Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018
રાજકોટ મ્યુ. કોર્પોરેશન વિઝીલન્સ કલાર્ક કાળુભાઇ બકુત્રાનું અવસાન : શુક્રવારે બેસણું

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન રાજકોટ ખાતે વિઝીલન્સ કલાર્ક તરીકે ફરજ બજાવતા મુળ નાની બરારના વતની કાળુભાઇ પરબતભાઇ બકુત્રા (ઉ.વ.૫૯) તે અશ્વિનભાઇ બકુત્રા (કાન્હા લેન્ડ ડેવલોપર્સ), લતાબેન વિમલભાઇ ડાંગર અને સોનલબેન કુલદીપભાઇ બાલાસરાના પિતાશ્રી તેમજ ધાર્મિક બકુત્રાના દાદાનું તા. ૬ ના મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૯ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાન, 'દ્વારકેશ', નવલનગર-૪, મવડી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધોરાજીના પૂર્વ સાંસદ અરવિંદભાઇ : પટેલનું અવસાનઃ શનિવારે બેસણું

ધોરાજીઃ ધોરાજીનાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અરવિંદભાઇ પટેલનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થતા લેઉવા પટેલ સમાજમાં, કોંગ્રેસી કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.

સ્વ.અરવિંદભાઇ મનસુખભાઇ મોહનભાઇ પટેલ (અમેરીકા) કિશોરભાઇના ભાઇ તેમજ ધર્મેશ પટેલ તથા સૌરભભાઇ પટેલના પિતાશ્રી થતા હતા. સદ્દગતનું બેસણું તા.૧૦ને શનિવારે સાંજે ૪ થી ૬, લેઉવા પટેલ બોર્ડીંગ પોલીસ સ્ટેશન રોડ ધોરાજી ખાતે રાખેલ છે.

અરવિંદભાઇએ ધોરાજી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ, કુમાર કન્યા છાત્રાલય, પટેલ વિદ્યામંદિર, રાજકોટ સ્થિત લેઉવા પટેલ કન્યા છાત્રાલય, પટેલ રંગ મંડળ તેમજ લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા હતા.

સ્વ.ની સ્મશાનયાત્રામાં રાજકીય, સામાજીક આગેવાનો, ડોકટરો, વકીલો, શિક્ષણવિદ્દો, પત્રકારો જોડાયા હતા.

અવસાન નોંધ

રમણીકલાલ કોટક

રાજકોટ : સણોસરાવાળા વલ્લભદાસ દેવચંદ કોટકના પુત્ર અને દિનેશચંદ્ર ગોરધનદાસ ચંદારાણાના બનેવી અને વજુભાઈ તથા હસમુખભાઈ કોટકના મોટાભાઈ અને સતીષભાઈ, કીરીટભાઈ, જયેશભાઈ કોટકના પિતાશ્રી રમણીકલાલ વલ્લભદાસ કોટક (ઉ.વ.૮૨) શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી બંને એક સાથે તા.૧૦ને શનિવારે સાંજે ૪ થી ૫ ભોમેશ્વર મહાદેવ મંદિર, જામનગર રોડ, ખાતે રાખેલ છે.

ગોકળભાઈ મારડીયા

રાજકોટ : કુતીયાણા નિવાસી વાણંદ ગોકળભાઈ ભાણજીભાઈ મારડીયા (ઉ.વ.૮૦) તે હરેશભાઈ, ગીરીશભાઈ તથા દિવ્યાબેન તથા સોનલબેનના પિતાશ્રી, તેમજ રમેશભાઈ મારૂ (ભાણવડ), હરેશભાઈ દસાડીયા (રાજકોટ)ના સસરા તથા ભીખુભાઈ બગથરીયા (ભાયાવદર) તથા જયંતિલાલ શીશાંગીયા (રાજકોટ)ના સાળાનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ના રોજ તેમના નિવાસસ્થાને કુતીયાણા મુકામે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જનકબેન માઢક

રાજકોટઃ જસદણ નિવાસી રાજગોર બ્રાહ્મણ (કાઠી) જનકબેન હિંમતલાલ માઢક (ઉ.વ.૬૫) જે સ્વ.પ્રાણશંકર પુરૂષોત્તમ ચાંવની પુત્રી તથા વર્ષાબેન યોગેશભાઈ પંડ્યા તથા પારૂલબેન રમેશકુમાર બોરીસાગરના માતુશ્રી તથા મહેશભાઈ, અશોકભાઈ, દિલીપભાઈ, દિનેશભાઈ તથા પ્રફુલભાઈ અને અનસુયાબેન, ચંદ્રકાન્ત માઢકના મોટાબેનનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ શુક્રવારે, સાંજે ૪ થી ૬, રંગીલેશ્વર મહાદેવ મંદિરે, હસનવાડી શેરી નં.૨, રાજકોટ ખાતે રાખેલ છે.

