્રહ  રાખી શકાય. અહી લેખમાં આપેલ પેકેજની કિંમતમાં સંજોગોવસાત ફેરફાર શકય છે. અમુક ટ્રાવેલ્સ એજન્ટ દ્વારા કસ્ટમર્સ સાથે છેતરપીંડી થતી હોવાના કિસ્સા અવારનવાર  સામે આવતા હોય છે. તેથી  વિશ્વાસપાત્ર અને ઓથોરાઈઝડ એજન્ટ પાસે જ બુકીંગ કરાવવુ હિતાવહ છે.)

 તો થઇ જાવ તૈયાર, સાતમ, આઠમની રજાઓની મોજ માણવા. વર્ષમાં એક વખત થોડા દિવસો માટે ફેમિલી તથા  ગ્રૃપ સર્કલ સાથે માણેલી રજાઓ જીંદગીભર અવિસ્મરણીય રહે છે. અને તે  સમગ્ર  વર્ષ દરમ્યાન પોઝીટીવ એનર્જી અને ઉર્જા બક્ષે છે,ે જે સાબિત થયેલી વાત છે.

અને એમાં પણ ગુજરાત-સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજા ''રજા ની મજા'' માણવા નિકળેે, પછી તો કંઇ ન ઘટે હો !

જય જય ગરવી ગુજરાત સાથે સર્વેને હેપી જર્ની તથા જન્માષ્ટમીની હ્ય્દયપુર્વકની શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.

રાજકોટ તથા અન્ય જગ્યાએથી ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ટુર પેકેજીસ ઉપાડતા અગ્રણી ટ્રાવેલ એજન્ટસ

કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો.૮૩૪૭૯ ૯૪૯૯૯),બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ (મો. ૮૦૦૦૫ ૦૦૦૫૦), ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ (મો. ૯૮૭૯૫ ૪૦૬૩૩), ફેસ્ટીવ હોલીડેઝ (મો. ૯૭૩૭૮ ૭૭૭૭૯), પ્રભાવ ટ્રાવેલ્સ (મો. ૯૩૨૭૭ ૪૬૨૦૨), આગમ ટુર્સ (મો. ૮૮૬૬૨ ૨૩૮૯૧), (મો. ૯૪૨૮૨ ૮૭૯૧૯), અપ્સરા ટુર્સ (મો. ૯૮૨૪૫ ૬૮૦૧૩), આરવી હોલીડેઝ (મો. ૯૭૧૪૯ ૯૯૯૧૪), બી ટુરીઝમ (મો. ૭૦૧૬૩ ૦૫૫૬૦), સફારી ટુરીઝમ (મો. ૯૫૫૮૯ ૫૫૧૯૯), અખિલ ભારત ટુર્સ (મો. ૯૮૨૫૯ ૧૧૯૨૦), A S ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૮૩૨૦૧ ૨૧૧૧૮),  ટીપટોપ તથા હેવન્સ ટુર્સ (મો. ૯૯૨૪૩ ૯૪૨૭૦), આર.પી. ટુર્સ (મો. ૮૦૮૦૦ ૦૦૦૯૮), નિજ હોલીડેઝ (મો. ૯૮૨૫૦ ૭૭૯૬૯), વ્યાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૯૮૨૪૩ ૩૦૫૫૫), વીર ટ્રાવેલ હાઉસ (મો. ૯૦૮૧૭-૭૧૭૧૩), સંજય યાત્રા સંઘ (મો. ૯૪૨૬૭ ૮૮૧૯૬), એન્જોય હોલીડેઝ (મો. ૯૭૨૩૨ ૮૮૮૮૨), નૂતન ટ્રાવેલ્સ 'અમદાવાદ' (મો. ૯૭૨૪૩ ૦૩૩૭૫), જીયા હોલીડેઝ (મો. ૯૬૨૪૭ ૫૫૧૫૫), રેયાંશ હોલીડે (મો. ૯૦૩૩૪ ૪૫૫૯૯), સૂરજ ટુરીઝમ (મો. ૯૫૫૮૪ ૪૭૩૮૮), બાલભદ્ર હોલીડેઝ (મો. ૯૫૮૬૯ ૭૦૨૨૨), જયેશભાઇ શાહ (મો. ૮૮૬૬૭ ૩૫૬૭૮), મિનાક્ષી ટુરીઝમ (મો. ૯૪૦૮૧ ૯૭૯૫૮), રિદ્ધિ સિદ્ધિ ટ્રાવેલર્સ (મો. ૯૪૨૮૭ ૯૯૬૮૪), ડીસન્ટ ટુર્સ (મો. ૮૨૩૮૫ ૦૮૫૫૧), ડોલફીન ટુરીઝમ (મો. ૮૪૬૦૩ ૪૪૪૪૦), જીરાવાલા ટુરીઝમ (મો. ૭૦૬૯૮ ૮૮૮૪૧), કશીશ હોલીડેઝ (મો. ૬૩૫૬૧ ૦૨૮૬૧), સ્કાય ટુર્સ (મો. ૯૩૭૬૧ ૧૧૧૧૩), અક્ષર ટ્રાવેલ્સ (મો. ૯૮૨૪૨ ૧૫૪૮૧), કોમ્પાસ હોલીડેઝ (મો. ૮૧૪૦૮ ૯૯૯૯૬),જરીવાલા હોલીડેઝ (મો. ૯૧૭૩૩ ૯૧૩૩૩), કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૯૭૧૪૫ ૯૭૧૪૦), સ્ટાર ટુર્સ -અમદાવાદ (૦૭૯૪૦ ૪૦૧૧૧૧), એરેઓ હોલીડેઝ -અમદાવાદ-(મો. ૭૯૬૧૯ ૦૧૧૧૧), માધવન ટુરીઝમ  (મો. ૯૯૯૮૩ ૫૦૦૫૭), વિનસ હોલીડેઝ (મો. ૭૫૭૫૮ ૪૫૫૮૭), કેલાશ યાત્રા પ્રવાસ (મો. ૯૪૨૬૯ ૧૬૩૭૪), સાંઇદિપ ટુર્સ (મો. ૯૮૨૪૪ ૮૪૪૮૪), પટેલ હોલીડેઇઝ (મો. ૯૮૭૯૧ ૨૪૭૭૪), નોવા ટુર્સ, (મો. ૭૮૭૮૨ ૧૦૬૯૬, સ્માઇલ હોલીડેઇઝ (મો. ૯૫૧૨૫ ૦૮૧૮૧), ટ્રાવેલ ટુર્સ-અમદાવાદ ( ૦૭૯૬૭૧૨ ૫૫૫૫), બી ટુરીઝમ (મો. ૮૮૬૬૪ ૩૧૧૧૦), રાધે ક્રિષ્ના ટુરીઝમ(મો. ૭૮૭૮૫ ૫૫૬૫૬), રાધેશ્યામ ટ્રાવેલ્સ (મો. ૯૯૦૯૦ ૩૩૫૩૭), થોમસ કૂક (૦૨૮૧ ૨૪૫૪૪૩૧-૩૨), ફલેમીંગો ટ્રાન્સવર્લ્ડ (મો. ૯૩૭૭૭ ૧૬૬૪૨), શ્રી જલારામ ટુર્સ-રાજકોટ (મો. ૯૬૮૭૫ ૭૧૬૬૧), જેમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો. ૭૨૦૩૦ ૪૦૯૪૪) સત્સંગી યાત્રા -દક્ષિણ ભારત ટૂર (મો. ૯૪૦૮૧ ૦૧૧૨૦), અંજુ ટ્રાવેલ્સ (મો. ૯૯૨૪૪ ૦૫૩૨૫), સાગર ટ્રાવેલ્સ (મો. ૯૪૨૬૦ ૨૦૨૧૦), કૈલાશ યાત્રા પ્રવાસ (મો.