Gujarati News

Gujarati News

News of Thursday, 27th October 2022

યુએસમાં કાર અકસ્માતમાં ત્રણ ભારતીય સ્ટુડન્ટ્સના કરુણ મોત : કનેક્ટિકટમાં ટ્રક અને વાન વચ્ચેની અથડામણમાં વાનમાં બેઠેલા 8 પેસેંજર પૈકી ત્રણનું સ્થળ ઉપર મોત : અન્ય ચારને ગંભીર ઈજાઓ તથા એક વ્યક્તિને સામાન્ય ઈજા

હૈદરાબાદ : તેલંગણા અને આંધ્રપ્રદેશના તેલુગુ રાજ્યોના ત્રણ વિદ્યાર્થીઓના યુએસમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા છે ,તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.

મંગળવારે કનેક્ટિકટમાં ટ્રક અને વાન વચ્ચેની અથડામણમાં આ જાનહાનિ થઈ હતી.

મૃતકોના પરિવારજનો સુધી પહોંચેલી માહિતી મુજબ મીની વાનમાં આઠ વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચારને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અન્ય વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી.

એક મહિલા સહિત બે મૃતકો તેલંગાણાના છે જ્યારે ત્રીજો પીડિત પડોશી આંધ્ર પ્રદેશનો છે.

મૃતકોની ઓળખ પ્રેમ કુમાર રેડ્ડી (હૈદરાબાદ), પવની (વારંગલ) અને વી. સાઈ નરસિમ્હા (પૂર્વ ગોદાવરી) તરીકે થઈ હતી.તેવું એન.આર.આઈ.પલ્સ દ્વારા જાણવા મળે છે.

(7:01 pm IST)