Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

યુ.એસ.માં DWF ચરોતર લેવ પાટીદાર સમાજ (દલાસ)ના ઉપક્રમે સમર પિકનિક યોજાઇઃ ૩૦૦ જેટલા ભાઇ બહેનોએ રમત-ગમત,ડીનર સહિતની પ્રવૃતિઓનો આનંદ માણ્‍યો

દલાસઃ DWF ચરોતર લેવ પાટીદાર સમાજ (દલાસ) દ્વારા Pring PicnIk ૨૦૧૮ નું આયોજન તારીખ ૧૨ મી મેં અને શનિવાર ના રોજ West Lack Park દલાસ ખાતે ઉજવણી થઈ હતી..જેમાં લગભગ ૩૦૦ જેટલા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.. ચરોતર ના બધાજ પાટીદાર સભ્યો અને તેમન ફેમીલી અને મિત્રો ને આમંત્રણ આપેલ. રમતગમત તથા Bing જેવી રમતો રમાડેલ. પીકનીક બપોરે વાગ્યા થી સાંજના વાગ્યા સુધી હતી. પધારેલ સૌને ગરમા ગરમ મકાઈ શેકીને આપવામાં આવેલ...સાથે સાથે ચીપ્સ,સોફ્ટ ડ્રીંક્સ તથા વેફર્સ આપવામાં આવેલ... તથા સાંજે ગોપાલ રેસ્ટોરન્ટવાળા અક્ષયભાઈ પટેલ તરફથી મસાલા ખીચડી,છાસ,સાક વગેરે પીરસવામાં આવેલ...છોકરાઓએ પણ બોલીબોલ ગેમ  રમી ને આનંદ માણ્યો હતો.. પીકનીકને સફળ બનાવવામાં પ્રમુખ નવીનભાઈ પટેલ,પ્રગ્નેશ પટેલ,જતીન પટેલ,ભાવિન અમીન પુરવાગ પટેલ,જસ્મિન પટેલ વગેરે ખુબજ જહેમત ઉઠાવી હતી. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે

(11:10 pm IST)
  • પેડદાદી, તમારા જેવું કામ કોઈ નથી કરતું : સુરતનાં મીના મહેતાને પાંચ લાખ રૂપિયા અને ટ્રોફી આપતા અક્ષયકુમાર કહ્યું... : તેઓ સ્લમની મહિલાઓ અને કિશોરીઓને ફ્રીમાં સેનિટરી પેડ આપવાનું સેવાકાર્ય કરે છે, જે માટે અક્કીએ દિલ્હીમાં તેમનું સન્માન કર્યું હતું. access_time 4:06 pm IST

  • ચિદમ્બરમ્ ધ્રુજયા : ધરપકડના ડરથી આગોતરા જામીન અરજી કરી access_time 11:46 am IST

  • ઉત્તર કોરિયાના એક વરિષ્ઠ અધિકારી અમેરિકા પહોંચ્યા :ઉત્તર કોરિયાના શાશક કિમ જોંગ ઉન સાથે ડોનાલ્ડ ટ્રમ્પની બેઠકનો ગોઠવતો તખ્તો :પ્રસ્તાવિત શિખર બેઠકની તૈયારી માટે કિમ ના ખાસ અધિકારી ન્યુયોર્ક પહોંચ્યા access_time 1:09 am IST