Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018
સવિતાબેન કનૈયાલાલ ભડીંગજીનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ એતાન શ્રી ગામ રાજકોટથી લી. કનૈયાલાલ જમનાદાસ ભડીંગજીના ધર્મપત્ની સ્વ. સવિતાબેન કનૈયાલાલ ભડીંગજી તે જયેશભાઇ અને જીતેન્દ્રભાઇના માતુશ્રી  શુક્રવાર તા. ૯ના રોજ રામચરણ પામેલ છે. તા.૧૬ શુક્રવાર સાંજે ૮.૦૦ વાગ્યે હનુમાન ચાલીસાના પાઠ રાખેલ છે. તેમની ઉતરક્રિયા (પાણીઢોળ) શનિવારે તા. ૧૭ ના રોજ રાખેલ છે.  સદગતનું બેસણું તા.૧રને સોમવારે બપોરે ૩.૩૦  થી પ.૩૦ કલાકે તેમના નિવાસસ્થાન ૩-ઇન્દીરાનગર, દેવપરા પાસે, કોઠારીયા રોડ  રાજકોટ ખાતે રાખેલ છે.   કનૈયાલાલ (મો. ૯૯૭૪૭ ૪૧૮પ૯), જયેશભાઇ કનૈયાલાલ (મો. ૯૭ર૩૧ પ૩૧ર૩)

અવસાન નોંધ

શારદાબેન ઠાકર

રાજકોટઃ દડવી નિવાસી ઔદીચ્ય સમવાય ખરેડી બ્રાહ્મણ દડવી સ્વ. ડાયાલાલ જટાશંકર ઠાકરના ધર્મપત્નિ સ્વ. શારદાબેન ડાયાલાલ ઠાકર તે સ્વ. કીરીટભાઇ ડાયાભાઇ ઠાકર તેઓ શ્રી ભીખુભાઇ ડાયાલાલ ઠાકરના માતુશ્રી તથા કાંતિલાલ મનસુખલાલ, સ્વ. રમણીકલાલ, વિનોદભાઇ ઠાકરતે સચીન અને મંથનના દાદીમાંનું તા.૧૦ને શુક્રવારના રોજ કૈલાશવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ સોમવારે આખો દિવસ દડવી મુકામે નિવાસ સ્થાને રાખેલ છે.

ઝેહરાબેન ઝવેરી

ધોરાજીઃ ઝેહરાબેન મનસુરભાઇ ઝવેરી (ભાવનગર) તે જુજર, શબ્બીરના માં તે મ.સૈફુદ્દીનભાઇ, કુરબાનભાઇ, નુરૂદ્દીનભાઇ, જાફરભાઇ, શબ્બીરભાઇ, મ.સીરીનબેન, મ.હુસૈનાબેન, શારાબેન નફીસાબેન, યાસ્મીનબેનના બહેન ધોરાજી મુકામે તા.૧૦ શુક્રવારે ગુજરી ગયા છે. તેમના જયારતના સિપારા તા.૧રને રવિવારે તૈયબી મસ્જીદ બહારપુરા ધોરાજીમાં બપોરે ૧ વાગે રાખેલ છે.

કુમનદાસ ગાંધી

કોડીનારઃ કુમનદાસ જમનાદાસ ગાંધી (ઉ.વ.૬૭) તે નિખીલભાઇ ગાંધીના પિતાજી તેમજ મનુભાઇ, ભરતભાઇ તથા રજનીકાંતભાઇ (નરોત્તમદાસ ગાંડાલાલ એન્ડ સન્સ વાળા)ના પિતરાઇ ભાઇનું તા.૯ના અવસાન થયુ છે. તેમની સાદડી તા.૧૩ને સોમવારે તેમના નિવાસ સ્થાન હવેલી શેરી કોડીનાર ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

પરેશ રવિશંકર ત્રિવેદી

રાજકોટ : ચા.મ. મોઢબ્રાહ્મણ મુળ પરાપીપળીયા હાલ રાજકોટ સ્વ. વલ્લભજી વિઠલજી ત્રિવેદીનાં પુત્ર સ્વ. રવિશંકર (કાકુભાઇ) નાં પુત્ર પરેશ (ઉ.૪૮) તે સ્વ. ગૌરીશંકરભાઇ તથા ચિ. લલીતભાઇનાં ભત્રીજા તે ચિ. પાર્થનાં પિતાશ્રી તથા અ. સૌ. ભારતીબેન તથા અ. સૌ. નિતાબેનનાં ભાઇ તથા દેયાળીવાળાના સ્વ. હરીશંકર દેવશંકરનાં દોહિત્ર તથા જયંતિલાલ નાગજીભાઇ વણજારાના જમાઇનું તા. ૧૦ ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમનું ઉઠમણુ તથા પિયર પક્ષનું બેસણું તા. ૧૩ ને સોમવારના રોજ ભીડભંજન મંદિરમાં ર ભીડભંજન શેરી નં. ર, સટ્ટાબજાર પાસે બપોરના ૪ થી પ રાખેલ છે.

