Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

યુ.એસ. માં વોશીંગ્‍ટન સ્‍ટેટ ઈરીગેશન બોર્ડમાં ઉમેદવારી નોંધાવતા શ્રી વેંકટ રામન : રિચમન્‍ડમાં સ્‍થાયી થયેલા ઈન્‍ડિયન અમેરિકન રિટાયર્ડ એન્‍જીનીયર શ્રી વેંકટ પોતાના અનુભવનો લાભ પ્રજાજનોને આપવા આતુર

વોશીંગ્‍ટન : યુ.એસ. માં રિચમન્‍ડ વોશીંગ્‍ટન સ્‍થિત ઈન્‍ડિયન અમેરિકન રીટાયર્ડ એન્‍જીનીયર ૭૭ વર્ષીય શ્રી રમણ વેંકટએ કેન્નેવિક ઈરીગેશન ડીસ્‍ટ્રીકટ બોર્ડ સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે. જેના ઉપર તેમના પ્રતિસ્‍પર્ધી તરીકે કાઉન્‍સીલમેન જોહન ટ્રુમ્‍યોએ પણ ઉમેદવારી નોંધાવી છે.

મતદાન ૧૨ ડીસેં. ના રોજ બપોરે ૧ થી ૮ વાગ્‍યા દરમિયાન થશે. શ્રી વેંકટ તેમના એન્‍જીનીયરીંગ ક્ષેત્રના અનુભવનો લાભ પોતાના મત વિસ્‍તારના લોકોને આપવાની નેમ ધરાવે છે.

 

(9:43 pm IST)