Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

અમેરિકાના કનેકટીકટ સ્‍થિત ઈન્‍ડિયન અમેરિકન યુવાન ૩૪ વર્ષીય દિવ્‍ય પટેલની ધરપકડ : પોતાના ૧ માસના પુત્રને સમયસર સારવાર નહીં અપાવી મોત નિપજાવ્‍યાનો આરોપ

કનેકટીકટ : અમેરિકાના કનેકટીકટ સ્‍થિત ઈન્‍ડિયન અમેરિકન ૩૪ વર્ષીય યુવાન દિવ્‍ય પટેલની ધરપકડ થઈ છે. તેના ઉપર ૧ માસના પુત્રને સમયસર સારવાર નહીં આપી મોત નિપજાવવાનો આરોપ છે.

પ્રાપ્ત માહિતિ મુજબ દંપતિ વચ્‍ચે અણબનાવ હોવાથી વ્‍યાપકની માતાથી અલગ રહેતા આ યુવાનને કોઈ બીજી સ્‍ત્રી સાથે લફરૂ હોવાની શંકા પરથી વાત બંને વચ્‍ચે ઝઘડો થયા સુધી પહોંચી ગઈ હતી.

પટેલે પોતાનો પુત્ર શ્વાસ લેતો બંઘ થઈ ગયો હોવાની પત્‍નીને જાણ કરતા તેણે પોલીસને ફોન કરતા તેની ધરપકડ કરાઈ છે. પટેલના જણાવ્‍યા મુજબ બાળક અધૂરા માસે જન્‍મ્‍યુ હોવાથી શરૂઆતથી જ તેની તબિયત નરમ રહેતી હતી. કોર્ટએ તેને ૧ મિલીયન ડોલરના જામીન ઉપર મુક્‍ત કરી ૫ ડીસેં. ના રોજ કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યુ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:38 pm IST)