Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017

ઇન્‍ફોસિસ પ્રાઇઝ ૨૦૧૭ માટે પસંદ થયેલા ૬ વિજેતાઓમાં સ્‍થાન મેળવતા ડો.યમુના ક્રિશ્નનઃ શિકાગો યુનિવર્સિટીમાં કેમિસ્‍ટ્રી ડીપાર્ટમેન્‍ટના મહિલા પ્રોફેસર ડો.યમુનાને ૬૫ લાખ રૂપિયા, ૨૨ કેરેટ સોનાનો મેડલ, તથા પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાશે

શિકાગોઃ ઇન્‍ફોસિસ પ્રાઇઝ ૨૦૧૭ માટે પસંદ કરાયેલ ૬ વ્‍યક્‍તિઓમાં ઇન્‍ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર ડો.યમુના ક્રિશ્નનનો સમાવેશ થયો છે. તેઓ યુનિવર્સિટી ઓફ શિકાગોમાં ડીપાર્ટમેન્‍ટ ઓફ કેમિસ્‍ટ્રીમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. તેમને ફીઝીકલ સાયન્‍સ કેટેગરી માટે ઇન્‍ફોસિસ પ્રાઇઝ વિજેતા ઘોષિત કરાયા છે.

ઉલ્લેખનીય છે કે ઇન્‍ફોસિસ પ્રાઇઝ માટે ન્‍યુરોસાયન્‍સ, કોમ્‍યુટર સાયન્‍સ, ફીઝીકલ સાયન્‍સ સહિતની જુદી જુદી કેટેગરી માટે જ્‍યુડી દ્વારા પસંદગી કરવામાં આવે છે. આ માટે ૨૩૬ સ્‍પર્ધકોમાંથી પસંદ કરાયેલા ૬ વિજેતાઓમાં ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી ડો.યમુના ક્રિશ્નનએ સ્‍થાન મેળવી ભારતનું ગૌરવ વધાયુ છે.

વિજેતાઓને ૬૫ લાખ રૂપિયા, ૨૨ કેરેટનો સોનાનો મેડલ તથા પ્રમાણપત્ર આપી નવાજવામાં આવે છે. જે માટે ઇન્‍ફોસિસના સ્‍થાયકો દ્વારા ૧૩૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્‍યા છે.

 

(9:07 pm IST)