Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ઇન્‍ડિયન અમેરિકન રઘુનંદનને ‘સજા એ મોત'ની તારીખ વધુ એક વાર મુલતવીઃ ડબલ મર્ડર આરોપી રઘુનંદનને ૨૩ ફેબ્રુ.ના રોજ લેથલ ઇન્‍જેકશન આપવાનું હતું

પેન્‍સીલ્‍વેનિઆઃ યુ.એસ.માં સૌપ્રથમવાર સજાએ મોતનો ચૂકાદો જે ઇન્‍ડિયન અમેરિકન રઘુનંદન યંદાપુરી માટે આપવામાં આવ્‍યો હતો તેને લેથલ ઇન્‍જેકશન આપવાનું નક્કી થયું હતું. પરંતુ આ માટેની તારીખ ૨૦૧૫ની સાલથી અવારનવાર મોકૂફ રાખવાાં આવે છે. જે મુજબ ગઇકાલ ૨૩ ફેબ્રુ. ૨૦૧૮ની તારીખ પણ ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

કદાચ આ વ્‍યક્‍તિની મોતની સજા આજીવન કેદમાં ફેરવી શકાય છે કે કેમ તેવું પેન્‍સીલ્‍વેનિઆ બોર્ડ ઓફ પાર્ડન્‍સ દ્વારા વિચારાઇ રહ્યું હોવાની શક્‍યતા છે.

ઉલ્લેખનીય છે કે રઘુનંદનએ ૨૦૧૨ની સાલમાં માસુમ બાળકી સાનવીનું અપહરણ કરવાની યોજના બનાવી હતી.જેનો હેતુ ૫૦ હજાર ડોલરની ખંડણી પડાવવાનો હતો. પરંતુ તેમા બાધારૂપ થનાર બાળકીના દાદીમા સત્‍યવતીની હત્‍યા કરી નાખી હતી. બાદમાં બાળકી પણ મૃત્‍યુ પામી હતી. આમ ડબલ મર્ડરના આરોપસર તેને ૨૦૧૫ની સાલમાં મોતની સજા ફરમાવાઇ હતી.

(9:37 pm IST)
  • બોમ્બે હાઈકોર્ટે કથિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલા સંબંધિત એક યાચિકાને નવી ખંડપીઠને સૌપી દીધી છે. કથીત નકલી એન્કાઉન્ટર્સના આ કેસમાં ભારતીય પોલીસ સર્વિસ (આઇપીએસ) ના કેટલાક અધિકારીઓને મુક્ત કરવાના નિર્ણયને પડકારતી અરજીને કોર્ટની નવી બેન્ચને સૌપવામાં આવી છે. આ માહિતી હાઇકોર્ટની વેબસાઇટ પર શનિવારે સાંજે આપવામાં આવી હતી. access_time 2:28 pm IST

  • છોટાઉદેપુરના નસવાડી ખાતે બે ગામની મહિલાઓએ દારૂના ભઠ્ઠા પર રેડ પાડી છે. નસવાડીના વડીયા અને જેમલગઢ ગામની મહિલાઓ અને સ્થાનિકોએ પોલીસને સાથે રાખી રેડ પાડી હતી. અને દેશી દારૂ બનાવનારાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. access_time 4:13 pm IST

  • સાઉથ આફ્રિકા સાથેની ત્રીજી ટી 20 મેચ પછી આઈસીસી ભારતીય ક્રિકેટ ટીમનું સન્માન કરશે. જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ગાદા સોંપશે. આઈસીસીની કટ ઑફ ડેટ 3 એપ્રિલ 2018 સુધી ભારતની ટેસ્ટ રેંકિંગને કોઈ પણ પ્રકારનું જોખમ નથી. access_time 2:02 pm IST