Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

રોજા દરમિયાન વેક્સીન લેવાથી રોજા તૂટી જશે ? : આગામી મહિનાથી શરૂ થતા પવિત્ર રમઝાન માસ વિષે સાઉદી અરેબિયાના અગ્રણી મુફ્તીનો અભિપ્રાય : રોજા દરમિયાન કોવિદ -19 પ્રતિરોધક રસી લેવાથી રોજા નહીં તૂટે

સાઉદી અરેબિયા : આગામી એપ્રિલ માસમાં મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ શરૂ થઇ રહ્યો છે.12-13 એપ્રિલથી શરૂ થઇ રહેલા રમઝાન માસ દરમિયાન કોવિદ -19 પ્રતિરોધક રસી લેવાથી રોજા તૂટી જશે ? તેવો સવાલ અનેક ધર્મપ્રેમી મુસ્લિમ બિરાદરોને થઇ રહ્યો છે.

આ સવાલના અનુસંધાને સાઉદી અરેબિયાના અગ્રણી  મુફ્તીએ અભિપ્રાય આપતા જણાવ્યું છે કે રોજા  દરમિયાન વેક્સીન લેવાથી રોજા નહીં તૂટે .કારણકે તે કોઈ ખોરાક કે પીણું નથી.તે શરીરની અંદર લગાવવામાં આવે છે.

 મુફ્તીના આ ખુલાસાથી રોજામાં રસી લેવાની બાબતમાં  કરોડો મુસ્લિમોના મનની શંકાનો  જવાબ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે, રમઝાનનો પાક મહિનો 12 અથવા 13 એપ્રિલથી શરૂ થઈ શકે છે. આ બે દિવસમાંથી કોઈ પણ  દિવસનો નિર્ણય ચંદ્રને જોવા પર આધારિત હશે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)