હરિભાઇ વોરા

ગોંડલઃ હરિભાઈ ધરમશીભાઈ વોરા તે અરવિંદભાઈ તથા બાલકૃષ્ણ ભાઈ ના પિતાનું તા. ૭ ના અવસાન થયેલ છે બેસણુ તારીખ ૯ શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન જાનવી , શેરી નંબર ૧ જય શ્રી નગર પાર્થ સ્કૂલ ની બાજુમાં જેતપુર રોડ, ગોંડલ, ખાતે રાખેલ છે.

રંભાબેન થાનકી

મુળ અડવાણા હાલ વેરાવળ કાંતીલાલ વૃજલાલ થાનકીના પત્ની રંભાબેન (ઉ.વ.૯૪) તે રતીલાલભાઇ, લાભશંકરભાઇ, પ્રભાશંકરભાઇ, મંજુલાબેન (બેનાબેન)ના માતુશ્રીનું તા.૬ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧ર સોમવારે બપોરે ૩ થી ૪ પ્રભાશંકરભાઇના નિવાસ્થાન પોરબંદર ખાતે રાખેલ છે.

વડીયા બ્રહ્મસમાજના પ્રમુખ અશ્વીન મહેતાના માતુશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટઃ વડીયા નિવાસી ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ જ્ઞાતિના તારાબેન મહેતા (ઉ.વ.૯૦) તે વડીયા પૂર્વ સુધરાઈ સેક્રેટરી સ્વ.પ્રેમશંકરભાઈ મહેતા (વડીયા)ના ધર્મપત્ની તેમજ દિલીપભાઈ (દીલાભાઈ), સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના કારોબારી સભ્ય અને વડીયા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ અશ્વીનભાઈ મહેતા (મો.૯૮૭૯૦ ૫૪૯૯૧), અતુલભાઈ, સંજયભાઈ (એડવોકેટ), રેખાબેન ભટ્ટ (વીસાવદર), વીણાબેન ઠાકર (જુનાગઢ), કીરણબેન જોષી (અમરેલી)ના માતુશ્રી તથા નિકુંજ, દેવેન, સમીર, કુલદીપ, ચિરાગ, શિવમ, નિર્ભય તથા દીપના દાદીમાનું દુઃખદ અવસાન તા.૬ને મંગળવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ સુરગપરા, હેડ પોસ્ટ ઓફીસ પાછળ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

કંચનબેન અપારનાથી

કેશોદ : સ્વ.કંચનબેન રમેશગીરી અપારનાથી (ઉ.૫૫) તે સ્વ. રમેશગીરી શામગીરી અપારનાથીના ધર્મપત્ની તથા બિંદીયાબેન ભાવેશનાથ તથા મહેન્દ્રગીરીના માતુશ્રીનું તા.૬ને મંગળવારે અવસાન થયેલ છે. તેમના ભંડારો તા.૧૪ને બુધવારે તેમના નિવાસ સ્થાને જુની શાક માર્કેટ, રબારી વાડા, કેશોદ ખાતે રાખેલ છે.

જગજીવનભાઇ ચૌહાણ

રાજકોટઃ ધોબી જગજીવનભાઇ ભૂરાભાઇ ચૌહાણ (ખડિયા વાળા) તે મનુભાઇ જે. ચૌહાણ, અમુભાઇ જે. ચૌહાણ અને રમેશભાઇ જે. ચૌહાણના પિતાજી તા.પના શ્રી રામ ચરણ પામેલ છે. તેની ઉતરક્રિયા તા.૧૬ને શુક્રવારે હસનવાડી શેરી નં.૧ના છેડે, બ્રહ્માણી કૃપા ખાતે રાખેલ છે.

તારાબેન મહેતા

વડિયા : નિવાસી તારાબેન પ્રેમશંકરભાઇ મહેતા તે દિલીપભાઇ (દિલાભાઇ), અશ્વિનભાઇ (વડિયા સ.બ્ર. સમાજના પ્રમુખશ્રી), અતુલભાઇ તેમજ સંજયભાઇ (એડવોકેટ) ના માતુશ્રી તથા નિકુંજભાઇ, દેવેનભાઇ, સમીરભાઇ, કુલદીપભાઇ, ચિરાગ, શિવમ, નિર્ભય તથા દિપના દાદીનું તા. ૬ના રોજ અવસાનથયેલ છે.

