Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

યુ.કે.નું ઇમીગ્રેશન સ્‍કેન્‍ડલઃ ૧૯૭૩ ની સાલ પહેલાથી વસવાટ કરતા ઇમીગ્રન્‍ટસના સંતાનોનો રહેવાનો તથા કામ કરવાનો અધિકાર છીનવી લેવાનું કારસ્‍તાનઃ આ સ્‍કેન્‍ડલનો ભોગ બનેલાઓમાં ભારતીયોની સંખ્‍યા ત્રીજા નંબરે

લંડન : યુ.કે. માં નાગરિકત્‍વ નહીં આપવાના વેન્‍ચરસ સ્‍કેન્‍ડલનો ભોગ બનેલા વિદેશી ઇમીગ્રન્‍ટસની સંખ્‍યામાં ભારત ત્રીજા ક્રમે આવે છે.

આ વેન્‍ચરસ કૌભાંડમાં વિદેશી ઇમીગ્રન્‍ટસને તેમના બ્રિટનના નાગરિક તરીકેના મૂળભૂત અધિકારોથી વંચિત રખાયા છે. એટલું જ નહિં તેઓને અવારનવાર  દેશનિકાલની  ધમકીઓ આપવામાં આવી છે. અમૂક કિસ્‍સામાં દેશનિકાલ પણ કરી  દેવાયા છે.

આ વેન્‍ચરસ કૌભાંડ મુજબ ૧૯૭૩ ની સાલ પહેલા બ્રિટન આવેલા વિદેશીઓના સંતાનોનો રહેવાનો તથા કામ કરવાનો અધિકાર છીનવી લેવાયો છે. આવા ઇમીગ્રન્‍ટસની સંખ્‍યામાં જમૈકન અથવા કરેબિયન નાગરિકો બાદ ભારતીયો તથા સાઉથ એશિયન નાગરિકો ત્રીજા ક્રમે છે.

જો કે યુ.કે. હોમ સક્રેટરી  સાજીદ જાવેદના જણાવ્‍યા મુજબ  આવા નાગરિકો પૈકી ૧૦ર ભારતીયોને રહેવાના તથા કામ કરવાના અધિકાર સાથે નાગરિકત્‍વ આપી દેવાયું છે.

 

(12:09 am IST)