Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

સિંગાપોર સ્‍થિત ભારતીય મૂળની ૫૭ વર્ષીય મહિલા કે. રાજકુમારીને ૪ માસ તથા ૩ સપ્તાહની જેલ : ઘરકામ કરતી મહિલાને મારકૂટ કરી તેનું શોષણ કરવાનો આરોપ પૂરવાર

સિંગાપોર : સિંગાપોરમાં કે. રાજકુમારી નામ ૫૭ વર્ષીય ભારતીય મૂળની મહિલાને ત્‍યાં ઘરકામ કરતી ભારતીય મૂળની સ્‍ત્રી ઉપર અત્‍યાચાર કરવા તથા તેને મારકૂટ કરવાના આરોપસર ૪ માસ તથા ૩ સપ્તાહ માટે જેલસજા થઈ છે. અને ૭૫૦૦ સિંગાપોર ડોલરનો દંડ કરાયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

૨૦૧૨ની સાલની ઘટના મુજબ કે. રાજકુમારીને ત્‍યા ઘરકામ કરતી ભારતીય મૂળની ૩૫ વર્ષીય મહિલા ઉપર અવારનવાર કરાતી મારકૂટથી વાજ આવી જઈ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્‍યારે પોલીસ આવતા માલિણે તેને તામિલ ભાષામાં કંઈપણ ફરિયાદ નહીં કરવાની સાથે માફી માગી લીધી હતી. પરંતુ પોલીસ અધિકારી તામિલ ભાષા જાણતાં હોવાથી તેની પોલ પકડાઈ જતાં ઉપરોક્‍ત સજા ફરમાવાઈ હતી. તેવું જાણવા મળે છે.

 

(11:45 pm IST)