Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ભારતીય મૂળના લેખક શ્રી એલેક્ષ સાંઘાને ''મેરીટોરીઅસ સર્વિસ મેડલ'' : નોનપ્રોફિટ ''શેર વાનકુંવર'' શરૂ કરવા બદલ ગવર્નર જનરલ ઓફ કેનેડા દ્વારા સન્માન

કેનેડાઃ ભારતીય મૂળના લેખક શ્રી એલેક્ષ સાંધાને ગવર્નર જનરલ ઓફ કેનેડા દ્વારા ''મેરીટોરીઅસ સર્વિસ મેડલ'' એનાયત કરી સન્માનિત કરાયા છે.

જાતિય પરિવર્તન કરાવવાથી સમાજમાં અપમાનિત થતા  LGBTQ સાઉથ એશિઅન લોકોની વ્યથા વર્ણવવાની સાથે તેમને સમાજમાં સમાન સ્થાન આપવાની હિમાયત કરતા નોનપ્રોફિટ ''શેર વાનકુંવર'' શરૂ કરવા બદલ તેમને ઉપરોકત એવોર્ડ અપાયો છે.

શ્રી સાંઘાએ ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી સોશીઅલ વર્ક વિષય સાથે માસ્ટર ડીગ્રી મેળવેલી છે. તેમણે પોતાને મળેલો એવોર્ડ પોતાની માતાને અર્પણ કર્યો છે.

(6:51 pm IST)
  • રાજકોટમાં ગરમીમાં આંશિક ઘટાડો પણ બફારો વધ્‍યો : ૪૦.૪ ડિગ્રી : ભેજનું પ્રમાણ ૩૩ ટકા, ૨૪ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:34 pm IST

  • પાકિસ્તાનના પેશાવરમાં શીખ નેતા ચરણજિતસિંહની ગોળી મારીને હત્યા :હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ અને પાકિસ્તાનમાં શીખ કોમ્યુનિટીના નેતા ચરણજિતસિંહ પાકિસ્તાનમાં ધાર્મિક સદભાવને વધારવા અને હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા: હુમલાખોર ગોળી મારીને બાઈક પર ફરાર access_time 1:25 am IST

  • નેપાળના પ્રધાનમંત્રીનું મંત્રીઓને ફરમાન :છ મહિનામાં લેપટોપ શીખો નહીંતર બરખાસ્ત કરાશે : પીએમ કેપી ઓલીએ પોતાની સરકારના મંત્રીઓને આદેશ કર્યો કે દરેકે ફરજીયાત લેપટોપ શીખવું પડશે access_time 1:37 am IST