Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020
ચલાલા રામાનંદી સાધુ સમાજના પ્રમુખ બાલાબાપુ દેવમુરારીના ભાઇનું અવસાન

ચલાલાઃ રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચલાલા નગરપાલીકા વોર્ડ નં. ૧ ના સદસ્ય બાલાબાપુ દેવમુરારી હરીદર્શન ટ્રાવેલ્સવાળાના ભાઇ , દિલીપભાઇ તુલસીદાસબાપુ દેવમુરારી (ઉ.વ.૪૬)નું અવસાન થયેલ છે.સદગત સરળ, નિખાલસ અને માયાળુ સ્વભાવના હતા. દરેક સમાજના આગેવાનો અને દરેક સામાજીક સંસ્થાના વડા ન.પા.ના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ તમામ ન.પા.ના સભ્યશ્રીઓ અને ન.પા.ના તમામ કર્મચારીગણ સહીત મોટી સંખ્યાના શહેરીજનો એ બાલાબાપુ દેવમુરારી પરીવારને સાંત્વના પાઠવી દુઃખમાં સહભાગી બની શ્રધ્ધાંજલી પાઠવી હતી. પાલીકાના તમામ સદસ્યો, ચીફ ઓફીસર અને તમામ કર્મચારીગણ બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. એ માનમાં બપોર પછી ન.પા. કર્મચારીએ કામકાજ બંધ રાખી રજા પાળેલ હતી. કોઇની પરીસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું ટેલીફોનીક રાખવામાં આવેલ છે. બાલબાપુ દેવમુરારી મો.નં. ૯૦૯૯૭૦૯૯૯૦, ૯૪ર૮૮ ૭૧૮૧૮.

જુની પેઢીના જાણીતા વેપારી અગ્રણી અનિલભાઇ ખેતાણીનું નિધન : કાલે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ જુની પેઢીના જાણીતા વેપારી અગ્રણી પેઢીના સ્વ. શાંતીલાલ અમરશી ખેતાણીના પુત્ર અનિલભાઇ (ઉ.વ.૭ર) તે સ્વ. કીર્તિબહેનના પતિ અને સ્વાતિ, કુંજલ, નમ્રતા તથા કિશનના પિતાશ્રી જે ભરતભાઇ,  સ્વ. સુરેશભાઇ , રૂપાબેન, બીપીનભાઇ વસાણી (કલ્યાણ)ના ભાઇ તે જાણીતા વેપારી અગ્રણી પેઢીના સ્વ. હંસરાજભાઇ દુર્લભજીભાઇ મોરજરીયાના જમાઇ અને સિધ્ધાર્થભાઇ લાખાણીના સસરાનું તા. ર૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સ્વ.નું ટેલીફોનીક બેસણું કાલે શુક્રવાર તા. રપના રોજ સાંજે  ૪ થી ૬ દરમિયાન રાખવામાં આવે છે. ફોન નં. કિશન(૭પ૬૭૦ ૦૧૧૧૦) સ્વાતિબહેન (૯૩ર૭૩ ૧૭૭૭૧, નમ્રતા (૯૯૭૪ર૧૦૦૦૬) સસુરપક્ષની સાદડી સાથે જ રાખવામાં આવેલ છે. ફોન નં. સુરેશભાઇ અને હર્ષદભાઇ મોરજરીયા (૯૪ર૬૦ ૭૭૭૭૭)

ધોરાજીના એડવોકેટ ધીરૂભાઇ ઠેસીયાના પિતાનું અવસાન

ધોરાજી : શિક્ષણવિદ અને સેવાભાવી અને એડવોકેટ ધીરૂભાઇ પિતા જસમતભાઇ રવજીભાઇ ઠેસીયાનું અવસાન થયેલ છે. અંતિમ યાત્રામાં પરીવારજનો વકીલ મંડળ સહિતના લોકો જોડાયેલ હતા અને શિક્ષણ સહિતની સેવાક્રિય પ્રવૃતિઓને બીરદાવી અને શ્રધ્ધાંસુમન અર્પી હતી.

