Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

એક જ વર્ષમાં ૪૭૦૦ અમેરિકનોને નોકરીઃ ભારતની ગ્‍લોબલ આઇ.ટી.કંપની ઇન્‍ફોસિસનો વિક્રમઃ ગયા વર્ષે ૧૦ હજાર અમેરિકનોને નોકરીમાં રાખવાની કરેલી ઘોષણાંનો અડધા જેટલો લક્ષ્યાંક એકજ વર્ષમાં પૂર્ણ

નોર્થ કેરોલિનાઃ ભારતની ગ્‍લોબલ આઇ.ટી.કંપની ઇન્‍ફોસિસએ છેલ્લા એક જ વર્ષમાં ૪૭૦૦ અમેરિકન નાગરિકોને રોજગારી આપી છે.

ગયા વર્ષે કંપનીએ ૧૦ હજાર અમેરિકનોને નોકરીમાં રાખવાની કરેલી ઘોષણાંનો અમલ શરૂ કરી દીધો છે. જેના એક વર્ષમાં જ અડધા જેટલો લક્ષ્યાંક પાર પાડી દીધો છે. જે મુજબ કંપનીના કનેકટીકટ, રોડે આઇલેન્‍ડ, તથા છેલ્લે રેલે નોર્થ કેરોલિના મુકામે પાંચસો એમરિકન કર્મચારીઓને નોકરીમાં રાખી ૪૭૦૦ કર્મચારીઓનો આંક વટાવી દીધો છે.

(11:19 pm IST)