Gujarati News

Gujarati News

News of Monday, 28th January 2019

અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવનાર સૌપ્રથમ' હિન્દૂ અમેરિકન' હોવા બદલ મને ગૌરવ છે : 2020 ની સાલમાં યોજાનારી ચૂંટણીના ડેમોક્રેટ ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ નું મંતવ્ય

હવાઈ : અમેરિકામા હવાઈ વિસ્તારમાંથી છેલ્લી 4 ટર્મથી કોંગ્રેસવુમન તરીકે ચૂંટાઈ આવતા હિન્દૂ મહિલા 37 વર્ષીય સુશ્રી તુલસી ગબ્બાર્ડ એ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.તેમને હિન્દૂ કોમ્યુનિટી તરફથી મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાને લઇ વિરોધીઓએ તેમને  ધાર્મિક કટ્ટરવાદી ગણાવતા તેઓએ જણાવ્યું હતું કે હિન્દૂ હોવાના નાતે મને ગૌરવ છે. મારી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને વિરોધીઓ હિન્દૂ કટ્ટરવાદ તરીકે ગણાવે છે.પરંતુ અમેરિકાના પ્રેસિડન્ટ સહીત અનેક મહાનુભાવોએ મોદીની મુલાકાત લીધેલી છે.તેથી કોઈ કટ્ટરવાદી ગણાયું નથી તો મને  કેવી રીતે ગણી શકાય ?

(12:52 pm IST)