નારણભાઇ ડોડીયા

કારડીયા રાજપૂત નારણભાઈ દામજીભાઈ ડોડીયા (ઉ.વર્ષ ૪૭) તે જય ખોડીયાર વાળા સ્વ. દામજીભાઇ નાનજીભાઇ ડોડીયાના સુપુત્ર તેમજ સ્વ. જયમલભાઇ, હરીસિંહ, સ્વ. માનસીંગભાઇ તથા સ્વ.પ્રતાપસિંહ નાનજીભાઈ ડોડીયાના ભત્રીજાનું તા. ૧૦ને શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬, અવંતીબાઇ લોધી ભવન ૧૫ વિજયપ્લોટ ખોડીયાર ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

જયોતિબાળા માવદીયા

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા (પોરબંદરવાળા) હરીશભાઈ જગજીવનભાઈ માવદીયાના ધર્મપત્નિ જયોતિબાળા તે મુકેશભાઈ, ઘનશ્યામભાઈ તથા ભકિતબેન વિજયકુમાર ટાંકના માતુશ્રી તેમજ સ્વ.પ્રાણજીવનભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ.હસુભાઈ, અનિલભાઈ, સ્વ.નિરંજનભાઈ, સ્વ.ચંદનબેન, સ્વ.મધુબેનના ભાભી તથા રિદ્ધિ મુકેશભાઈના દાદી તથા કોલકતા નિવાસી સ્વ.અશોકભાઈ, સ્વ.નિર્મળભાઈ, સ્વ.દિલીપભાઈ વાઢેરના બહેન તા.૧૧ને શનિવારના અક્ષરનિવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને સોમવારના સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

મહેન્દ્રભાઇ દવે

રાજકોટઃ મુળ સાલપીપળીયા વાળા હાલ રાજકોટ ચા.મ.મો. બ્રાહ્મણ સ્વ.મનસુખભાઇ હરીશંકરભાઇ દવેના મોટા પુત્ર જે નૈમિષભાઇ તથા હાર્દિકભાઇના પિતા ભૂપતભાઇ સ્વ.નીરંજનાબેન, સ્વ.મીનાબેન, ઇલાબેન તથા જાગૃતિબેનના ભાઇ તેમજ સ્વ.ગુણવંતરાયભાઇ જેન્તીલાલભાઇ જાનીના જમાઇ મહેન્દ્રભાઇ દવે (ઉ.વ.પ૮) (રેલ્વે વાળા)નું તા. ૧૦ના અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.૧૩ના સોમવારે સાંજે ૪ થી પ કલાકે જામનગર રોડ, રેલ્વે લોકો કોલોની, રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

કસ્તૂરીબેન કામદાર

રાજકોટઃ કસ્તૂરીબેન કામદાર (ઉ.વ.પ૮) તે હેમાંગભાઇ કામદાર (દેવાંગ રેડીયો - સોનીક ઇલેકટ્રોનીકસ)ના ધર્મપત્ની તે સ્વ.કાંતિભાઇ કામદારના પુત્રવધુ, અભિન તથા નંદીનનાં માતુશ્રી, સંજયભાઇના નાનાભાઇના પત્ની, રક્ષિતભાઇ, દેવાંગભાઇના ભાભી તેમજ સ્વ.ઇન્દુભાઇ તંબોલીના પુત્રી તા.૧૦ના અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૧ને શનિવારે બપોરે ૪ કલાકે શ્રી હરિહર સોસાયટી, કોમ્યુનીટી હોલ, કાલાવડ રોડ ખાતે તથા પ્રાર્થનાસભા તેજ દિવસે સાંજે પ કલાકે તેજ સ્થળે રાખેલ છે.

અલ્પાબેન મારડીયા

રાજકોટઃ ગોંડલ નિવાસી અ.સૌ. અલ્પાબેન નિરવકુમાર મારડીયા (ઉ.વ.૪૦) તે સ્વ. શ્રી વર્ષાબેન સુરેશભાઇ ગોસલીયાની સુપુત્રી તે નિરવકુમાર અનીલભાઇ મારડીયાના ધર્મપત્ની તથા યોગરાજ તેમજ હેમરાજના બહેન તા.૯ના રોજ અરીહંત શરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧રને રવિવારે સવારે ૧૦ થી ૧૧ કલાકે સ્વામીનારાયણ ચોક 'અરિહંત' પી. ડી. માલવીયા કોલેજ પાછળ, રાધીકા જનરલ સ્ટોરની બાજુની શેરીમાં રાજકોટ રાખેલ છે.

