Gujarati News

Gujarati News

તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ વદ – ૪ ગુરૂવાર

અમેરીકામાં હાઉસના સ્પીકર નેન્સી પાલોસીએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક પત્ર પાઠવી કોંગ્રેસના સભ્યો તથા અમેરીકન પ્રજાને સંબોધન કરવા માટે ચોખ્ખી ના પાડીઃ અમેરીકાના બંને ગૃહો હાઉસ અને સેનેટે ઠરાવ કરી પ્રતિનિધિઓને સંબોધન કરવા પ્રમુખશ્રીને આમંત્રણ પાઠવવું જોઇએ પરંતુ આવી કોઇપણ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતીઃ નેન્સી પલોસીએ હાલમાં સરકારમાં તાળાબંધી છે તે દુર કરી તમામ ખાતાઓ કાર્યવંત બને એવી માંગણી બાદ અન્ય કાર્યો હાથ ધરવામાં આવશે એવી જાહેરાત કરીઃ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના પ્રતિનિધિઓને સંબોધન કરવાના કાર્યમાં પીછેહઠ કરતા તેમની શાન જળવાઇ હતી: access_time 6:17 pm IST

તા. ૨૩ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ વદ – ૩ બુધવાર

અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી માસની ૨૯મી તારીખને મંગળવારે કોંગ્રેસના સભ્યોને તેમજ રાષ્ટ્રની પ્રજાને સંબોધન કરનાર છે અને તેની જાણ હાઉસના સ્પીકર નેન્સી પલોસીને કરતા તેમણે પ્રમુખશ્રીને પત્ર પાઠવી હાલમાં સરકારી તંત્રના કેટલાક ખાતાઓમાં તાળાબંધી ચાલુ હોવાથી તેને પ્રથમ દુર કરવા વિનંતી કરી છે પરંતુ પ્રમુખશ્રીએ નક્કી કરેલી તારીખને કોંગ્રેસના પ્રતિનિધિઓ તથા રાષ્ટ્રને સંબોધન કરશે એવો નિર્ણય કરેલ હોવાથી આ સમગ્ર પ્રશ્ન હાલમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છેઃ સામાન્ય રીતે હાઉસની અનુમતિ વિના કોંગ્રેસના પ્રતિનિધિઓને પ્રમુખશ્રી સંબોધન ન કરી શકે એવો સામાન્ય શિરસ્તો છે તો પછી અમેરીકાના પ્રમુખ આ શિરસ્તાને અનુસરશે કે પછી બીજો રાહ પકડશે તે તો આવનારો સમય જ કહેશેઃ અમેરીકાના પ્રમુખ હાલના જનમતને ધ્યાનમાં લઇ રાષ્ટ્રીય હિતનું કાર્ય કરે સ્વાભાવિક રીતે ઉચીત ગણાશે: access_time 5:58 pm IST

તા. ૨૨ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ વદ – ૨ મંગળવાર
તા. ૨૧ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – પૂનમ સોમવાર
તા. ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ સુદ – ૧૩ શનિવાર