અવસાન નોંધ

ત્રિભોવનભાઇ ધાનજા

રાજકોટઃ ત્રિભોવનભાઇ ઝવેરભાઇ ધાનજા (મુળ મોટા મહિકા હાલ રાજકોટ) જે જયેશભાઇ તથા જીજ્ઞેશભાઇના પિતા અને શૈલેષભાઇ તથા નિતેશભાઇના કાકા તા.૨૩ના રોજ કૈલાશવાસ પામેલ છે. તેનુ ટેલીફોનીક બેસણું તા.૨૫ને શુક્રવારે તેમના નિવાસ સ્થાન બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં.૭, રાજમોતી ઓઇલ મીલ સામે ભાવનગર રોડ મીલ સામે ભાવનગર રોડ રાજકોટ જીજ્ઞેશભાઇ ૯૯૨૪૪૮૧૨૫૩, જયેશભાઇ ૯૯૨૪૪ ૫૦૭૧૮, શૈલેષભાઇ ૯૧૦૬૬ ૭૯૭૯૦, નિતેષભાઇ ૯૮૨૫૦ ૭૮૦૩૬

રાજેશભાઇ મુછાળા

રાજકોટ : દશામોઢ માંડલીયા સ્વ. કાંતીલાલ વૃજલાલ મુછાળાના પુત્ર રાજેશભાઇ (ઉ.વ.પર) તે નીલેષભાઇના મોટા ભાઇના અમરભાઇના મામાનું તા. ર૩ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ર૪ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અમરભાઇ ૬૩પપ૬ર૭પ૦પ, ૯૯ર૪૩ ૦૧૧૩૪.

હિનાબેન તન્ના

રાજકોટઃ સ્વ.ધારશીભાઈ જાદવજીભાઈ બેડલાવાળાના પુત્ર મનહરલાલ તન્ના (કનુભાઈ)ના પુત્રવધુ, ચેતનભાઈ તન્નાના પત્ની, જીતાર્થ તથા જીતના માતુશ્રી, જે મહેન્દ્રભાઈ બાટવીયાની પુત્રી હિનાબેન (ઉ.વ.૪૬)નું તા.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું કનુભાઈ તન્ના મો.૯૭૨૪૨ ૪૮૮૦૯, ચેતનભાઈ તન્ના મો.૮૭૦૦૭ ૧૯૫૭૯ છે.

હસમુખભાઈ ધોળકિયા

રાજકોટઃ હંસરાજભાઈ (હસમુખભાઈ) દેવજીભાઈ ધોળકિયા (ઉ.વ.૭૯) તે સ્વ.શારદાબેન હંસરાજભાઈ ધોળકિયાના પતિ તેમજ દિપકભાઈના પિતાશ્રીનું તા.૨૩ને બુધવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૫ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિપકભાઈ મો.૮૮૬૬૮ ૨૭૯૪૭, રીનાબેન મો.૯૭૩૭૦ ૦૫૩૮૩, નિપાબેન મો.૯૯૨૫૯ ૨૭૯૫૩, નેહાબેન મો.૯૭૧૪૮ ૩૩૯૪૨, આરતીબેન મો.૯૫૮૬૨ ૬૬૬૦૨, કેતનકુમાર મો.૯૪૨૮૫ ૩૦૬૮૬, રાજેશકુમાર મો.૯૮૨૪૫ ૬૬૨૪૬, નરેન્દ્રકુમાર મો.૯૯૭૮૯ ૬૭૭૬૭

ભાગીરથીબેન મીરાણી

રાજકોટ : ભાગીરથીબેન (ભારતીબેન) કાન્તિલાલ મીરાણી તે અક્ષર એન્ટરપ્રાઇઝવાળા જયેશભાઇ, નિલેશભાઇ, યોગેશભાઇ, સ્મિતાબેન પ્રેમલકુમાર તન્ના તથા સીમાબેન કેતનકુમાર ચોલેરાના માતુશ્રી તેમજ સ્વ. રામજીભાઇ સવજીભાઇ સેજપાલના દિકરીનું તા. ૨૪ ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૨૪ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયેશભાઇ મો.૯૮૨૪૨ ૨૭૩૬૯, યોગેશભાઇ મો.૯૭૨૫૭ ૩૯૮૩૯ નો સંપર્ક થઇ શકશે.