પ્રાણલાલભાઇ ભદ્રેસા

રાજકોટઃ વાંઝા દરજી પ્રાણલાલ પોપટભાઇ ભદ્રેસા (ઉ.વ.૭૭) તા.૧૦ના ગોપાલચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૧ના સાંજે પ કલાકે એ-ર૦૩, કૃષ્ણદ્વાર એપાર્ટમેન્ટ, રૈયા રોડ, ચંદન પાર્ક મેઇન રોડ, પેરેડાઇઝ હોલની પાછળ રાખેલ છે.

કાંતીલાલભાઇ મેપાણી

રાજકોટઃ કાંતીલાલ કુવરજી મેપાણી (પટેલ) મુળ વતન કચ્છ ભુજ, કેરા (ઉ.વ.૬૪) તે સ્વ.મંજુલા કાંતીલાલના પતિ, તથા સુનીલ, અલ્પેશ અને મયુરીના પિતાશ્રી, લીલાવંતી સુનીલ તથા રાધા અલ્પેશના સસરા, ભુમીત, જૈમીની તથા ધવલના દાદાજી તેમજ જમાઇ હાર્દીક કોઠારી તથા પરમના નાનાનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૧૧ના શનીવારે સાંજે ૪ થી ૬ 'સહજાનંદ સદન', શ્રોફ રોડ, જામટાવર પાછળ, તાલુકા પંચાયત ઓફીસ પાસે રાખેલ છે.

ભીખુભાઇ રૈયાણી

ગોંડલઃ ભીખુભાઇ ભગવાનજીભાઇ રૈયાણી (ઉ.વ.૯૩) તે મુકેશભાઇ, કાંતિભાઇ, રમેશભાઇ દિલીપભાઇના પિતાનું તા.૧૦ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ને સોમવારે સાંજે ૪થી ૬, ૨૬/૧૧, ભોજરાજપરા, ગોંડલ ખાતે રાખેલ છે.

અલ્પાબેન મારડીયા

ગોંડલઃ અલ્પાબેન નીરવભાઇ મારડીયા (ઉ.વ.૪૦) તે અનિલભાઇ વલ્લભદાસ મારડીયાના પુત્રવધુ તે યોગરાજભાઇ તથા હેમરાજભાઇ સુરેશભાઇ ગોસલીયાના બહેનનું તા.૯ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૩ સોમવારે સવારે ૧૦: કલાકે નવાગઢ સ્થા.જૈન ઉપાશ્રય નાની બજારમાં રાખેલ છે. તેમજ પ્રાર્થના સભા સવારે ૧૧: કલાકે બેનાણી વાડી, ગોંડલ ખાતે રાખેલ છે.

મનુભાઇ બગથરીયા

ગોંડલઃ મનુભાઇ હંસરાજભાઇ બગથરીયા તે રમેશભાઇ, ભરતભાઇના પિતાશ્રી જયસુખભાઇ, બેજુભાઇ, પ્રવીણભાઇ, સુરેશભાઇના ભાઇ તથા સ્વ બટુકભાઇ પોપટભાઇ ગોહેલ તથા સ્વ. નરસીભાઇ પોપટભાઇ ગોહેલ (લોધિકા) વાળાના બનેવી તા.૯ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ સોમવારે લીંબચ્ચ હોલ પુનિતનગર ગોંડલ ખાતે સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે.

દેવજીભાઇ ચાવડા

ગોંડલઃ હાલ ગોંડલ નિવાસી સોરઠીયા રજપૂત દેવજીભાઇ રાઘવભાઇ ચાવડા ભુવનેશ્વરી મંદિરના નિવૃત કર્મચારી (ઉ.વ.૭૦) તે બટુકભાઇ તેમજ રામજીભાઇ નિવૃત રેલ્વે કર્મચારીના મોટાભાઇ અને અમિતભાઇ, દિપકભાઇના પિતાનું તા.૯ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. બેસણું તા.૧૧ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન વોરા કોટડા રોડ આવાસ કવાર્ટર નં.૭૪૨, જેલની સામે-ગોંડલ ખાતે રાખેલ છે.

