Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

પાકિસ્‍તાનમાં કટાસ રાજ મંદિરના પ્રાંગણમાં આવેલા ઐતિહાસિક તળાવને ૧ સપ્તાહમાં પાણીથી ભરી દેવાનો સુપ્રિમ કોર્ટનો હુકમ : તળાવને સુકાતુ અટકાવવા તથા હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવી અટકાવવાનો હેતુ

ઈસ્‍લામાબાદ : પાકિસ્‍તાનના ઐતિહાસિક તેવા કટાસ રાજમંદિર પરાસરમાં આવેલા પવિત્ર તળાવને સુકાતુ બચાવવા માટે એક સપ્તાહમાં તેને પાણીથી ભરી દેવાનો હુકમ સુપ્રિમ કોર્ટએ કર્યો છે. જેમાં કરાયેલી નોંધ મુજબ પાકિસ્‍તાનમાં વસતિ લઘુમતિ હિન્‍દુ કોમની ધાર્મિક લાગણી દુભાવી શકાય નહીં.

થોડા સમય પહેલા આ તળાવ આસપાસ ઉદ્યોગો ખડા થઈ જતા તે બુરાઈ રહ્યુ હોવાનું તથા તેના તળમાંથી પાણી ઘટી રહ્યું હોવાના અહેવાલો પ્રસિધ્‍ધ થયા હતાં. જેના આધારે કોર્ટે ઉપરોક્‍ત હુકમ ફરમાવ્‍યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:46 pm IST)