મુકેશભાઇ કોટેચા

રાજકોટ : મુકેશભાઇ દેવરાજભાઇ કોટેચા (ઉ.વ.૬૦) તે સીતારામ ગ્રેઇન તથા રઘુકુળ ટ્રેડર્સ માર્કેટીંગયાર્ડવાળા તે ફાલ્ગુનીબેન, ખુશ્બુબેન અને યશના પિતાશ્રી તેમજ સ્વ. વિનોદરાય, સ્વ. નલિનભાઇ, અશ્વિનભાઇના નાનાભાઇ તેમજ રાજુભાઇના મોટાભાઇ તેમજ કુંદનબેન, હંસાબેન, ભારતીબેનના ભાઇ તેમજ ભગવાનદાસ વલ્લભભાઇ તન્નાના જમાઇ તેમજ રજનીશકુમાર અને રોહનકુમારના સસરાનું તા. ૨૪ ના અવસાન થયેલ છે.

રસીલાબેન ચંદારાણા

વાંકાનરઃ સ્વ. જગુભાઇ જીવરાજભાઇ ચંદારાણાના પત્ની રસીલાબેન જગુભાઇ ચંદારાણા (ઉ.વ.૮૦) તે હીતેશભાઇ (શિવ પાન), ધર્મેશભાઇ તથા ભારતીબેન અશોકકુમાર તન્ના તથા મીનાબેન મુકેશભાઇ રાજાણીના માતુશ્રી તથા હેમાંગ, શિવાની, કૌશલ અને પ્રિતેશના દાદીમાં તેમજ માધાપર વાળા સ્વ. વિસનજીભાઇ ચકુભાઇ રવેશીયાના દિકરા તા. ર૧ના શ્રીજીચરણ પામેલ છે.  સદ્ગતનું ટેલીફોનિક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા. રપ ને શુક્રવારે સાંજે ૪ થી ૬, વાંકાનેર રાખેલ છે.

મુકુન્દરાય કતિરા

રાજકોટઃ સ્વ.લક્ષ્મીદાસ હેમરાજ કતિરાના પુત્ર મુકુન્દરાય કતિરા તે સ્વ.લલીતભાઈ તથા સ્વ.કાંતિભાઈ લક્ષ્મીદાસ કતિરાના નાનાભાઈ અને સુરેશભાઈ કતિરાના મોટાભાઈ તેમજ રૂપાબેન, પ્રીતિબેન, ભકતીબેન તથા પૂર્વીબેનના પિતાશ્રી તા.૨૧ના સોમવારે અક્ષરનિવાસી થયા છે. તેઓ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અત્યંત સેવાભાવી કાર્યકર હતા. બ્રમ્હસ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞાથી સાંજની આરતી અષ્ટકનું પઠન કરવાની સેવા આપતાં. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

સામતભાઈ હેરમા

રાજકોટઃ કારડીયા રાજપૂત સમાજ અગ્રણી સામતભાઈ સાયરભાઈ હેરમા (ઉ.વ.૬૦) તે સ્વ.સાયરભાઈ જેમલભાઈ હેરમાના પુત્ર તથા શુરાભાઈ સાયરભાઈ હેરમાનાં નાનાભાઈ તથા મયુરભાઈ તથા આશિષભાઈના પિતાશ્રીનું તા.૨૨ને મંગળવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ ગુરૂવારે સાંજે ૪ થી ૭ રાખેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ઘરે કોરેન્ટાઈન હોવાથી કોઈએ રૂબરૂ ન આવવું તથા લૌકિક ક્રિયા, બેસવાની પ્રથા બંધ રાખેલ છે.

શશીકાંતભાઈ વઘાડિયા

રાજકોટઃ ગુર્જર સુથાર શશીકાંતભાઈ ડાયાલાલ વઘાડિયા (રાણવાળા) (ઉ.વ.૬૫) તે ગં.સ્વ.વિણાબેનના પતિ તથા સ્વ.નારણભાઈ રણછોડભાઈ વાલંભીયા (જાંબુડાવાળા)ના જમાઈશ્રી તથા કવિતા, ચાંદની તથા બિજલના પિતાશ્રીનું તા.૨૩ના બુધવારે અવસાન થયેલ છે.

ચંદ્રકાંતભાઇ રાવલ

ગોંડલઃ મૂળ મોરબી હાલ ગોંડલ નિવાસી ચંદ્રકાંતભાઇ ડાયાલાલ રાવલ (ઉ.૬૩) મંજુલાબેનનાં પતિ, લલિતભાઇ ડાયાલાલ રાવલના ભાઇ, જયંતિલાલ ત્રિવેદીના બનેવી, અર્યનાબેન, દર્શનાબેન (મો.૮૭પ૮પ ૪૬૮પ૬), હાર્દિકભાઇ (મો.૯૮ર૪૦ ૬પ૩પ૬), સિદ્ધાર્થભાઇ (મો.૮૧૪૧ર રરરપર) ના પિતાશ્રીનું તા. ર૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.રપને શુક્રવારે રાખેલ છે.

