Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

અમેરિકાના અલબામાની પબ્લિક સ્કૂલોમાં યોગા ઉપરનો બાન દૂર થશે : હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં 73 વિરુદ્ધ 25 મતે પ્રસ્તાવ પસાર : મંત્રોચ્ચાર તથા ' નમસ્તે ' ઉપર પ્રતિબંધ

અલબામા : અમેરિકાના અલબામાની પબ્લિક સ્કૂલોમાં દાયકાઓ  જૂનો યોગા ઉપરનો  બાન દૂર થશે.આ માટેનો પ્રસ્તાવ  હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં 73 વિરુદ્ધ 25 મતે  પસાર થઇ ગયો છે.જે અલબામા સેનેટની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે.

જોકે  મંત્રોચ્ચાર તથા ' નમસ્તે ' ઉપર  પ્રતિબંધ મુકાઈ જશે.

ઉલ્લેખનીય છે કે અલબામામાં 1993 ની સાલથી પબ્લિક સ્કૂલોમાં યોગા ઉપર બાન છે.જે હવે દૂર થવામાં છે.તેથી પ્રાઈમરીથી 12 ધોરણ સુધીની સ્કૂલો ઈચ્છે તો યોગા કરાવી શકશે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:42 pm IST)