Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ કસ્ટડીમાં રખાયેલા ભારતીય મૂળના ૨ શીખોને મુકત કરાયાઃ ICE ડીપાર્ટમેન્ટના અમાનવીય વર્તાવ વિરૂધ્ધ ૮૦ દિવસથી ભૂખ હડતાલ ઉપર હતા

ટેકસાસઃ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ઇમીગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટએ ઓટેરો કાઉન્ટી ન્યુ મેકિસકો ખાતે કસ્ટડીમાં રાખેલા ૨ ભારતીય મૂળના શીખોને મુકત કર્યા છે. તેમણે ૮૦ દિવસની ભૂખ હડતાલ કરી હતી. તથા તેમની સાથે થતા અમાનવીય વર્તાવનો વિરોધ નોંધાવ્યો હતો. તેમની ભૂખ હડતાલ મિટાવી દેવા તેઓને ફરજીયાત નળી વાટે પ્રવાહી અપાતા શીખ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે નવેં.૨૦૧૮માં ભારતથી આવેલા ૯ નિરાશ્રિતોની ધરપકડ કરાઇ હતી. તે માંહેના ૨ શીખો જસવીર સિંઘ તથા રાજદીપ સિંઘને ૧૧ એપ્રિલ  ૨૦૧૯ના રોજ કસ્ટડીમાંથી મુકત કરાયા હતા. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે. હજુ ૩ નિરોશ્રિતો કસ્ટડીમાં છે તથા ૪ને દેશનિકાલ કરી દેવાયા છે.

(8:26 pm IST)