Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

SDM કેન્‍સર રિલીફ ફંડ : ભારતના ત્રિવેન્‍દ્રમ, ત્રિચુર, કાલિકટ સહિતના શહેરોમાં વસતા જરૂરિયાતમંદ કેન્‍સરના દર્દીઓને ફંડ પુરૂ પાડતી અમેરિકાની સંસ્‍થા : ૧૧ નવેં. ના રોજ લોંગ બિચ કેલિફોર્નિયા મુકામે યોજાયેલા ફંડ રેઈઝીંગ પ્રોગ્રામમાં ૫૫,૦૦૦ ડોલર ભેગા થઈ ગયા

કેલિફોર્નિયા : યુ.એસ.માં SDM કેન્‍સર રિલીફ ફંડના ઉપક્રમે ૧૧ નવે. ૨૦૦૧૭ના રોજ લોંગ બિચ, કેલિફોર્નિયા  મુકામે યોજાયેલા ૩૨મા વાર્ષિક ફંડ રેઈઝીંગ પ્રોગ્રામમાં પંચાવન હજાર ડોલર ભેગા થઈ ગયા હતા.

૧૯૮૫ની સાલથી ભારત ખાતેના જરૂરિયાતમંદ કેન્‍સરના દર્દીઓને સારવાર આપવા સ્‍થપાયેલ SDM ના ફંડ ચેરમેન શ્રી મેથ્‍યુ ડેનિઅલએ આ તકે SDM દ્વારા ભારતના ત્રિવેન્‍દ્દમ રીજીયોનલ કેન્‍સર સેન્‍ટર, અમાલા કેન્‍સર મેડીકલ સેન્‍ટર ત્રિચુર, કેરિયસ મેડીકલ સેન્‍ટર કોટ્ટાયામ તથા કલિકટ યુનિવર્સિટી હોસ્‍પિટલના દર્દીઓને કેન્‍સરની સારવાર માટે મદદ કરી છે.

ફંડ રેઈઝીંગ પ્રોગ્રામ ૩૦૦ ઉપરાંત ઈન્‍ડિયન અમેરિકનો ઉપસ્‍થિત રહ્યા હતાં. તથા જુદી જુદી ૧૩ ડાન્‍સ કંપનીઓના મનોરંજન પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.

 

(9:44 pm IST)