રમણીકલાલભાઇ જાની

મોરબીઃ ચા.મ.મો. બ્રાહ્મણ મુળ ખાનપર હાલ મોરબી રમણીકલાલભાઇ રેવાશંકર જાની (ઉ.વ.૮૦) (નિવૃત શિક્ષક વી.સી. હાઇસ્કુલ-મોરબી) તે દુર્ગાશંકર રેવાશંકર જાનીના નાનાભાઇ તેમજ કનકભાઇ જાની (આઇઓસી-રાજકોટ), જયેશભાઇ જાની (મોરબી નગરપાલીકા), સ્વ.નિરૂબેન દવે, હર્ષાબેન ત્રિવેદી, મીનાબેન પાઠક, દક્ષાબેન ભટ્ટ તથા માલતીબેનના પિતાશ્રી તેમજ મોરબી પાલીકાના પૂર્વ સદસ્યા ગાયત્રીબેન જયેશભાઇ જાનીના સસરા, પાર્થ અને શીવાંગના દાદા તેમજ સ્વ.ક્રિપાશંકર આત્મારામ પંડયાના જમાઇનો તા.૬ને મંગળવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને શનિવારે સાંજે ૪ થી ૬, શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ મોરબી ખાતે રાખેલ છે.

કિશોરભાઇ જોશી

ગોંડલ : ગુજરાતી ગોડ માલવિયા બ્રાહ્મણ સ્વ. કેશવલાલ પ્રભુલાલ જોશીના પુત્ર કિશોરભાઇ ઉ.૭૦ તે ચીમનભાઇના ભાઇ સ્વ. અનંતરાય જટાશંકર જોશી (લાલુકાકા) ના જમાઇનું તા. ૬ના રોજ મુંબઇ મુકામે અવસાન થયેલ છે. ગોંડલ બેસણું તા. ૧૦ ને શનિવારે સાંજે ૪ થી ૬ સ્ટેશન પ્લોટ ભવનાથ મહાદેવ મંદિર ગોંડલ મુકામે રાખેલ છે.

કૃષ્ણબા વાળા

ઢાંક : ઢાંક નિવાસી કૃષ્ણબા મહિપતસિંહ વાળા (ઉ. ૮૬) તે સ્વ. જીતેન્દ્રસિંહ વાળા તે જનકસિંહ વાળા તે સ્વ. સુરેન્દ્રસિંહ તે કર્મદીપસિંહ વાળા (પુરાત્વ ખાતે જુનાગઢ)ના માતુશ્રી તે જયવંતસિંહ વાળા (સુરેન્દ્રનગર) તે ગિરીરાજસિંહ વાળા (રાજકોટ) તે વિજયસિંહ વાળા (રોહીશાળા) તે ધર્મેન્દ્રસિંહ વાળાના કાકીમાં તથા કિરણસિંહ તથા ઇન્દ્રજીતસિંહ (રાજકોટ)ના મોટાબા તથા ઉપેન્દ્રસિંહ તથા બ્રિજરાજસિંહ, તથા પુષ્પરાજસિંહ તથા માધવેન્દ્રસિંહના દાદીમાનું તા. પના અવસાન થયેલ છે. ઉતરક્રિયા તા. ૧૬ ના તેમના નિવાસ સ્થાન ઢાંક દરબારગઢ ખાતે રાખેલ છે.

અરજણભાઇ રામ

કોડીનારઃ કંટાળા નિવાસી અરજનભાઇ નારણભાઇ રામ (ઉ.વ.૬૩) તે હમીરભાઇ, મુળુભાઇ તથા પરબતભાઇનાં મોટાભાઇ તેમજ દિનેશભાઇ, કરશનભાઇ અને રમેશભાઇનાં પિતાશ્રીનું તા.૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને શુક્રવારે તેમનાં નિવાસસ્થાન કંટાળા મુકામે રાખેલ છે.

રતીલાલ ધુંચલા

ઉનાઃ ગીરનારા પરજીયા સોની રતીલાલ ખીમજીભાઇ ધુંચલા (ઉ.વ.૮ર) તે મહેશભાઇ, ભરતભાઇ (લક્ષ્મી જવેલર્સ)નાં પિતાશ્રી તથા સ્વ.હરસુખભાઇ, છોટુભાઇ, જયસુખભાઇના મોટાભાઇ, જતીનભાઇ, જયેશભાઇનાં મોટા બાપુજી તથા દિવ્યેશ, ધવલ, ઉમંગના દાદા સ્વ.ખીમજીભાઇ હરિભાઇ (ગઢાળા વાળા)નાં બનેવી તા.પનાં શ્રીજી ચરણ પામેલ છે. તેમનું સંયુકત બેસણું બન્ને પક્ષનું તા.૧૦ને શનીવારે સાંજે ૪ થી ૬, પાતાળેશ્વર મંદિર, પટેલ સોસાયટી ઉના મુકામે રાખેલ છે.

