Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

ઇન્‍ડિયન અમેરિકન પત્રકાર મહિલા સુશ્રી મેઘા રાજગોપાલનના વીઝા રિન્‍યુ કરવાનો ચીન સરકારનો ઇન્‍કારઃ ઝિંજીયાંગ પ્રાંતમાં મુસ્‍લિમ નાગરિકો સાથે સરકારના ઓરમાયા વર્તાવની કરેલી ટીકા જવાબદાર હોવાનું અનુમાન

બેજીંગઃ છેલ્લા ૬ વર્ષથી ચીનમાં પત્રકાર તરીકે ફરજ બજાવતી ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેઘા રાજગોપાલનના વીઝા રિન્‍યુ કરવાનો ઇન્‍કાર કરાતાં તેણે પરત અમેરિકા જવુ પડયું છે.

વીઝા રીન્‍યુ નહીં કરવાના કારણમાં તેમે ઝિંજીયાંગ પ્રાંતમાં મુસ્‍લિમ નાગરિકો સાથેના સરકારના ઓરમાયા વર્તાવની કરેલી ટિપ્‍પણી જવાબદાર હોવાનો આક્ષેપ છે.

ઉલ્લેખનીય છે કે સુશ્રી મેઘા યુ.એસ.ના Buzzfeed News ના રિપોર્ટર છે.

(11:19 pm IST)