Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

અમેરિકાના સાન જોસમાં રહેતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી ઇન્‍દ્રજીત સિંઘના મકાનને સળગાવવાનો પ્રયાસઃ ઘરવિહોણાં લોકોએ રહેણાંક બહાર આવેલી ફેન્‍સીંગ સળગાવતા પરિવારને જીવ બચાવવા બહાર નીકળી જવાની ફરજ પડી

કેલિફોર્નિયાઃ અમેરિકાના સાન જોસમાં રહેતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી ઇન્‍દ્રજીત સિંઘના રહેણાંકની બહાર આવેલી ફેન્‍સીંગને નજીકમાં રહેતા ઘરવિહોણાં લોકોએ સળગાવતા તેઓ તેમના પત્‍ની તથા બાળક સાથે જીવ બચાવી ઘરની બહાર નીકળી ગયા હતા.

સાન જોસમાં મકાનોના ભાડા તથા કિંમતને ધ્‍યાને લઇ શેરીઓમાં રહેતા લોકોની સંખ્‍યામાં ૧૩ ટકા જેટલો વધારો નોંધાયો છે જેના પરિણામે સ્‍થાનિક રહેવાસીઓ માટે મુશ્‍કેલી  સર્જાઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:36 pm IST)