Gujarati News

Gujarati News

News of Tuesday, 24th July 2018

હવે વ્‍હોટસ એપ ના માધ્‍યમથી ફેલાતા જુઠાણાઓ ઉપર બ્રેક લાગી જશેઃ યુ.કે. સ્‍થિત ભારતીય મૂળના યુવાન શ્રી લિરીક જૈનની કમાલઃ વ્‍હોટસ અપ ન્‍યુઝમા રહેલી કાલ્‍પનિક બાબતો ખુલ્લી પાડતો પ્રોગ્રામ તૈયાર કર્યોઃ સપ્‍ટે. ર૦૧૮ થી યુ.કે. તથા યુ.એસ.માં અને ઓકટો ર૦૧૮ થી ભારતમાં અમલી થવાની શકયતા

લંડનઃ હવે વ્‍હોટસએપ સહિતના માધ્‍યમો દ્વારા વિશ્વમાં ફેલાતા ફેક ન્‍યુઝ  પકડી પાડવા  તથા સત્‍ય હકીકત રજુ કરતું મશીન યુ.કે.સ્‍થિત ભારતીય મૂળના એન્‍ટ્રીપ્રિનીઅર ર૧ વર્ષીય લિરીક જૈનએ તૈયાર કર્યુ છે. જે કાલ્‍પનિક બાબતોમાં રહેલું જુઠાણું પકડી પાડશે તથા સત્‍ય હકીકત રજુ કરશે.

આ ભારતીય મૂળનો યુવાન લિરીક જૈન મૈસુરનો વતની છે તથા કેમ્‍બ્રિજ યુનિવર્સિટીનો એન્‍જીનીઅરીંગ સ્‍ટુડન્‍ટ છે.  જેણે યોર્કશાયર સ્‍થિત સ્‍ટાર્ટ અપ અંતગર્ત મશીન લર્નીંગ પ્‍લેટફોર્મ તૈયાર કર્યુ છે જે ઇન્‍ટરનેટ માધ્‍યમ દ્વારા રજુ કરાયેલી બાબતની સત્‍યતા ચકાસી પારદર્શક હકીકત દર્શાવી દેશે. જે કોઇપણ વ્‍યકિત દ્વારા કરાતી ચકાસણી કરતાં વધુ ઝડપે  કામગીરી બજાવશે.

ભારતમાં ર૦૦ મિલીયન જેટલા વ્‍હોટસ એપ યુઝર્સ છે. જેઓમાં ફેલાતી ખોટી અને કાલ્‍પનિક બાબતોને અટકાવવું સરકારી તંત્ર માટે દૂષ્‍કર છે તેવા સંજોગોમાં આ યુવાનએ તૈયાર કરેલો મશીન પ્રોગ્રામ ઓકટો ર૦૧૮ થી ભારતમાં અમલી બનવાની શકયતા છે. હાલમાં તેની ચકાસણી થઇ રહી છે. તેથી સપ્‍ટે ર૦૧૮ થી  યુ.કે. અને યુ.એસ. માં તેના ઉપયોગ બાદ ઓકટો  ર૦૧૮ થી તે ભારતમાં જ શરૂ થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)