Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

ભારતમાં વાણી સ્વાતંત્ર્યને ગંભીર ફટકો પડ્યો છે : પ્રતાપ ભાનુ મહેતા અને અરવિંદ સુબ્રમણ્યમના રાજીનામાને ધ્યાને લઇ RBI ના પૂર્વ ગવર્નર તથા અર્થશાસ્ત્રી રઘુરામ રાજનનું મંતવ્ય

ન્યુદિલ્હી : અશોકા યુનિવર્સિટીના સ્થાપકોએ પોતાના  ‘આત્માના અવાજને રૂંધ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર તથા અગ્રણી અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું છે કે, અશોક યુનિવર્સિટીમાંથી પ્રતાપ ભાનુ મહેતા અને નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર  અરવિંદ સુબ્રમણ્યમના રાજીનામાથી ભારતમાં વાણી સ્વાતંત્ર્યને ભારે આંચકો લાગ્યો છે.

આ સપ્તાહની  શરૂઆતમાં, સોનીપત સ્થિત  અશોક યુનિવર્સિટી - લિબરલ આર્ટસ તથા સાયન્સ  અભ્યાસક્રમો પૂરા પાડતી અગ્રણી યુનિવર્સિટીના રાજકીય વિવેચક મહેતા અને નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર અર્થશાસ્ત્રી સુબ્રમણ્યમએ રાજીનામું આપ્યા પછી તે એક વિવાદના કેન્દ્રમાં જોવા મળી હતી.

લિંક્ડિન પોસ્ટમાં, આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રાજને કહ્યું હતું કે આ અઠવાડિયે ભારતમાં મુક્ત અભિવ્યક્તિને  "ગંભીર ફટકો" પડ્યો છે, કારણ કે ભારતના સર્વશ્રેષ્ઠ રાજકીય વિષ્લેશકો  માંહેના એક પ્રોફેસર મહેતાએ અશોક યુનિવર્સિટીમાંથી રાજીનામું આપ્યું છે.

વાસ્તવિકતા એ છે કે પ્રોફેસર મહેતા કાંટારૂપ બની ગયા હતા.જેઓ  સરકારમાં અને સુપ્રીમ કોર્ટ જેવી ઉચ્ચ કચેરીઓમાં આબેહૂબ અને ચિંતનકારી દલીલો કરે છે.

મહેતાએ  યુનિવર્સિટીમાંથી રાજીનામુ આપ્યા  પછી નરેન્દ્ર મોદી સરકારના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર પ્રોફેસર સુબ્રમણ્યમએ પણ  રાજીનામું આપી દીધું  હતું.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન યુ.એસ.ની યુનિવર્સીટી ઓફ શિકાગોની બુથ સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.

(6:30 pm IST)