ચંદ્રેશભાઇ દક્ષિણી

રાજકોટઃ ચંદ્રેકભાઇ નારણદાસ દક્ષિણી (ઉ.પ૮) તે  સ્વ.નારણદાસ રવજીભાઇ દક્ષિણીના પુત્ર રાજુભાઇ તથા રેખાબેનના મોટાભાઇ માધુરીબેનના પતિ મોહિત, ધવલ, વૈશાલીના પિતાશ્રી તથા દર્શનના અદાનું તા.ર૩ ના અવસાન થયેલ છે.સ્વ.નું ટેલિફોનિક બેસણું આજે તા.ર૪ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે રાજુભાઇ ૯૪ર૬૮ ૧૬૪૯૬, મોહિત ૮પ૩૦૬ ૦૯૦૮૭, ધવલ ૯૭ર૬૭ ૮૪૮૭૭, દેવેન્દ્રકુમાર ૯૮રપર ૧૦૬૪૪ છે.

ગોવિંદભાઇ માંડલીયા

રાજકોટ : ગૌ.વા. પ્રાણજીવનદાસ કરશનદાસ માંડલીયા (જોડીયાવાળા) ના પુત્ર સોની ગોવિંદભાઇ  પ્રાણજીવનદાસ માંડલીયા(માતૃકૃપા જવેલરી મેન્યુ.વાળા) (ઉ.પ૮) તે અજયભાઇ, ભાવેશભાઇ, વિજયભાઇના મોટાભાઇ તરૂણભાઇ, ધ્વનિબેન નિરવકુમાર વાગડીયા, ઉષાબેન રવિકાંતભાઇ વાગડીયાના પિતાશ્રી, ચંદ્રશભાઇ, હિમાંશુ, જતીન, રક્ષેસના ભાઇજી તથા ગો.વો પરમાનંદભાઇ ગોરધનભાઇ આડેસરા, મઘડીયા (રતલામવાળા)ના જમાઇ તથા શાંતિલાલ, હિરાલાલ તથા ગીરીશભાઇના બનેવી તા.રર ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૪ના ગુરૂવારે સવારે ૧૦-૩૦ થી ૧ર-૦૦ અજયભાઇ ૯૭૧૪૮ ૮૦૮૭૧, ચંદ્રેશભાઇ ૯ર૭૬૦ ૮૭૦૦૧, ભાવેશભાઇ ૭૯૮૪૪ ૭૮૬પર, વિજયભાઇ ૯૪ર૮પ ૮૩પ૦૧, તરૂણભાઇ ૯૭ર૬૬ ૦૦૭ર૧, પિયર પક્ષ શાંતિલાલ - ૯૯૦૪ર ર૭૬ર૦, પ્રદીપભાઇ ૯૭ર૭૬ પ૪ર૩૧, જીતુભાઇ ૯૮ર૪ર ૮ર૦પ૯

સુરેશચંદ્ર કોટેચા

રાજકોટઃ સુરેશચંદ્ર લક્ષ્મીદાસ કોટેચા તે સ્વ. જુગલભાઇ, અનિલભાઇ, પ્રફુલભાઇ તથા સ્વ. ઇન્દિરાબેનના ભાઇ તથા મથકવાળા સ્વ. લાલજીભાઇ દેવશીભાઇ કાથરાણીના જમાઇ અને ધર્મેશભાઇ, દિપેનભાઇ, ભૂમિકાબેનના પિતાશ્રીનું તા.૨૩ના બુધવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તથા સસરાપક્ષની સાદડી તા.૨૫ને શુક્રવારે સાંજે ૩ થી ૬ વાગ્યે રાખેલ છે. ધર્મેશભાઇ સુરેશચંદ કોટેચા મો. ૯૩૭૪૧ ૦૦૧૩૨, દિપેનભાઇ સુરેશચંદ્ર કોટેચા મો.૯૮૨૪૩ ૧૨૦૯૯, ભૂમિકાબેન માત્રાવાડીયા મો.૯૧૫૭૩ ૯૭૯૨૨, અનિલભાઇ  લક્ષ્મીદાસ કોટેચા મો.૮૮૪૯૧ ૪૦૧૪૧, પ્રફુલભાઇ લક્ષ્મીદાસ કોટેચા મો.૭૬૦૦૬ ૯૦૭૭૭, અશોકભાઇ કાથરાણી મો.૯૮૨૫૨ ૨૨૮૫૨ નો સંપર્ક થઇ શકશે.

