Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

"નમસ્તે ટ્રમ્પ " કાર્યક્રમ ભારત અને અમેરિકા વચ્ચેની કૂટનીતિનો માસ્ટર સ્ટ્રોક : સોમવારનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે : ભાજપ વિદેશ વિભાગ પ્રમુખ વિજય ચૌથૈવાલે

ન્યુદિલ્હી : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની 24 તથા 25 ફેબ્રુઆરીની ભારતની મુલાકાત અંતર્ગત પ્રથમ દિવસે એટલેકે 24 ફેબ્રુઆરી શનિવારે અમદાવાદમાં મોટેરો સ્ટેડિયમ ખાતે તેમનું શાનદાર સ્વાગત કરાયું હતું જ્યાં તેમણે પાકિસ્તાનને આતંકવાદ નાથવા ચેતવણી આપતું ભાષણ કર્યું હતું તથા ભારત અને અમેરિકા ગાઢ મિત્રો હોવાનું જણાવ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પના ઉપરોક્ત ઉદ્બોધનને ધ્યાને લઇ ભાજપ વિદેશ વિભાગ પ્રમુખ વિજય ચૌથૈવાલે એ જણાવ્યું હતું કે ટ્રમ્પના આગમન નિમિતે યોજાયેલ આ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ  ભારત અને અમેરિકા વચ્ચેની કૂટનીતિનો માસ્ટર સ્ટ્રોક છે.તેમણે ઉમેર્યું હતું કે આજનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે

(10:02 am IST)