Gujarati News

Gujarati News

News of Tuesday, 24th July 2018

યુ.એસ.માં ન્‍યુયોર્ક સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન મહિલા શિવની ડેકોરનને ૨ વર્ષની જેલઃ પોતાને કેન્‍સર થયું હોવાથી મદદની જરૂર છે તેવું જણાવી ૫૧ હજાર ડોલરનું ડોનેશન મેળવી લીધું

ન્‍યુયોર્કઃ પોતાને કેન્‍સર થયું હોવાથી સારવાર માટે નાણાંની જરૂર છે તેવી ખોટી રજુઆત કરી ૫૧ હજાર ડોલર જેટલું ડોનેશન ભેગુ કરી લેનાર બે બાળકોની માતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા શિવની ડેકોરનને ૧૩ જુલાઇના રોજ યુ.એસ.કોર્ટએ બે વર્ષની જેલ સજા ફરમાવી છે તેણે કોર્ટમાં પોતાના જુઠાણાંની કબૂલાત આથી દીધી હતી. તથા તેના એટર્નીએ ઓછી સજા કરવા વિનંતી કરી હતી. જે માન્‍ય રાખવામાં આવી નહોતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:00 pm IST)