Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી અર્ચના વેંકટરામનની ''કેરીઅર એવોર્ડ'' માટે પસંદગીઃ ગણિતની જટીલ પ્રક્રિયાને સરળ બનાવી આપી

હોપકિન્સઃ યુ.એસ.ની જોહન હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અર્ચના વેંકટરામનને નેશનલ સાયન્સ ફાઉન્ડેશનએ તેમના સુપ્રતિષ્ઠિત ગણાતાં ''કેરીઅર એવોર્ડ''માટે પસંદ કર્યા છે.

ગણિતની જટિલ ગણતરી માટેની પ્રક્રિયાને સરળ બનાવી દેવા બદલ તેમની અર્લી સ્ટેજ સ્કોલર્સ તરીકે પસંદગી થઇ છે. તેઓ યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રીકલ એન્ડ કોમ્યુટર એન્જીનીયરીંગમાં આસી.પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે.

સુશ્રી અર્ચના હેલ્થકેર ક્ષેત્રે કાર્યરત મેલોને સેન્ટર ફોર એન્જીનીઅરીંગના ફેકલ્ટી મેમ્બર છે. તથા મેથેમેટીકલ ઇન્સ્ટીટયુટ ફોર ડેટા સાયન્સ સાથે જોડાયેલા છે.

(8:22 pm IST)
  • પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો વસીમ અકરમ અને વકાર યુનુસનું પાકના સર્વોચ્ચ નાગરીક એવોર્ડ હિલાલ-એ- ઈમિત્યાઝથી સન્માન access_time 3:45 pm IST

  • ગરમીમાં શેકાતું ગુજરાત: સુરતના મહુવામાં 40.8 ડિગ્રી તાપમાન, અમરેલી 40, રાજકોટ39. 5ડિગ્રી મહત્તમ તાપમાન : રાજકોટ સહિત કચ્છમાં આજે ગરમીનું ગરમીનું પ્રમાણ વધ્યું છે આજે સૌથી વધુ તાપમાન સુરતના મહુવામાં 40 . ૮ ડિગ્રી નોંધાયું છે જ્યારે અમરેલી ૪૦ તથા રાજકોટમાં39.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે આ ઉપરાંત અમદાવાદ 37 .9 ડીસામાં 37.2 વડોદરા 39.2 ભાવનગર 37.6 પોરબંદર ૩૯ . 6 વેરાવળ ૩૪ .8 ઓખા 30.1 bhuj 38.2 કચ્છના નલિયામાં ૩૭ .5 સુરેન્દ્રનગર 39.1 new કંડલા 39. 6 કંડલા એરપોર્ટ 38.0 ગાંધીનગર 37 .2 દીવ 39.5 અને વલસાડ 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે access_time 7:29 pm IST

  • હળવદ નજીકના એક ગામમાં દેવજી ફતેપરા અને કોંગી આગેવાનોની બેઠક મળી રહી છે : આ બેઠકમાં દેવજી ફતેપરા લોકસભા કે વિધાનસભાની બેઠક લડશે તે અંગે ચર્ચાઓ થશે ત્યારબાદ કોઈ નવા-જૂની થાય તેવુ જાણવા મળે છે access_time 11:36 am IST