Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

યુ.એસ.ના ગ્રેટર હયુસ્‍ટનમાં આવેલા ચાર ધામ મંદિર ખાતે ભગવાન જગન્‍નાથજીની રથયાત્રા યોજાઇઃ જગન્‍નાથજી, સુભદ્રાજી, તથા બલભદ્દજીના રથને ખેંચવાનો લહાવો લઇ ભક્‍તો ધન્‍ય બન્‍યાઃ ભજન,કિર્તન,પૂજન, આરતી, મહાપ્રસાદ તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા

હયુસ્‍ટનઃ તાજેતરમાં ગ્રેટર હયુસ્‍ટનમાં આવેલા ચાર ધામ મંદિર મેદાનમાં સતત સાતમા વર્ષે ભગવાન જગન્‍નાથની રથાયાત્રા યોજાઇ હતી. જે અંતર્ગત જગન્‍નાથજી, સુભદ્રાજી, તથા બલભદ્દજીના શણગારેલા રથને દોરડાથી ખેંચવાનો હજારો ભાવિકોએ લહાવો લીધો હતો.

પૂજા,કિર્તન, ભજન  તથા પ્રસાદ સાથે નાચતા ગાચતા ભાવિકોએ ઇસ્‍કોનની આગેવાની હેઠળ લીધેલા લાભ બાદ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા તેવું IAN દ્વારા જાણવા મળે છે.  

(5:36 pm IST)