Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

અમેરિકાના ન્‍યુજર્સીમાં શ્રી સંતરામ સત્‍સંગના ઉપક્રમે ર૯ જુલાઇના રોજ ગુરૂ પૂર્ણિમા ઉત્‍સવ ઉજવાશેઃ સંતરામ મંદિર પાદરાના મહંત પ.પૂ.મોહનદાસજી મહારાજ હાજરી આપી આર્શિવચન પાઠવશે

ન્‍યુજર્ર્સીઃ(દિપ્તીબેન જાની દ્વારા): સૌપ્રથમ વાર અમેરિકામાં નડિયાદનાં સુપ્રસિધ્‍ધ શ્રી સંતરામ મંદિરના ીદક્ષિત સંતશ્રી મોહનદાસજી મહારાજ મહંતશ્રી સંતરામ મંદિર પાદરા સૌપ્રથમવાર અત્રે ન્‍યુજર્સી  ખાતે પધારી રહ્યા છે.

શ્રી સંતરામ ભકત સમાજ, અમેરિકા દ્વારા રપમો  વાર્ષિકોત્‍સવની ઉજવણી નિમીતે નડિયાદથી, પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીની આજ્ઞાનુસાર સોપ્રથમવાર ન્‍યુજર્સી પધારી રહેલ છે. બ્રહ્મલીન શ્રી નારાયણદાસજી મહારાજશ્રીની આર્શિવાદ સહ, જુલાઇ ૩, ૧૯૯૩ના રોજ ન્‍યુજર્સીમાં સંતરામ સત્‍સંગની શુભ શરૂઆત, ગુરૂપૂર્ણિમાં નિમીતે ૧૩૦ જેટલા ભક્‍તોએ કરી હતી.

વર્ષમાં ત્રણ વાર ગુરૂપૂર્ણિમા દિવાળી અને મહાપૂનમની ઉજવણી નિમીતે સત્‍સંગ નિમીત ન્‍યુજર્સીમાં હોલ ભાડે રાખી સંતરામ સ્‍તોત્રો પદ-ભજનોનું સમૂહ સ્‍તવન કરવામાં આવે છે.

રાજભાઇ અને સ્‍મૃતીબેન પંડયા પરિવાર દ્વારા ભજન સંગીતનો કાર્યક્રમ દર પાઠ સત્‍સંગમાં ન્‍યુજર્સીમાં રાખવામાં આવેલ છે દર સત્‍સંગમાં ૨૦૦૦ જેટલા ભક્‍તોની ઉપસ્‍થિતી થાય છે.

સંતરામ ભક્‍ત સમાજ, અમેરીકામાં અવારનવાર મેડીકલ, નેત્ર ચકાસણીનો કેમ્‍પ મફત દંત ચકાસણી કેમ્‍પ તથા મફત ફલપ પ્રતિકારક રસીનો કેમ્‍પનું આયોજન ન્‍યુજર્સીમાં બધા ભક્‍તોના લાભાર્થે રાખવામાં આવે છે.

જુલાઇ ૨૯ના રોજ પાદરા-સંતરામમંદિરના મહંત પૂ.પૂ. મોહનદાસજી મહારાજ અમેરીકામાં સંતરામ ભક્‍તોના પ્રેમ,લાગણી, આદરની વિનંતીને માન આપીને, નડિયાદના પ.પૂ.શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા, પ્રેરણા આર્શિવાદ સાથે, ત્રણ અઠવાડિયાની ટુંકી મુલાકાત માટે ન્‍યુજર્સીના સત્‍સંગની સાથે ઉપસ્‍થિત રહીે આશિવચન પાઠવશે. વધુ માહિતી માટે, સંતરામની વેબસાઇટ WWW.SANTRAM.INFO પ્રાપ્ત થશે. સંતરામ ભક્‍ત સમાજ યુ.એસ.એ.માટે કોન્‍ટેક નં.(૭૩૨)૯૦૬-૦૭૯૨ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(12:11 am IST)