Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

‘‘સલામ'': ‘‘જય શ્રી રામ'': પાકિસ્‍તાનના કરાંચીમાં આવેલા મંદિરમાં ગરીબ હિન્‍દુ પરિવારોના બાળકોને શિક્ષિત કરવાનો સેવાયજ્ઞઃ મુસ્‍લિમ મહિલા સુશ્રી અનમ આગા બુરખો પહેરી બાળકોને ભણાવે છેઃ

કરાંચીઃ પાકિસ્‍તાનના કરાંચી શહેરમાં આવેલા હિન્‍દુ મંદિરમાં એક મુસ્‍લિમ શિક્ષિકા સુશ્રી અનમ આગા હિન્‍દુ બાળકોને ભણાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. બુરખો પહેરી ‘‘સલામ''ના ઉચ્‍ચાર સાથે શિક્ષિકાના કલાસમાં આગમનની સાથે જ હિન્‍દુ બાળકો જય શ્રી રામ બોલીને તેમનું સ્‍વાગત કરે છે. આ વિસ્‍તારમાં ૮૦ થી ૯૦ જેટલા ગરીબ હિન્‍દુ પરિવારો વસે છે જેમના બાળકોને શિક્ષિત કરવાનું આ મુસ્‍લિમ મહિલાએ બીડુ ઝડપ્‍યુ છે.

જો કે આ વિસ્‍તારમાં રહેતા અન્‍ય મુસ્‍લિમ પરિવારો આ બાબતથી નારાજ છે. તથા મુસ્‍લિમ શિક્ષિકાનો વિરોધ પણ કરે છે. પરંતુ આ બહાદુર મહિલા કોઇના પણ વિરોધની દરકાર કર્યા વિના પોતાનું કામ ચાલુ રાખે છે. જેના પરિણામે હિન્‍દુ પરિવારો ખુશ છે. મંદિરની જગ્‍યા પડાવી લેવાની ભૂમાફિયાઓની કોશિષ પણ હજુ સુધી કામિયાબ નિવડી નથી.

(11:20 pm IST)