Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

ભારતના વંચિત બાળકોના ઉત્‍કર્ષ માટે અમેરિકામાં ચાલતી સંસ્‍થા ‘‘શાંતિ ભવન'': ન્‍યુયોર્કમાં ૯ નવેં.ના રોજ યોજાયેલા ૨૦મા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ૧.૩૫ મિલીયન ડોલર ભેગા થઇ ગયાઃ ભારતમાં રેસિડન્‍શીઅલ સ્‍કુલનું નિર્માણ કરાશેઃ ગેસ્‍ટ ઓફ ઓનર તરીકે TV હોસ્‍ટ પદમાલક્ષી તથા માસ્‍ટર ઓફ સેરેમની તરીકે કોમેડીઅન હસન મિનરાજએ હાજરી આપી

ન્‍યુયોર્કઃ ભારતના વંચિત બાળકોના ઉત્‍કર્ષ માટે અમેરિકામાં ચાલતી સંસ્‍થા ‘‘શાંતિ ભવન''નો ૨૦મો વાર્ષિક ગાલા પ્રોગ્રામ તાજેતરમાં ૯ નવેં.ના રોજ ન્‍યુયોર્કમાં બોવરી હોટલ ખાતે યોજાઇ ગયો. જેમાં ગેસ્‍ટ ઓફ ઓનર તરીકે TV હોસ્‍ટ તથા ઓથર ઇન્‍ડિયન અમેરિકન પદમાલક્ષીએ હાજરી આપી હતી. તથા માસ્‍ટર ઓફ સેરેમની તરીકે ઇન્‍ડિયન અમેરિકન કોમેડીયન શ્રી હસન મિનરાજએ ઉપસ્‍થિતોને પેટ પકડી હસાવ્‍યા હતા.

આ તકે રેફલ શો તથા અન્‍ય આયોજનો થકી ૧-૩૫ મિલીયન ડોલર ભેગા થઇ ગયા હતા. જે રકમનો ઉપયોગ ભારતમાં શાંતિ ભવનની બીજી સ્‍કૂલના નિર્માણ માટે કરાશે. પ્રોગ્રામમાં ભારત ખાતેના અમેરિકાના પૂર્વ એમ્‍બેસેડર તથા એશિયા ગૃપના વાઇસ ચેર શ્રી રિચાર્ડ વર્મા હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શાંતિ ભવન દ્વારા ભારતમાં રેસિડન્‍શીઅલ સ્‍કૂલ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શ્રેષ્‍ઠ શિક્ષણ આપવાનું કામ કરવામાં આવે છે.

 

(9:36 pm IST)