Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

' ધિક્કાર છે પાકિસ્તાન ' : વધુ એક સગીર હિન્દૂ યુવતીનું અપહરણ : એક બે દિવસમાં પાછી આવી જશે તેવું કહી પોલીસે ફરિયાદ લેવાનો પણ ઇન્કાર કર્યો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સિંધ રાજ્યમાં વધુ એક સગીર હિન્દૂ યુવતીનું અપહરણ થયું છે.હજુ થોડા દિવસ પહેલા કવિતા નામક યુવતીનું અપહરણ થયા બાદ હવે પૂજા નામક સગીર હિન્દૂ યુવતીનું અપહરણ થયાની ઘટના બહાર આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ પૂજા નામક સગીર હિન્દૂ યુવતી નોકરી પરથી ઘેર પરત થઇ રહી હતી ત્યારે તેનું અપહરણ કરાયું હતું. તેથી ફરજીયાત ધર્મ પરિવર્તન કરાવી તેના નિકાહ પઢાવી દેવાશે તેવા ભયથી યુવતીના માતાપિતા ફરિયાદ નોંધાવવા પોલીસ પાસે ગયા હતા પરંતુ પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કરી એક બે દિવસમાં પાછી આવી જશે તેમ જણાવ્યું હતું.

પૂજાના પરિવારે અપહરણનો આરોપ મિયાં મીઠુ નામક મૌલવી ઉપર લગાવ્યો છે.જે પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાન તથા લશ્કરી ઓફીસરોનો માનીતો ગણાય છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:58 pm IST)