કાંતિલાલ પંડયા

રાજકોટ : વાલમ બ્રહ્મણ સ્વ. ભાનુશંકર ત્રિભુવન પંડયાના જયેષ્ઠ પુત્ર કાંતિલાલ બી. પંંડયા (ઉ.વ. ૮૦ નિવૃત આચાર્ય પ્રા.શા. ઠેબચડા) તે કનકભાઇ,સ્વ. હરકાન્તભાઇના મોટાભાઇ તથા કિરણભાઇ, સંજયભાઇ અને સ્વ. પરેશભાઇ તેમજ કાજલબેન વિજયભાઇ જાની ના પિતાશ્રી અને અક્ષય ધ્રુવીક ના કાકા અને અરડોઇ નિવાસી સ્વ. ગિરધરલાલ રી. પંડયાના જમાઇનું તા. ૯-૮-૧૮ ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું (બંને પક્ષનું) તારીખ ૧૩-૮-૧૮ ને સોમવારે સાંજે ૪ થી ૬ મેઘાણી રંગભવન, ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે.

વાસુદેવભાઇ ઠાકર

રાજકોટઃ  વાસુદેવભાઇ દુર્ગાશંકર ઠાકર (ઉ.વ. ૮૫) રીટાયર્ડ રેલ્વે ટ્રેઇન કંટ્રોલર જે કુંદનબેનના પતિ, હરેશભાઇ, ભારતીબેન, તરૂણાબેન, પ્રફુલાબેન, જયોતીબેન ના પિતાશ્રી તથા પલ્લવીબેન ના સસરા ભાનુશંકર તથા અનીરૂધ્ધભાઇના મોટાભાઇ તથા ભૂમિ અને મનન ના દાદાનું અવસાન થયેલ છે. બેસણું તા. ૧૨ રવીવારે સાંજે ૪ થી ૫ સીધ્ધેશ્વર મહાદેવ મંદિરે રેલનગર એકના પાટા પાસે રાખેલ છે. ''લોૈકીક પ્રથા બંધ રાખેેલ છે''

રતનસિંહજી રાઠૌર

રાજકોટઃ મુળ બારાં હાલ જામનગર નિવાસી સ્વ.રતનસિંહજી જીવણસિંહજી રાઠોૈર (ઉ.વ.૭૬) (રીટા.પી.ડબલ્યુ.ડી.) તેઓ જયદિપસિંહ, હેમેન્દ્રસિંહ, મયુરસિંહ (આઈ.સી.આઈ.સી.આઈ.)ના પિતાજીનું તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા.૧૬ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ ભાઈઓ માટે રામેશ્વર મંદિર તથા બહેનો માટે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

પ્રભુદાસભાઈ કોટક

રાજકોટઃ સ્વ.તલકશીભાઈ જીવરાજભાઈ કોટક (તારાણાવાળા)ના મોટા પુત્ર પ્રભુદાસભાઈ તલકશીભાઈ કોટક (ઉ.વ.૭૦) તે કીર્તિભાઈ, કિશોરભાઈ, કેતનભાઈના પિતાશ્રી તેમજ સ્વ.કેશવલાલ હંસરાજભાઈ મીરાણી (ખેવારીયાવાળા)ના જમાઈ તા.૧૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૩ સોમવારના રોજ સાંજે ૪ થી૫, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચિરાગ ચાંપાનેરી

રાજકોટઃ સોની બાબુલાલ ચુનીલાલ ચાંપાનેરીના પૌત્ર તે રાજુભાઈના દિકરા ચિરાગ તા.૧૧ને શ્રીજીચરણ પામેલ છે. તે અશ્વીનભાઈ તથા પરેશભાઈના ભત્રીજા તે સોની ઈશ્વરલાલ ધનજીભાઈ માંડલીયાના ભાણેજ, તે કૌશીકભાઈ, અતુલભાઈ તથા તેજશભાઈના ભાણેજનું બન્ને પક્ષનું બેસણું સોમવાર તા.૧૩ના સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે સોની સમાજ વાડી, ખિજળાવાડી યુનીટ નં-૨, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકીક વહેવાર બંધ રાખેલ છે.

હિરાલક્ષ્મીબેન તન્ના

રાજકોટઃ પોરબંદર નિવાસી હિરાલક્ષ્મીબેન જેઠાલાલ તન્ના તે સ્વ.વલ્લભદાસ આણંદજીભાઈ સાતાના મોટાપુત્રી તથા સ્વ.ગિરધરલાલ વી.સાતા, નટવરલાલ વી.સાતા તથા પ્રવિણચંદ્ર વી.સાતાનાં મોટાબહેન તે મિતેષ, પરેશ, સંજય તથા તુષાર સાતાનાં મોટા ફૈબાનું તા.૯ને ગુરૂવારના રોજ પોરબંદર મુકામે અવસાન થયેલ છે. પિયર પક્ષની સાદડી તા.૧૩ સાંજે ૪ થી ૫, અંવન્તી પાર્ક કોમ્પ્યુનીટી હોલ, ગેઈટ નં.૨, શીતલ પાર્ક મેઈન રોડ, બજરંગ વાડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.