દયાબેન રપારકા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા મૂળ ગામ બાલંભા હાલ રાજકોટ સ્વ.દયાબેન મગનલાલ રપારકા તે હસમુખભાઇ, મહેશભાઇના માતુશ્રી તથા કાંતિલાલ નારણભાઇ, રમણીકભાઇ નારણભાઇ, સ્વ.ધરમશીભાઇ નારણભાઇના ભાભી તથા કિરીટભાઇ, મનીષભાઇ, અમિતભાઇના ભાભુનું તા.પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ના ૧-ગોપાલનગર, નારાયણ ભુવન ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સાહેદાબેન

રાજકોટઃ સાહેદાબેન કુરબાનહુશેન ઝવજતે મુસ્તફાભાઇ કાથાવાલાના બૈરો તે તાહેર તથા મહંમદના માતાજી તા.૬ના વફાત થયા છે. તેમની સીયુમનાં સીપારા (જયારત) તા.૮ના ગુરૂવારે કુત્બી મસ્જીદમાં (શૈફી કોલોની) ઝોહર-અસરની નમાઝ બાદ રાખેલ છે.

રૂગનાથભાઇ લોઠીયા

માણાવદરઃ પરજીયા ગીરનારા સોની રૂગનાથભાઇ મોહનલાલ લોઠીયા (ખડીયાવાળા) તે સ્વ.કરશનભાઇ, સ્વ.નરોતમભાઇના નાનાભાઇ તથા છગનભાઇના મોટાભાઇ અને ચંદુભાઇ, જીતુભાઇ, હરેશભાઇના પિતાશ્રીનું તા.૬ મંગળવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૦ ને શનીવારે પ વાગ્યે દુધેશ્વર મંદિરે તથા બેસણું તા.૧૦ને શનિવારે સવારે ૯ થી સાંજે ૬ સુધી માણાવદર ખાતે સોની સમાજ ખાતે રાખેલ છે.

કાંતિભાઈ ખેતાણી

રાજકોટઃ લોહાણા રાજકોટ નિવાસી કાંતિભાઈ લવજીભાઈ ખેતાણી (ઉ.વ.૭૫) તે કલ્પેશભાઈ તથા બોસ્કીબેનના પિતા તથા અંકુરભાઈ સેજપાલ અને અલ્પાબેન કલ્પેશભાઈ ખેતાણીના સસરા તથા દ્વારકાવાળા કાલીદાસ વિઠ્ઠલદાસ સામાણીના જમાઈ તથા આનલ અને રોનકના દાદાશ્રીનું તા.૫ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તથા પિયરપક્ષની સાદડી તા.૧૦ શનિવારનાં રોજ સાંજે ૪ થી ૬ જનકલ્યાણ હોલ અમીન માર્ગ રેલ્વે ફાટક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

હરેશકુમાર સેતા

કેશોદઃ સ્વ. નારણદાસ આણંદજી સેતા (કૃષ્ણ કિરાણા ભંડારવાળા) ના મોટા પુત્ર હરેશકુમાર નારણદાસ સેતા (ઉ.૪૮) તે વિપુલભાઇ, યોગેશભાઇ તથા હંસાબેન રાજેશકુમાર નથવાણી (માધુપુર) કિરણબેન, સુધીરકુમાર રતનધાર્યા (વેરાવળ), ભકિતબેન કમલેશભાઇ (જુનાગઢ) ના ભાઇ તથા વિશાલ, જયદિપના પિતાશ્રી તેમજ મનસુખભાઇ ગોરધનદાસ ઠકરાર (તાલાલા) ના ભાણેજનું તા.૭ ના અવસાન થયેલ છે ઉઠમણું તા.૮ને ગુરૃવારે સાંજે ૪ થી પ રામેશ્વર મંદિર એરોડ્રામ રોડ કેશોદ ખાતે મોસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST

  • રાજકોટ : ગોંડલ તાલુકાની ગોમટા ચોકડી પાસે છકડો રીક્ષા પલ્ટી:રીક્ષામાં સવાર 7 વ્યક્તિઓને ઈજા : ઈજાગ્રસ્તોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા : રીક્ષા ચાલક બનાવના સ્થળે રીક્ષા મૂકીને ફરાર access_time 7:08 pm IST

  • ભરૂચઃ નવા વર્ષે જ અકંલેશ્વર ખાતે ચાર અલગ-અલગ સ્થળે સર્જાયેલા ખમખ્વાર અક્સમાતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈ વે પર બે અકસ્માત સર્જાયેલા નવા વર્ષે જ હાઈ વે લોહીથી ખરડાયો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી access_time 8:05 pm IST