Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

એક કે બે નહીં, ૪૪ વાજીંત્રો સરસ રીતે વગાડી શકવાનો રેકોર્ડ : અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ભારતીય પરિવારના ૭ મા ગ્રેડમાં ભણતા વિદ્યાર્થી નેઈલ નાયરની માસ્‍ટરી : સરસ્‍વતી વીણાં, ફલુટ, જલતરંગ, હાર્મોનિયમ, બંસરી, તબલા સહિતના ૪૪ વાજીંત્રો વગાડી શકતા બાળકનું નામ ગિનિસ બુકમાં નોંધાશે

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ઈન્‍ડિયન અમેરિકન પરિવારનો સાતમાં ગ્રેડમાં ભણતો વિદ્યાર્થી નેઈલ નાયર એક કે બે નહીં પરંતુ ૪૪ વાજીંત્રો ખૂબ સરસ રીતે વગાડી શકવાનો રેકોર્ડ ધરાવે છે.

શિશુ વયથી જ સંગીતમાં રસ ધરાવતો આ બાળક સરસ્‍વતી વીણાં, ફલુટ, જલતરંગ, બંસરી, હાર્મોનિયમ, તબલા સહિત કુલ ૪૪ વાજીંત્રો વગાડવામાં માસ્‍ટરી ધરાવે છ.ે ઉપરાંત બોલીવુડ ડાન્‍સ, પેન્‍ટીંગ તથા મટીરીયલ આર્ટસમાં પણ રસ ધરાવે છે. ગિનિસ બુકમાં તેનું નામ નોંધાય તે માટે તજવીજ ચાલુ છે.

 

(9:37 pm IST)