Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

અમેરિકા ખાતેની ભારતીય કંપનીઓનું ભગીરથ કાર્ય : ૫૦ સ્‍ટેટમાં ૧૮ બિલીયન ડોલરના રોકાણ સાથે ૧ લાખ ૧૩ હજાર લોકોને રોજગારી આપી : સામાજીક જવાબદારીઓ અદા કરવા ૧૪૭ મિલીયન ડોલર તથા સંશોધન ક્ષેત્રે ૫૮૮ મિલીયન ડોલરનો ખર્ચ કર્યો : કોન્‍ફડરેશન ઓફ ઈન્‍ડિયન ઈન્‍ડસ્‍ટ્રીઝ (CII) નો અહેવાલ રજુ કરતા ઈન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી

વોશીંગ્‍ટન : અમેરિકા ખાતેની ભારતીય કંપનીઓએ ૧૮ બિલીયન ડોલરના રોકાણ સાથે ૧ લાખ ૧૩ હજાર લોકોને રોજગારી પૂરી પાડી છે. તેવું સી.આઈ.આઈ.ના અહેવાલના આધારે ઈન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થીએ જણાવ્‍યું હતું.

કોન્‍ફરેશન ઓફ ઈન્‍ડિયન ઈન્‍ડસ્‍ટ્રીઝ (સી.આઈ.આઈ.) એ રજુ કરેલા આ અહેવાલ મુજબ ઉપરોક્‍ત રકમના રોકાણો તથા રોજગારીના નિર્માણ ઉપરાંત ૧૪૭ મિલીયન ડોલર સામાજીક જવાબદારીઓ અદા કરવા તથા ૫૮૮ મિલીયન ડોલર સંશોધન ક્ષેત્રે ખર્ચ કર્યા છે.

અમેરિકામાં કાર્યરત ૧૦૦ જેટલી ભારતીય કંપનીઓએ ૫૦ જેટલા સ્‍ટેટના ૧ લાખ ૧૩ હજાર લોકોને રોજગારી પૂરી પાડવાનું કામ કર્યુ છે. જેમાં ન્‍યુજર્સી, ટેકસાસ, કેલિફોર્નિયા, ન્‍યુયોર્ક, તથા જ્‍યોર્જીઆ અગ્ર ક્રમે છે.

 

(9:25 pm IST)