Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

યુ.એસ.મા આર્ય સમાજ ગ્રેટર હયુસ્ટનનો સ્થાપના દિન ઉજવાયોઃ હેલ્થ કેમ્પ, યોગા, વોક, યજ્ઞ, ભજન, પ્રવચન તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા

  હયુસ્ટન :  યુ.એસ.માં આર્ય સમાજ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે ૬ તથા ૭ એપ્રિલ ર૦૧૯ ના રોજ ર૮ મો વાર્ષિક સ્થાપના દિન ઉજવાય ગયો.

         આર્યસમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતીએ ૧૦ એપ્રિલ ૧૮૭પ ના રોજ કરી હતી. જેની હજારો શાખાઓ દેશ વિદેશોમાં ફેલાયેલી છે. જે અંતર્ગત ગ્રેટર હયુસ્ટનમાં શ્રી રામચંદ્ર મહાજને ર૮ વર્ષ પહેલા આર્યસમાજની સ્થાપના કરી હતી.

         આ સ્થાપનાની ઉજવણી અંતર્ગત બે દિવસીય વિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા હતા જે અંતર્ગત પબ્લીક હેલ્થકેર, યોગા, વોક, યજ્ઞ, ભજન, પ્રવચન સહિતના આયોજનો કરાયા હતા. ઝ્રખ્સ્ સ્કૂલના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. તેવું ત્ખ્ફ  દ્વારા જાણવા મળે છે.

(8:35 pm IST)