Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

મધ્‍યપ્રદેશના ઇંદોરની સરકારી સ્‍કૂલોના ૧૫૦૦ ઉપરાંત બાળકોને શિક્ષણ માટે પ્રોત્‍સાહિત કરાયાઃ મણિનગર શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાનના સંતોએ સ્‍કૂલબેગ તથા સ્‍ટેશનરી વિતરણ કરી શિક્ષણનું મહત્‍વ સમજાવ્‍યું

ઇંદોરઃ મણિનગર શ્રી સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાન અમદાવાદના સંતો મહંત સ્‍વામીશ્રી ભગવતપ્રિયદાસજી, પૂજયશ્રી સર્વગુણાલયદાસજી, તથા પૂજયશ્રી સર્વપ્રિયદાસજી મહારાજ તાજેતરમાં મુક્‍તજીવન સ્‍વામીબાપાના આશિર્વાદ તથા આચાર્યશ્રી પુરૂષોતમ પ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી મધ્‍યપ્રદેશમાં આવેલા ગામોની મુલાકાતે ગયા હતા. જયાં કુક્ષી, ઇંદોર, તથા માંડવા સહિતના ગામોની સરકારી સ્‍કૂલોના ૧૫૦૦ ઉપરાંત બાળકોને સ્‍કૂલબેગ, સમયપત્રક તથા સ્‍ટેશનરીની વસ્‍તુઓની વિતરણ કર્યુ હતું. તથા શિક્ષણનું મહત્‍વ સમજાવી પ્રોત્‍સાહિત કર્યા હતા.

મણિનગર શ્રી સ્‍વામિનારાયણ ગાદી સંસ્‍થાનના ઉપક્રમે દર વર્ષે આવા સત્‍કાર્યો મધ્‍યપ્રદેશમાં થતા રહેશે. તેવું સદગુરૂ મહંતશ્રી ભગવત પ્રિયદાસજી સ્‍વામીના અહેવાલ દ્વારા શ્રી ચંદુભાઇ વારીઆની યાદીમાં જણાવાયું છે.

 

(8:51 pm IST)