Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

' આનું નામ અનુશાસન ' : જાપાનમાં ઓફિસમાંથી બે મિનિટ વહેલા નીકળી જનાર સરકારી કર્મચારીઓનો પગાર કટ : બસ ચુકી જવાનું બહાનું નહીં ચાલે : 318 કર્મચારીઓનો પગાર કાપી લીધો

ટોક્યો : જાપાનની સરકારે તાજેતરમાં ઓફિસમાંથી બે મિનિટ વહેલા નીકળી જનાર સરકારી કર્મચારીઓનો પગાર કાપી લીધો છે. જેમાં 2019  થી 2021 ની સાલ દરમિયાન 318 કર્મચારીઓ એવા હતા જેમનો પગાર કાપી લેવાયો હતો.

અમુક કર્મચારીઓએ એવું બહાનું આપ્યું હતું કે તેમનો છૂટવાનો સમય 5-15 મિનિટનો છે.જયારે બસનો સમય 5-13 મિનિટનો હોવાથી તેઓ વહેલા નીકળી જાય છે.કારણકે ત્યાર પછી અડધો કલાકે બીજી બસ મળે છે.તેથી  પહોંચવામાં મોડું થાય છે.અથવા તો ચાલીને જવું પડે છે.

પરંતુ અનુશાસન માટે સુવિખ્યાત જાપાન સરકાર આવા કર્મચારીઓનો પગાર કાપી લીધો હતો.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:41 pm IST)