Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

અમેરિકાના વિસ્‍કોસિનમાં ભારતીય મૂળના યુવાન હરજીન્‍દર સિંઘના હત્‍યારાને આજીવન કેદ : ૫ જાન્‍યુ ના રોજ ગેસ સ્‍ટેશનમાં ચોરી કરવા આવેલા આરોપીએ બેઝબોલના ફટકા મારી હરજીન્‍દરની હત્‍યા કરી હતી

વિસ્‍કોસિન : અમેરિકાના વિસ્‍કોસિનમાં ગેસ સ્‍ટેશનમાં નોકરી કરતા ભારતીય મૂળના યુવાન ૩૪ વર્ષીય હરજીન્‍દર સિંઘની ૫ જાન્‍યુ. ના રોજ બેઝબોલ બેટના ફટકા મારી હત્‍યા નિયમવનાર ૩૩ વર્ષીય યુવાન ડેરિક વિલીયમ્‍સને જ્‍યુરીએ આજીવન કેદની સજા ફરમાવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતિ મુજબ આરોપી ૫ જાન્‍યુ. ના રોજ સ્‍ટોરમાં ચોરી કરવા આવ્‍યો ત્‍યારે થયેલી ઝપાઝપીમાં તેણે મૃતર હરજીન્‍દરને બેઝબોલના ફાકા મારી હત્‍યા નિપજાવી હતી.

 

 

(9:27 pm IST)