Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

અમેરિકાના ટેનેસી સ્ટેટમાં પાણીના પૂર : 17 ઇંચ વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ઘુસ્યા : રસ્તાઓ ધોવાયા : મોબાઈલ ટાવરો ધરાશાયી : 22 લોકોના મોત : અનેક નાગરિકો લાપત્તા : હજુ આગામી દિવસોમાં વાવાઝોડું ત્રાટકવાની પણ આગાહી

ટેનેસી : અમેરિકાના ટેનેસી સ્ટેટમાં 17 ઇંચ વરસાદને કારણે પાણીના પૂર ફરી વળ્યાં છે. અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા છે. 22 લોકોના મોત થયા છે. હજુ સુધી અનેક નાગરિકો લાપત્તા છે.તેમજ  આગામી દિવસોમાં વાવાઝોડું ત્રાટકવાની પણ આગાહી કરાઈ છે.

ગ્રામ્ય પ્રદેશોમાં આવેલા નાના નાના ટાઉનનો સંપર્ક મોટા શહેરોથી કપાઇ ગયો હતો જેથી લોકો પોતાના સગાં-વહાલાઓની ખબર અંતર પણ પૂછી શક્યા નહોતા ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે નિમાયેલા કાર્યકરો ઘેર ઘેર ફરીને લોકોને શોધી રહ્યા છે એમ હમ્ફ્રી કાઉન્ટિ સ્કુલના સેફ્ટી સુપરવાઇઝર ક્રિસ્ટિ બ્રાઉને કહ્યું હતું.

કાઉન્ટિના ઇમરજન્સી સેન્ટરમાં આવેલા નોટિસ બોર્ડ ઉપર ગૂમ થયેલા લોકોના નામોની યાદી મૂકવામાં આવી છે . ઉપરાંત મૃતકોમાં એવી બે જોડિયા બાળકીઓનો સમાવેશ થાય છે જેઓને પૂરના ધસમસતા પાણી તેના પિતાના હાથમાંથી ઝૂંટવી ગયા હતા. આ બાળકીના પરિવારમાં બચી ગયેલા અન્ય લોકોએ અને કાઉન્ટિની વિખ્યાત મ્યુઝીક સ્ટાર લોરેટા લિનના રેન્ચ ઉપર કામ કરતાં એક ફોરમેને આ ઘટનાની પુષ્ટિ કરી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:17 pm IST)