Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલ ' એન્ટી ટ્રસ્ટ સબ કમિટી વાઇસ ચેર બન્યા

વોશિંગટન : યુ.એસ. હાઉસ જ્યુડિશરીય કમિટીએ 3 માર્ચે જાહેરાત કરી હતી કે કોંગ્રેસ વુમન પ્રમિલા જયપાલની નિમણુંક એન્ટિ ટ્રસ્ટ, કોમર્શિયલ ,એન્ડ એડમિનિસ્ટ્રેટિવ લો  સબકમિટીના વાઇસ ચેર પર્સન  તરીકે નિમણુંક કરવામાં આવી છે.

આ નેતૃત્વની ભૂમિકામાં, જયપાલ એન્ટિ ટ્રસ્ટ, બિગ ટેક પરની પેટા સમિતિના તાકીદના અર્જન્ટ કામનું  નિરીક્ષણ કરશે, પ્રતિસ્પર્ધી  વર્તણૂક પર નજર  રાખશે, એકાધિકારવાદી પ્રથાઓને રોકવામાં મદદ કરશે, મુક્ત પ્રેસનું રક્ષણ કરશે અને નવીનતાને વિકસિત થવા દેશે, એમ એક નિવેદનમાં જણાવાયું છે.

આ હોદા ઉપર નિમણુંક મળતા સુશ્રી જયપાલે જણાવ્યું હતું કે તેઓ નફરત અને ખોટી માહિતી ફેલાતી અટકાવી મુક્ત પ્રેસનું રક્ષણ કરશે.તેવું ઈ.વે દ્વારા જાણવા મળે છે.

(7:21 pm IST)