Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

યુ.એસ.માં H-1B વીઝાધારકોનું લઘુતમ વેતન ૬૦ હજારમાંથી ૯૦ હજાર ડોલર કરવાની ભલામણને હાઉસ જ્‍યુડીશીઅરી કમિટીની મંજુરીઃ ૧૫ નવેં.ના રોજ મૌખિક મતદાનથી મંજુર થયેલું બિલ હાઉસ સમક્ષ રજુ કરાશે

વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં H-1B વીઝા ધારકોને અપાતુ લઘુતમ વેતન ૬૦ હજારમાંથી ૯૦ હજાર ડોલર કરવાની ભલામણને ૧૫ નવેં.૨૦૧૭ના રોજ હાઉસ જ્‍યુડીશીઅરી કમિટીએ મૌખિક મતદાન દ્વારા મંજુર કરી દીધી છે.

પ્રોટેકટ એન્‍ડ ગ્રો અમેરિકન જોબ્‍સ એકટ (H.R.170)ના નામથી કેલિફોર્નિયાના રીપબ્‍લીકન પાર્ટીના પ્રતિનિધિ દ્વારા જાન્‍યુ માસમાં મુકાયેલા આ બિલ અંતર્ગત કરાયેલી બલામણ મુજબ ૧૯૯૮ની સાલમાં નક્કી કરાયેલી લઘુતમ વળતરની રકમ ૬૦ હજાર ડોલરમાં વધારો કરવાની જરૂર દર્શાવાઇ હતી. તથા હવે જ્‍યુડીશીયરી કમિટીએ મંજુરી આપી દેતા હાઉસ સમક્ષ બિલ મુકાશે. જે મંજુર કરવા કમિટી દ્વારા વિનંતી કરાઇ હતી.

 

(9:08 pm IST)