Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

‘‘મન મોર બની થનગાટ કરે'' : યુ.એસ.માં બૃહદ ન્‍યુયોર્ક સિનીયર્સના ઉપક્રમે ‘‘મન'' વિષય ઉપર ડો. ભાલોદકરનું વ્‍યાખ્‍યાન યોજાયું

(દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : બૃહદ ન્‍યુયોર્ક સીનીયર્સના આગેવાનો શશીકાંત પટેલ અને ગોપી ઉદેશી દ્વારા બુધવાર ૧૫મી નવેં.ના સાંજે ૪ કલાકે અત્રેના પંચમુખી હનુમાન મંદિરમાં ડોકટર નરેન્‍દ્ર ભાલોદકરનો ‘‘મન પર વાર્તાલાપ યોજી શ્રોતાઓને તેમના ‘મનની વિવિધતાના દ્રષ્‍ટિકોણનો ખ્‍યાલ આપ્‍યો હતો. નિયમ મુજબ શરૂઆતમાં પ્રાર્થના કરી શ્રીમતી ગોપી ઉદેશીએ ડોકટર ભાલોદકરની ઓળખાણ આપતા કહ્યું કે આજે તેઓ દરેક રીતે પ્રગતિના શીખર પર ઉભેલા છે. તેઓ બરોડા મેડીકલ કોલેજમાથી ડોકટરની ડિગ્રી લઈ ૧૯૭૩માં અમેરિકા આવ્‍યા તેઓએ ૪૦ વર્ષ બોક્‍સ લેબેનોન (લે) હોસ્‍પીટલમાં કાડિર્યોલોજીસ્‍ટ તરીકે સેવા આપી હતી. સાથે તેમણે કોરોનરી કેર યુનિટ અને રીસર્ચ યુનિટના ડીરેકટર તરીકે ફરજ બજાવી હતી. હાલમાં તેઓ કન્‍જેસ્‍ટીવ હાર્ટ,ફેઈલીયરના કન્‍સલ્‍ટન તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડો. ભાલોદકર માઉન્‍ટ સાયનાઈ સ્‍કુલ ઓફ મેડીસીનમાં એસોસીએટ પ્રોફેસરની માનદ ડિગ્રી ધરાવે છે. તેમને સંગીત, ફોટોગ્રાફી, અધ્‍યાત્‍મ અને ધર્મ પ્રત્‍યે અન્‍યત રૂચિ છે. તેમણે આ પહેલા આજે જે પ્‍સતુત કરવાના છે. તેના જેવા જ કાર્યક્રમો ‘સજદા' શ્રી કૃષ્‍ણ શરણ મમ'' ‘હોળી' પ્રસ્‍તુત કર્યા છે. ત્‍યારબાદ ગોપી ઉદ્દેશીએ ડો. ભાલોદકરને મંચ ઉપર તેમનુ આહવાન આપવા આમંત્રિત કર્યા હતાં.

ડો. ભાલોદકરે તેમની ભાવવાહી અને છટાદાર શૈલીમાં કાર્યક્રમના શરૂઆતમાં બધા જ શ્રોતાઓનું ‘‘મનપૂર્વક સ્‍વાગત'' કર્યુ અને જણાવ્‍યું કે વ્‍યાવસાયિક રીતે તેઓ એક ડોકટર હોવા છતા પણ તેઓ આવા કાર્યક્રમો આપે છે. કારણ કે તેઓ તેમનો આનંદરૂપી ગુલાબ વહેચવા માંગે છે. અને તદ્‌ઉપરાંત તેઓ ‘‘સ્‍થાન્ન : સુખાવ'' એટલે કે પોતાના આનંદ માટે અને તેના ઉપરનું પ્રદષિ ગૃણમ અદા કરવા માટે આવા પ્રયજનો કરે છે.

