Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસના નિવાસ સ્થાન બહાર હથિયારધારી યુવાન પકડાયો : સેમી ઓટો રાઇફલ સાથે ધરપકડ

વોશિંગટન :  અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસના સત્તાવાર નિવાસ સ્થાનની બહાર ઓટો રાઇફલ સાથે આવી ચડેલા એક 31 વર્ષીય યુવાનને સુરક્ષા કર્મીઓએ પકડી લીધો છે.

પોલ મુરે નામક આ યુવાન ટેક્સાસનો રહેવાસી છે.તેની પાસેથી મળી આવેલ AR -15  સેમી ઓટો રાઇફલ  તથા અનધિકૃત કારતુસ સાથે ધરપકડ કરી તેના ઉપર ગેરકાયદે શસ્ત્ર સરંજામ રાખવાનો આરોપ લગાવાયો છે.

ઉલ્લેખનીય છે કે કેપિટલ હિલ ઉપર થયેલા હુમલા બાદ નેતાઓની સુરક્ષા વધારી દેવાઈ છે.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:18 pm IST)