Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

‘‘ફેમિલી કેસ મેનેજમેન્‍ટ સર્વિસીઝ'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં વસતા કોમ્‍યુનીટી મેમ્‍બર્સને મુશ્‍કેલીના સમયમાં મદદરૂપ થવાનું આયોજન : સેવા ઈન્‍ટરનેશનલના ઉપક્રમે તાત્‍કાલિક સારવાર, અકસ્‍માત, તેમજ મૃત્‍યુ સમયે વોલન્‍ટીયર્સ સેવાઓ પૂરી પાડવા ૨૦૧૩ની સાલથી અપાતી સર્વિસીઝ : વોલન્‍ટીઅર્સને ટ્રેનીંગ આપવા બે દિવસિય કેમ્‍પ યોજાયો

હયુસ્‍ટન : યુ.એસ.ના હયુસ્‍ટનમાં કેશવ સ્‍મૃતિ ખાતે તાજેતરમાં ૧૮ તથા ૧૯ નવેં.ના રોજ સેવા ઈન્‍ટરનેશનલના ઉપક્રમે ‘‘ફેમિલી કેસ મેનેજમેન્‍ટ સર્વિસીઝ'' માટે બે દિવસિય કેમ્‍પ યોજાઈ ગયો. જેમાં ૩૦ વોલન્‍ટીઅર્સ જોડાયા હતા.

હયુસ્‍ટનમાં વસતા કોમ્‍યુનીટી પ્રજાજનોને મુશ્‍કેલીના સંજોગો જેવા કે મૃત્‍યુ, તાત્‍કાલિક સારવાર અકસ્‍માત, સહિતના પ્રસંગે મદદરૂપ થવા ૨૦૧૩ની સાલથી સેવા ઈન્‍ટરનેશનલ દ્વારા શરૂ કરાયેલી સર્વિસીઝના વ્‍યાપને વધારવા માટે ઉપરોક્‍ત આયોજન કરાયું હતું. તેવું ત્‍ખ્‍ફ દ્વારા જાણવા મળે છે.

 

 

(9:39 pm IST)