Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

અમેરિકામાં શીખોના દસમા ધર્મગુરૂ ગોવિંદસિંહનો જન્‍મ દિવસ ઉજવાયોઃ લોયોલા મેરીમાઉન્‍ટ યુનિવર્સિટી, સાઉધર્ન કેલિફોર્નિયા શીખ કોમ્‍યુનીટી, તથા ઇન્‍ડિયન કોન્‍સ્‍યુલેટના સંયુક્‍ત ઉપક્રમે ૧૦ નવેં.ના રોજ કરાયેલી ઉજવણી

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં લોયોલા મેરીમાઉન્‍ટ યુનિવર્સિટીના થીયોલોજીકલ સ્‍ટડીઝ ડીપાર્ટમેન્‍ટના શીખ એન્‍ડ જૈન પ્રોફેસરશીપ તથા સાઉધર્ન કેલિફોર્નિયા શીખ કોમ્‍યુનીટી, તથા ઇન્‍ડીયન કોન્‍સ્‍યુલેટના સંયુક્‍ત ઉપક્રમે ૧૦ નવેં.ના રોજ શીખોના ૧૦ મા ધર્મગુરૂ ગોવિંદસિંહનો જન્‍મ દિવસ ઉજવાઇ ગયો.

આ તકે ‘‘રિકોગ્નાઇઝ હયુમેનીટી એઝ વન '' સૂત્ર વહેતુ મુકાયુ હતુ. તથા ગુરૂ ગોવિંદસિંહના ઉપદેશ સત્‍ય, સમાનતા, નિર્ભયતા, ન્‍યાય, ધર્મ સ્‍વાતંત્ર્ય, સહિતની બાબતોનો વ્‍યાપ વધારવા એલાન કરાયુ હતું. તથા અમેરિકાના પ્રજાજનો શીખોની સાચી ઓળખ મેળવે  તેવો હેતુ હોવાનું આયોજકોએ જણાવ્‍યું હતું. તથા કેથોલિક, પંજાબી, નોન પંજાબી, શીખો, જૈન મુસ્‍લિમ તથા હિન્‍દુ જાતિના પ્રતિનિધિઓ વચ્‍ચે વિચારોનું આદાન પ્રદાન કરાયું હતું.

 

(9:08 pm IST)