તેમના પ્રવચન દરમ્‍યાન કણેપ્રીય ત્રીત અને સંગીતની રમઝટ મનસ્‍પર્શી કવિતાઓની ટાંકણી અને તેમની આપણા ભારતીય સંસ્‍કૃતિને આધારિત ‘મન' વિષેની છણાવટ શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કરી ગઈ. મનના વાર્તાલાપને અનુસરીને કાર્યક્રમની શરૂઆત ‘‘મહાગણપતિ મનસા સ્‍મરામિ'' ના ગીતની ગણપતિ વંદનાથી થઈ તેમણે જણાવ્‍યું કે મન વગરની પુજા કરતા, માનસ પૂજા વધુ અગત્‍યની છે. તેમણે મનના ચાર પ્રકાર જણાવ્‍યા મન,બુધ્‍ધી,શિસ્‍ત,અહંકાર અને તે મુજબ શરીર તરીકે પણ ઓળખાય છે. મનને ઘણી બધી ઉળમાઓ આપાય છે. દા.ત. વીણા, ભમર, મર્કટ, રથ, મંદિર, દીપ, પંખી, બીન, આંખો, દર્પણ વગેરે ‘‘મનની અંચળતા એ ગુણ છે'' તેવું સ્‍વીકારો, ગીતામાં અર્જુને શ્રીકૃષ્‍ણને તેનો બનાવવા શ્રીકૃષ્‍ણને પ્રાર્થના કરી, તેના જવાબમાં શ્રીકૃષ્‍ણે ઉપદેશ આપ્‍યો કે ‘‘અભ્‍યાસ'' અને ‘‘વેરાગ્‍ય'' બડે તેને કાબુમાં લાવી શકાય છે. તેમજ હે અર્જુન તુ તારા મન મને જ અર્પણ કર અને મારામાં જ લગાવ તો તેની અંચળતા ઓછી થશે અને સ્‍થિર થશે. અનેક ઉદારણો સાથે સમજાવતા ડો. ભાલોદકરે મન મોહમા ફસાય છે અને રાત્ર તથા દ્રેષ કરે છે. તેથી જે તે બંધનમાં ફસાય છે. પરંતુ એક વાર તેને ખબર પડે કે તેનું સાચુ સુખ કયા છે. તો તેની ધ્‍યેય પ્રાપ્તી માટે તે એક લગન સાથે સતત પ્રયન્ન કરી ધ્‍યેયને પામીને જ રહે છે. માટે મન જ બંધન અને મોક્ષ બંનેનુ કારણ છે. ઉત્રપતિ શિવાજીના ગુરુરામદાસ ‘‘મના એ શ્‍લોક'' પુસ્‍તકમાંથી મનને આપેલા બોધમાંથી ઘણી જાણીતી પક્‍તિઓ પણ તેમણે વાચી હતી. જેવી કે નકર ક્રોઘ મનવા એ તો દુઃખદાયી નકર કામના એ ઘણી વિકારી કબીરજીને ટાંકના તેમણે કહ્યું કે ‘‘મન કે હારે હાર હે મનકે જીતે જીત'' કાર્યક્રમમાં મન વિરોના ઉત્‍કુષ્‍ટ ગીતો ‘‘આ શુભ પાચમના મેળામા'' ‘‘લાગી તુઝસે મનકી લગન'' મન તડપત હરિદર્શન કો અંતે ઝવેરચંદ મેઘાણીનું અમરગીત ‘‘મારૂ મન મોર બની થનગન કરે' વગેરે જેવા સુંદર , કર્ણ ભાવતાહી ગીતોનો સમાવેશ કર્યો હતો. કાર્યક્રમ ખૂબજ મનોરંજક તો હતો જ પણ સાથે સાથે મનોમંગન માટે પ્રેરે તેવો મનનીય પણ હતો. ચિત્ત, એકાગ્રપણે, ઉત્‍સાહ ઉમંગ અને ઉમળાકાથી સાંભળી આનંદ માણ્‍યો હતો. અદભૂત, ખૂબ જ સુંદર, ઉત્તમ, અજોડ જેવા વિશેષણોથી કાર્યક્રમને સૌએ વધાવી લીધો હતો.

 ગોપી ઉદેશીએ જણાવ્‍યું કે કાર્યક્રમને બધાજ શ્રોતાઓએ એક મને ટાળીઓના ગગડાટ સાથે ડો. ભાલોદકરના વકત્‍વને વધાવી લીધુ હતું. અને ટકોર કરી હતી કે ‘મનમા કઈંક ભરીને જીવશો તો મન ભરીને નહિ જીવી શકો' તેવું શ્રી સુરેશ ઉદેશીના ફોટો સૌજન્‍સ સાથે શ્રી શશિકાંત પટેલની યાદીમાં જણાવાયું છે.

 

 

(10:06 pm IST)