Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

‘‘RHODE સ્‍કોલરશીપ ૨૦૧૮''કોલેજના વિદ્યાર્થીઓને સોશીયલ સાયન્‍સ બાયોલોજીકલ એન્‍ડ મેડીકલ સાયન્‍સ, મેથેમેટીક્‍સ સહિતના ક્ષેત્રોમાં આગળ અભ્‍યાસ માટે અપાતી સ્‍કોલરશીપ : સમગ્ર અમેરિકામાંથી પસંદ કરાયેલા ૩૨ વિદ્યાર્થીઓમાં ભારતીય મૂળના સમર્થ ગુપ્તા, તથા જસપ્રીતસિંઘએ સ્‍થાન મેળવ્‍યું

વોશીંગ્‍ટન : અમેરિકામાં ૨૦૧૮ ની સાલ માટે rhode સ્‍કોલરશીપ માટે પસંદ કરાયેલા ૩૨ સ્‍કોલર્સમાં ભારતીય મૂળના ૨ યુવાનોએ સ્‍થાન મેળવ્‍યું છે જે પૈકી હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી સમર્થ ગુપ્તા તથા યુ.એસ. એરફોર્સ એકેડમીના જસપ્રીત સિંઘનો સમાવેશ થાય છે.

RHODE ટ્રસ્‍ટ દ્વારા પસંદ કરાયેલા ૩૨ વિદ્યાર્થીઓમાં આફ્રિકન અમેરિકન એશિયન અમેરિકન, મુસ્‍લિમ, લેટિનો અમેરિકન્‍સ, ઈમીગ્રન્‍ટસ સહિત જુદી જુદી કોમ્‍યુનીટી યુવાનો પસંદ થતા વિવિધતા જોવા મળી છે. તેવું ટ્રસ્‍ટના સેક્રેટરીએ જણાવાયું હતું.

સ્‍કોલરશીપ માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓ સોશીયલ સાયન્‍સ, બાયોલોજીકલ એન્‍ડ મેડીકલ સાયન્‍સ, ફીઝીકલ સાયન્‍સ, મેથેમેટીકસ તથા હયુમેનીટીસ ક્ષેત્રે આગળ અભ્‍યાસ કરવા સ્‍કોલરશીપ રકમનો ઉપયોગ કરશે.

 

(8:44 am IST)