દિનાબેન દોશી

રાજકોટઃ મુળ ધોરાજી હાલ રાજકોટ દિનાબેન (ઉ.વ. ૭૪) તે સ્વ. પ્રવિણચંદ મગનલાલ દોશીનાં ધર્મપત્નિ, તે સ્વ. મગનલાલ કરમચંદ દોશીના પુત્રવધુ તે પિયુષભાઇ, હિમાંશુભાઇ (ડીવાય.એસપી. એ.સી.બી.), અલ્કાબેન તથા કામીનીબેનના માતુશ્રી તે ખંજનબેન, મમતાબેન, બ્રિજેશભાઇ પારેખ તથા સ્વ. નિમિષભાઇ સંઘાણી (કોલકતા)ના સાસુ, તે ચિંતન મહેતા (મેલબોર્ન) તથા વિરલ કાનાબારના નાનીજી સાસુ તા.૨૩ બુધવારે અરિંહતશરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ને ગુરૂવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. પિયુષભાઇ દોશી  ૯૭૨૩૮ ૧૧૧૧૧, હિમાંશુભાઇ દોશી ૯૯૨૫૩ ૧૧૩૩૩, ખંજનબેન દોશી ૯૮૭૯૯ ૫૪૫૯૯, મમતાબેન દોશી ૮૭૫૮૮ ૨૨૩૩૩, અલ્કાબેન પારેખ ૯૯૦૪૨ ૧૮૨૨૯, કામીનીબેન સંઘાણી ૭૦૦૩૫ ૧૭૫૩૯, બ્રિજેશભાઇ પારેખ મો.૯૮૨૪૬ ૯૪૫૯૪ વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

 ચંદ્રકાંતભાઇ રાવલ

રાજકોટઃ મુળ મોરબી હાલ ગોંડલ નિવાસી ચંદ્રકાંતભાઇ ડાયાલાલ રાવલ (ઉ.વ.૬૩) તે મંજુલાબેનના પતિ, લલીતભાઇ ડાયાલાલ રાવલના ભાઇ, જયંતિલાલ ત્રિવેદીના બનેવી, અર્ચનાબેન, દર્શનાબેન મો.૮૭૫૮૫ ૪૬૮૫૬, હાર્દિકભાઇ મો.૯૮૨૪૦ ૬૫૩૫૬, સિધ્ધાર્થભાઇ મો. ૮૧૪૧૨૨૨૨૫૨ના પિતાશ્રીનું તા.૨૩ના અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૫ શુક્રવારે રાખેલ છે.

સારંગ ભટ્ટ

રાજકોટઃ સારંગ કલ્પેશભાઇ ભટ્ટ (ઉ.વ.૧૪)  કલ્પેશભાઇ કે. ભટ્ટ (સરસ્વતી શીશુ મંદિર), ૯૪૨૯૫ ૬૭૧૦૭ તથા ખ્યાતિબેન કે. ભટ્ટ (ડિસ્ટ્રીકટ કોર્ડીનેટર નારી અદાલત રાજકોટ) ૯૩૨૭૬ ૫૬૨૯૯ના પુત્ર તથા કુમારીલભાઇ કે. ભટ્ટ (નાગરીક બેંક) ૯૪૨૮૨૦૦૮૬૦ તથા દેવેન્દ્રભાઇ કે ભટ્ટ ૯૮૭૯૪ ૯૪૫૬૩ ના ભત્રીજાનું તા.૨૩ના અવસાન થયેેલ છે. જેનું ટેલીફોનીક બેસણું તા.૨૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

શારદાબેન લાલજીભાઇ વ્યાસ

રાજકોટઃ વાંકાનેર નિવાસી સ્વ. શારદાબેન લાલજીભાઇ વ્યાસ (ઉ.વ.૮૭) તે સ્વ. લાલજીભાઇ લક્ષ્મીશંકર વ્યાસના ધર્મપત્નિ, તે પ્રવિણભાઇ, જયવંતભાઇ, સુરેશભાઇના માતુશ્રીનું તા.૨૨ના મંગળવારે અવસાન થયેલ છે. જેનું ટેલીફોનીક બેસણું તા.૨૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

