Gujarati News

Gujarati News

News of Tuesday, 24th July 2018

બ્રિટનમાં વસતા શીખોને મૂળ નિવાસી તરીકેનો દરજ્જો મળશે: 2021 ની સાલની વસતિ ગણતરીમાં અમલ થશે

લંડન: બ્રિટનમાં વસતા શીખોને વિશિષ્ટ મૂળ નિવાસી તરીકેનો દરજ્જો આપવાનું નક્કી થયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.અત્યાર સુધી શીખોને ધર્મના આધારે માન્યતા અપાતી હતી તેને બદલે 2021 ની વસતિ  ગણતરીમાં તેઓને મૂળ નિવાસી તરીકેનો દરજ્જો આપવાની માંગનો સ્વીકાર કરાયો છે.પરિણામે સ્થાનિક વતનીઓને મળતી તમામ સુવિધાઓ હવે શીખ સમુદાયને મળશે.

  અંગે પ્રતિભાવ આપતા શીખ અગ્રણીઓએ જણાવ્યું હતું કે તેમની શહીદીની કદર થઇ છે.જોકે 2011 ની વસતી ગણતરી સમયે 83000 જેટલા શીખોએ મૂળ નિવાસી કોલમમાં ગણાવાનુ મુનાસીબ નહોતું માન્યું.પરંતુ મોટા સમૂહના શીખોની લાગણીને વાચા આપવા બ્રિટનના 100 જેટલા સાંસદોએ શીખ સમૂહને મૂળ નિવાસી તરીકે ગણવા રજુઆત કરતા તે માન્ય રાખવામાં આવેલ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:38 pm IST)