૮૨૦૦૯ ૩૩૭૬૮),  શુભ હોલીડેઇઝ (મો. ૭૨૧૧૧ ૧૧૪૭૦), શ્રી રામ હોલીડેઇઝ (મો. ૯૮૨૫૮ ૦૪૨૬૪), ક્રિષ્ના યાત્રા સંઘ-જામનગર (મો. ૯૭૧૪૮ ૮૭૩૮૭), પર્યટન ટુર્સ (મો. ૯૫૮૬૫ ૪૦૫૪૦), ઓમ ટ્રાવેલ્સ (મો. ૯૬૬૨૪ ૪૩૦૦૫), વિનટેઝ ટુર્સ (મો. ૭૦૯૬૨ ૮૬૦૦૩), ટ્રાવેલમ (મો. ૯૨૭૫૧ ૦૪૧૦૪), રાઇટ ફલાઇટ હોલીડેઇઝ (મો. ૮૭૧૦૦ ૦૨૩૦૦), નિયુ ટુર્સ (મો. ૯૧૦૬૯ ૫૯૮૨૯), રોયલ ટુર્સ (મો. ૯૯૦૯૯ ૭૭૭૩૧), વેદાંશી ટ્રાવેલ્સ (મો. ૮૯૦૫૭ ૭૭૩૩૩), ગાંધી ટુર્સ (મો. ૯૯૭૮૧ ૨૧૯૯૯), નવભારત હોલીડેઇઝ (મો. ૯૮૨૫૮ ૦૪૦૭૯), ઇ-૩ હોલીડેઇઝ (મો. ૯૨૨૭૬ ૧૪૩૮૫), યાત્રિક ટુર્સ (મો. ૮૯૯૯૯ ૫૫૯૫૫), જયઅંબે યાત્રા સંઘ (મો. ૭૮૭૪૯ ૬૦૪૬૫), અજય મોદી ટુર્સ (મો. ૬૩૫૧૯ ૬૯૬૯૯), ઇન્ડિયા દર્શન ટ્રાવેલ્સ (મો. ૯૭૧૪૯ ૯૯૯૨૪), કોકસ એન્ડ કિંગ્સ (મો. ૮૮૬૬૬ ૨૫૬૨૪), આરોહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-રૂદ્ર મહેતા (મો. ૮૪૮૭૦ ૦૦૦૭૦), વૃંદાવન યાત્રા સંઘ   (૯૮૯૮૩ ૫૦૦૯૬), પેલિકન ટૂર્સ (૯૦૧૬૨ ૧૮૯૧૮), અર્ક ટૂર ( ૯૪૨૯૫ ૬૨૯૧૧), કલ્યાણ ટૂર્સ (૯૮૨૪૬ ૩૬૧૧૧), ટ્રાવેલ હોલિક (મો. ૯૧૫૭૫ ૯૮૯૯૯), શિવ ટ્રાવેલ્સ (મો. ૯૩૭૪૬ ૩૧૮૫૪), જોય હોલીડેઝ (મો. ૯૩૭૫૮ ૨૮૦૯૫), જલીયાણ ટુર્સ (મો. ૯૪૨૬૬ ૨૩૪૫૧), અપ્સરા ટુર્સ (૯૮૨૪૫ ૬૮૦૧૩), માય ટ્રીપ માય વે (૭૬૦૦૦ ૧૨૯૯૩), આર.કે. વેકેશન્સ (મો. ૭૯૬૧૬ ૧૩૫૩૫), શ્રી હરી ટુર્સ (૯૦૬૭૦ ૭૮૭૯૦), જય ગણેશ ટુર્સ (મો. ૯૪૦૯૫ ૨૮૫૪૭), કલીક ટુ ટ્રીપ ટ્રાવેલ્સ (મો. ૯૦૩૩૦ ૭૪૪૪૫), ઉમીયાજી યાત્રા પ્રવાસ (૯૪૨૯૩ ૬૩૦૪૦), ફન હોલીડેઝ ( ૯૪૨૫૦ ૧૧૯૧૧), એમ.ડી. ટુર્સ (૯૯૭૯૯ ૦૯૩૯૪), એસ્કેપ ટુર્સ ( ૯૮૭૯૦ ૦૩૦૭૩), ડ્રીમ ટુર્સ (૯૭૧૬૪ ૯૭૨૬૪), દ્વારકાધીશ યાત્રા સંઘ જામનગર (૯૬૬૨૬ ૫૪૪૦૦), ડોલર ટુર (૯૪૨૮૨ ૯૬૪૬૪), આરૂષ હોલીડેઝ (૯૫૧૦૩ ૭૩૪૭૫), અર્ક ટુર (૯૪૨૯૫ ૬૨૯૧૧),  અરવિંદ ટુર્સ (૯૯૭૮૬ ૧૫૪૮૬), વંદના ટ્રાવેલ્સ (૯૯૭૯૮ ૭૭૫૦૨), સ્ટેલે ટુર્સ (૯૮૭૯૨ ૬૮૬૪૧), મેઘનાદ હોલીડેઝ (૮૯૫૫૫ ૫૫૫૯૧), એરો ટુર્સ (૯૮૨૪૦ ૫૩૩૭૭), કૈલાશ હોલીડે (૯૮૭૯૩ ૫૨૪૯૯), શકિત ટુર્સ (૭૨૨૬૦ ૨૮૧૮૪), નાગરાજ ટુર્સ (૯૦૯૯૪ ૪૬૬૨૨), કામ્પસ ટુર્સ (૯૪૨૭૪ ૯૫૭૩૩), રાજકોટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૯૮૨૫૯ ૧૧૯૨૦), બાબા ટુર્સ (૯૪૨૬૯ ૮૧૪૭૭), એટલાન્ટા ટુર્સ (૭૬૦૦૬ ૦પપ૪ર), એ. એસ.ટુર્સ (૯૯૦૪૯ ૩૩૩૩પ), લીંક લાઇન ટુરીઝમ (૯૯રપ૦ ૭૧૬૭૬), અરિહંત ટ્રાવેલમ (૯૪૨૦૮ ૯૫૨૦૮), અમૃતા ટ્રીપ્સ (૭૯૯૦૩ ૧૦૧૦૧), અક્ષર હોલીડેઝ (૯૮૨૫૪ ૧૧૧૨૨), બુટ ભવાની ટુરીઝમ (૯૭૨૩૪ ૨૮૯૯૬), મનિષ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (૭૨૯૩૩ ૦૦૦૦૧) વિગેરેનો સમાવેશ થાય છે.

પ્રવાસ દરમિયાનના યાદગાર, સારા-નરસા અનુભવો અમારી સાથે અચૂક શેર કરો

E-Mail: paragdevani@gmail.com

-: આલેખન :-

ડો. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(12:00 pm IST)