કસ્તુરબેન પુરોહીત

રાજકોટઃ જગદીશ અબોટી બ્રાહ્મણ કસ્તુરબેન ગોવિંદજી પુરોહીત (ઉ.વ.૭૮) તે સ્વ. ગોવિંદજી આણંદજી પુરોહીતના ધર્મપત્નિ તથા મનોજભાઇ (પોલીટેકનીક), કેતનભાઇ (સૌ. યુનિવસીર્ટી), રમેશભાઇ (આઇટીઆઇ દ્વારકા), ચંદ્રકાંતભાઇ (રાજુ એંજી.) તથા રાજેશભાઇ (ગારડી કોલેજ)ના માતુશ્રી નું તા.૨૨ના મંગળવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

ગોદાવરીબેન કાનાબાર

રાજકોટઃ ગં.સ્વ. ગોદાવરીબેન દામજીભાઇ કાનાબાર (ઉ.વ.૮૫) તે દામજીભાઇ ખીમજીભાઇ કાનાબારના પત્નિ, તે મહેશભાઇ, કિશોરભાઇ, સ્વ. તરૂણભાઇ તેમજ જયોતિબેન જીતેષકુમાર રૂપારેલના માતુશ્રી તા.૨૨ના મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સદગતનું ટેલીફોનીક તા.૨૪ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. મો. મહેશભાઇ ૯૪૦૮૬ ૬૪૯૦૯, રાજેશભાઇ ૯૪૨૮૨ ૫૩૨૫૩, યશ ૯૫૮૫૬ ૬૬૮૮૧નો સંપર્ક થઇ શકશે.

કેયાબેન મોદી

રાજકોટઃ જૈનવણીક કેયાબેન (ઉ.વ.૫૨) તે પ્રવિણચંદ્ર ભોગીલાલ મોદી તે સ્વ. હેમલતાબેનની સુપુત્રી તેમજ (જામનગર વાળા) સ્વે નરેન્દ્રભાઇ ચમનલાલ ઉદાણીની ભાણેજનું તા.૨૩ના બુધવારે અવસાન થયેલ છે. કાકા મહેશભાઇ બી. મોદી. મો.૯૮૨૪૦ ૪૧૯૯૧, તેજસ મહેશભાઇ ૯૮૭૯૫ ૪૧૯૯૧નો સંપર્ક થઇ શકે છે.

પ્રતાપભાઇ દત્તાણી

ખંભાળીયા : મૂળ ખંભાળીયા નિવાસી પોરબંદરના વતની પ્રતાપભાઇ કલ્યાણજી દત્તાણી ઉ.વ.૭૪ (કલ્યાણબાગ ખંભાળીયા, ગ્રીનોવો બાયો ફયુઅલ પોરબંદર વાળા) તે આનંદભાઇ દત્તાણીના પિતા તથા ખંભાળીયા કલ્યણ હોટલ વાળા વિઠ્ઠલભાઇના નાનાભાઇ તથા સચિનભાઇ દતાણીના કાકા તા.ર૩ના રોજ અવસાન પામ્યા છે. વર્તમાન સંજોગોમાં સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ર૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. આનંદભાઇ દતાણી ૯૮૭૯પ ૦પ૯૯૭, સચિનભાઇ દતાણી ૯૮રપર ૧૪ર૪૭

ઉમેદભાઇ ભાયાણી

રાજકોટ : ખડ ધોરાજી નીવાસી નાનજીભાઇ નથુભાઇ ભાયાણીના પુત્ર ઉમેદભાઇ તે સ્વ. કિશોરભાઇ તથા કમલેશભાઇ તથા શૈલેષભાઇનાં ભાઇનું તથા ધવલ તથા કૌશીકનાં પિતાનું   અવસાન થયેલ તા.૨૩ના રોજ  થયેલ છે. તેમનુું ટેલીફોનીક બેસણું તા. ૨૫ને શુક્રવારનાં રોજ રાખેલ છે. 

