Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

યુ.એસ.માં ૨૫ નવેં.૨૦૧૭ના રોજ રાધાક્રિશ્ન સત્‍સંગઃ જે.કે.યોગના ઉપક્રમે પસાદાના કેલિફોર્નિયા મુકામે યોજાનારા સત્‍સંગમાં મેડીટેશન, આદ્યાત્‍મિક પ્રવચન તથા ડિનર પ્રસાદનું આયોજન

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ૨૫ નવેં.૨૦૧૭ શનિવારના રોજ રાધાકુંજ, ૧૬૩૦ કેરેજ હાઉસ રોડ, પસાદાના કેલિફોર્નિયા મુકામે રાધા ક્રિશ્ન સત્‍સંગ યોજાશે.

જે.કે.યોગના ઉપક્રમે બપોરે ૪ થી સાંજના ૬.૩૦ દરમિયાન યોજાનારા આ સત્‍સંગમાં મેડીટેશન, તથા આદ્યાત્‍મિક પ્રવચન બાદ તમામ માટે ડિનર પ્રસાદનું આયોજન કરાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:09 pm IST)