નવા ઝાંઝરીયાના ગંગાબેનનું ૧૦પ વર્ષની વયે અવસાન

બગસરા :.. નવા ઝાંઝરીયા નિવાસી ગંગાબેન શંભુભાઇ સતાસિયા (ઉ.વ.૧૦પ) તે કાંતિભાઇ ચેરમેન માકેર્ટીંગ યાર્ડ બગસરા તથા વિજયભાઇના માતુશ્રી, તેમજ હરેશભાઇ, ભાવીનભાઇ, નયનભાઇ દાદીનું  તા. ર૩ ને બુધવારના રોજ અવસાન થયેલ છે.

ચંદ્રીકાબેન ત્રિવેદી

રાજકોટ : ચા. મ. મો. બ્રાહ્મણ મુળ નવા સાદુળકા હાલ રાજકોટ શ્રી જયંતિલાલ મણીશંકર ત્રિવેદીના નાનાભાઇ દુર્લભજીભાઇના ધર્મપત્ની ચંદ્રીકાબેન (ઉ.૬૮) તે કિશોરભાઇ (રીલાયન્સ જામનગર), દિવ્યેશભાઇ (શ્રીરામ સીટી ફાયનાન્સ) તથા માલતીબેન પી. ભટ્ટ (રાજકોટ) અને નયનાબેન એસ. મહેતા (મોરબી)ના માતુશ્રીનું તા. ર૩ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. રપ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૯૯૮ર ૧૪૭૪૮, મો. ૯રર૮૬ ૦૪૪૦૩ છે.

દિનુમતીબેન દોશી

મોરબી : સ્વ. દોશી જમનાદાસ કેવલચંદના ધર્મપત્ની દિનુમતીબેન જમનાદાસ દોશી (ઉ.૮પ), તે હર્ષદભાઇ, અતુલભાઇ, સંજયભાઇ તથા પ્રતિભાબેન કિશોરકુમાર શાહ અને ચંદ્રીકાબેન મુકેશભાઇ મહેતાના માતુશ્રી તેમજ પન્નાબેન, મનીષાબેન, સોનલબેનના સાસુ તથા દિપેશ, અલ્પેશ, રાજન, ધાર્મિન, સ્મિત, પલક, જીનય અને મીતના દાદીમા તેમજ મણીલાલ જુઠાલાલના પુત્રી તા. ર૩ બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે.

જયપ્રકાશભાઇ કારિયા

મોરબી : જયપ્રકાશભાઇ દુર્લભજીભાઇ કારિયા (ઉ.૭ર) તે રાજેન્દ્રભાઇ, નિલેશભાઇ, સંદિપભાઇ તેમજ પ્રગતિબેન જીગરકુમાર સામાણીના પિતાશ્રી તેમજ સ્વ. ત્રિભોવનદાસ બેચરભાઇ પોપટના જમાઇનું તા. રર ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક ઉઠમણુ તથા સસરા પક્ષની સાદડી તા. રપ મીએ શુક્રવારના રોજ સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે.

નનકુભાઇ ડેર

કુંકાવાવ મોટી :.. બરવાળા બાવીસી નિવાસી નનકુભાઇ ભુરાભાઇ ડેર (ઉ.વ.૯૦) તે વાસુરભાઇ તથા પ્રતાપભાઇના પિતાશ્રી તેમજ સુભાષભાઇ, અશોકભાઇ ત્થા જીજ્ઞેશભાઇના દાદાનું તા. ર૩ ના અવસાન થયેલ છે.

પોપટભાઇ કાવઠીયા

કુંકાવાવ મોટી :.. નવા ઉજળા નિવાસી પોપટભાઇ પોલાભાઇ કાવઠીયા (ઉ.૯૯) (પ્રમુખશ્રી કડવા પટેલ સમાજ નવા ઉજળા) તે મધુભાઇ, સ્વ. મનસુખભાઇ, નવનીતભાઇ, ઉમેશભાઇ, ત્થા વિનોદભાઇના પિતાશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે.

રાજેશભાઇ મુછાળા

રાજકોટ : દશામોઢ માંડલીયા સ્વ. કાંતીલાલ વૃજલાલ મુછાળાના પુત્ર રાજેશભાઇ (ઉ.વ.પર) તે નીલેષભાઇના મોટા ભાઇના અમરભાઇના મામાનું તા. ર૩ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ર૪ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અમરભાઇ ૬૩પપ૬ર૭પ૦પ, ૯૯ર૪૩ ૦૧૧૩૪.